દુઃખદ: અજય દેવગણના ભાઈ અનિલ દેવગણનું નાની વયમાં નિધન, પરિવારમાં શોક, વર્ષ 2000માં ડિરેક્ટ તરીકે પહેલી બનાવી હતી ‘રાજુ ચાચા’

અજય દેવગનના ઘરે સર્જાયો શોકનો માહોલ – નાની ઉંમરમાં અજયના ભાઈ અનિલ દેવગનનું અવસાન

આ વર્ષ બોલીવૂડ માટે ઘણું કપરું રહ્યું છે, નાના-મોટા ઘણા બધા કલાકારો તેમજ ફિલ્મો સાથે જોડાયેલી હસ્તીઓના આ વર્ષમાં એક પછી એક મૃત્યુ થઈ રહ્યા છે. હવે આ યાદીમાં અજય દેવગનના ભાઈ અનિલ દેવગનનો પણ ઉમેરો થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે સેમવારની રાત્રે મુંબઈ ખાતે અનિલ દેવગનનું અવસાન થયું છે.

image source

આ બાબતે અજય દેવગને જ પોતાના સોશિયલ મડિયા અકાઉન્ટ્સ દ્વારા પોતાના ફેન્સને માહિતી આપી હતી. અનિલ દેવગનની ઉંમર 51 વર્ષની હતી. અજયે જણાવ્યું હતું કે વાયરસના કારણે ચાલી રહેલી મહામારીના પગલે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં નહીં આવે.

અજયે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર આ દુઃખદ ખબર આપતા લખ્યું હતું, ‘ગઈ રાત્રીએ મેં મારા ભાઈ અનીલ દેવગનને ખોઈ દીધો છે. તેમના અણધાર્ય્ અવસાને આખાએ કુટુંબને શોકમાં મુકી દીધું છે. ADFF (અજય દેવગન ફિલ્મ્સ) અને મને તેમની ગેરહાજરી હંમેશા સાલશે. તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો. મહામારીના કારણે, અમે અંગત પ્રાર્થના સભા નહીં રાખી શકીએ.’

અનિલ દેવગને અજય દેવગનની ફિલ્મોમા આસિસ્ટન્ડ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું

image source

અનિલ દેવગને પોતાની કેરિયરની મોટા ભાગની ફિલ્મો અજય દેવગન સાથે કરી છે. તેમણે 1996માં રિલિઝ થયેલી ફિલ્મ જીત, તેમજ અજય દેવગન દ્વારા અભિનિત ફિલ્મ, જાન, ઇતિહાસ, પ્યાર તો હોના હી થા, તેમજ હિન્દુસ્તાન કી કસમમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ ઉપરાંત તેમણે અજય દેવગનની 2000ની સાલમા રિલિઝ થયેલી ફિલ્મ રાજુ ચાચા પણ ડીરેક્ટ કરી હતી. તો 2005માં તેમણે બ્લેકમેલ ડીરેક્ટ કરી હતી અને 2008માં તેમણે હાલ એ દિલ ડીરેક્ટ કરી હતી. આ સિવાય અજય દેવગનની કોમેડી- એક્શન ફિલ્મ સન ઓફ સરદારમાં તેઓ ક્રિએટિવ ડીરેક્ટર રહ્યા હતા.

અનિલ દેવગનના અવસાન પર ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ શોક વ્યક્ત કર્યો.

અજય દેવગન બોલીવૂડનું એક મોટું નામ છે, તેઓ એક ઉમદા એક્ટર છે, ડીરેક્ટર છે અને પ્રોડ્યુસર પણ છે. માટે સ્વાભાવિક છે કે તેમના ભાઈના અવસાન પર ફિલ્મો સાથે જોડાયેલી હસ્તીઓ શોક પ્રગટ કરે. આ હસ્તીઓમાં, ઉર્મિલા માતોન્ડકર, બોની કપૂર, અભિષેક બચ્ચન, મુકેશ છાબરા તેમજ આયશા શ્રોફનો સમાવેશ થાય છે.

ઉર્મિલાએ શોકપ્રગટ કરતા લખ્યુ હતું, ‘સાંભળીને ઘણું દુઃખ થયું. રેસ્ટ ઇન પીસ અનિલ. ઓમ શાંતિ.’

તો અભિષેક બચ્ચને પણ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો, તેમણે કશું લખ્યું નહોતું પણ તેમણે બે હાથ જોડેલું ઇમોજી મુકીને શોક વ્યક્ત કર્યો હતો.

તો બોની કપૂરે પણ ટ્વીટ કરતા શોક વ્યક્ત કર્યો હતો, ‘હું હૃદયના ઉંડાણથી તમારા કુટુંબ પર આવી પડેલા દુઃખ માટે શોક વ્યક્ત કરું છું, તેમના આત્માને શાંતિ મળે. ઓમ શાંતિ.’
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span