આલિયા ભટ્ટની કમાણી વિશે થયો ઘટસ્ફોટ, ફિલ્મો સિવાય આ રીતે કરે છે બેફામ કમાણી, ઇન્સ્ટાની એક પોસ્ટના મળે આટલા કરોડ!

નાની વયે કારકિર્દીના ટોચ પર પહોંચેલી મહેશ ભટ્ટની પુત્રી આલિયા ભટ્ટ આજે અઢળક કમાણી કરી રહી છે. આલિયાએ એક ઇન્ટરવ્યુમાં પોતાની મહેનતના નાણાં કઇ રીતે અને ક્યાં વાપરે છે તેની મોકળા મને વાત કરી હતી.

image source

તેણે એવું કહ્યું હતું કે’ હું મર્યાદિત બજેટમાં ગુજારો કરી શકુ એમ છું. મને બેફામ ખરચા કરવાની આદત નથી. મારો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મને ઘણી વખત કહે છે કે, ” તું શું કામ વધારે રૂપિયા વાપરતી નથી ? આવી વાતો કરનારી બોલિવૂડની સુંદર અભિનેત્રી આલિયા ભટ્ટે વર્ષ 2012માં ફિલ્મ ‘સ્ટુડેન્ટ ઓફ ધ ઇયર’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

image source

આલિયાએ અત્યાર સુધી બોલિવૂડમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે. ત્યારે હવે આલિયા ભટ્ટની કમાણી અંગે માહિતી સામે આવી છે. આપને જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટર્સ તેમની ફિલ્મોથી તો કમાણી કરે જ છે. પરંતુ સાથે જ તેઓ ઘણા સાઇડ બિઝનેસ પણ કરે છે. જેમાં, વિવિધ કંપનીઓમાં રોકાણ, જાહેરાતો, ફોટોશૂટ અને સોશિયલ મીડિયા શેયરિંગના માધ્યમથી કમાણી સામેલ છે. મીડિયા રિપોર્ટ મુજબ બોલિવૂડની જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટે તાજેતરમાં કંપની લાઇફસ્ટાઇલ બ્રાન્ડ નાઇકામાં રોકાણ કર્યું છે.

image source

જો કે, આલિયાએ ક્યાં કેટલું રોકાણ કર્યું છે તે અંગે હાલ કોઈ માહિતી મળી નથી. પરંતુ એક વાત ખુબ ચર્ચામાં આવી હતી કે ગત વર્ષે ફોર્બ્સ ઇન્ડિયાની ટોપ 100 સિલેબ્રિટીઝની યાદીમાં આલિયા ભટ્ટ 8માં ક્રમાંકે હતી. જ્યારે બોલિવૂડની અભિનેત્રીઓમાં તે ટોચ પર હતી. ફોર્બ્સ 2019ના રિપોર્ટ મુજબ આલિયા ભટ્ટે ગત વર્ષે 59.21 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

image source

જ્યારે 2018માં 58.83 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. રિપોર્ટ પ્રમાણે આલિયા ભટ્ટ મોટાભાગે ફિલ્મોથી કમાણી કરે છે. આ સિવાય, તે યુટ્યુબ ચેનલથી પણ સારી કમાણી કરે છે. તેની આ ચેનલ પર ફિટનેસ, કિચનના વીડિયો શેર કરવામાં આવે છે. આ સિવાય આલિયાએ કેટલાક સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ કર્યું છે. તાજેતરમાં તેણે ફેશન ટેક સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું છે.

image source

આ ઉપરાંત વાત કરીએ તો ઇંસ્ટાગ્રામ રિચ લિસ્ટ 2019ના રિપોર્ટ અનુસાર, આલિયા ભટ્ટ ઇન્સ્ટાગ્રામના દરેક પોસ્ટ દીઠ માટે 1 કરોડ રૂપિયા લે છે. આ પહેલાં એક ઈન્ટરવ્યૂમાં આલિયાએ વૈભવી વસ્તુના શમણાં શેર કરતા કહ્યું હતું કે, મારી પાસે લક્ઝરી ખાનગી જેટ હોય તેવી મને ઇચ્છા છે. ઊપરાંત પર્વતમાળા પર મારું વૈભવી ઘર હોય એવી મને ઇચ્છા છે. જે હું ચોક્કસ એક દિવસ પૂરી કરીશ. મને લંડનામાં પોતીકું ઘર ખરીદવાનું બહુ મન હતુ ઈચ્છા મેં 2018માં એ પૂરી કરી છે. લંડનના કોવેન્ટ ગાર્ડન વિસ્તારમાં મારુ હાઉસ છે, જેમાં મોટા ભાગે મારી બહેન રહે છે.