એક સમયે ખોટા નહિં પણ અસલી ટાઇગર સાથે લડ્યા હતા અમિતાભ બચ્ચન, ફેન્સ સાથે શેર કર્યો આ કિસ્સો, વાંચીને ડરી જશો તમે પણ

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને હિન્દી સિનેમામાં 50 વર્ષ પુરા થઈ ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ છે. બિગ બીના આટલા લાંબા બૉલીવુડ કરિયરને કારણે એમની પાસે યાદો અને કિસ્સાઓનો ખજાનો છે. અને એટલે જ એ પોતાના ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર પોતાના ફિલ્મી કરિયર દરમિયાનના જુના કિસ્સા શેર કરતા રહે છે. સોશિયલ મીડિયા પર એમની ઉંમરના ભાગ્યે જ કોઈ કલાકાર આટલા એક્ટિવ હશે. હાલમાં જ અમિતાભ બચ્ચનને વર્ષ 1977માં રિલીઝ થયેલી ફિલન ખૂન પસીનાની શૂટિંગ દરમીયાનનો એક ફોટો શેર કર્યો છે. અને આ ફોટાની સાથે એમને એક રોમાંચક કિસ્સો પણ જણાવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

અમિતાભ બચ્ચને શેર કરેલા એ ફોટામાં અમિતાભ એક જેકેટ સાથે જોવા મળી રહ્યા છે. એમને લખ્યું છે કે જ્યારે કોસ્ચ્યુમ ડિપાર્ટમેન્ટે ફિલ્મ ખૂન પસીનાની શૂટિંગ દરમિયાન આ જેકેટ આપ્યું હતું ત્યારે મને નહોતી ખબર કે મારે એક અસલી ટાઇગર સાથે લડવાનું હશે. તમે વિચારી પણ નહીં શકો કે ટાઇગર કેટલા ખતરનાક અને બળવાન હોય છે. આ મારા જીવનની એક એવી પળ છે જેને હું ક્યારેય ભૂલી નહિ શકું.

image source

અમિતાભ બચ્ચનની આ થ્રોબેક તસવીર પર એમના ફેન્સ સને સેલિબ્રિટીઓ સતત કમેન્ટ કરી રહ્યા છે. ફરાહ ખાને તો એટલે સુધી લખી નાખ્યું છે કે જેમ તમે વિચારતા હતા કે ટાઇગર સાથે લડવાનું છે, એમ ટાઇગર પણ વિચારતો હશે.

image source

ખૂન પસીના ફિલ્મમાં બતાવવામાં આવેલો અમિતાભ અને ટાઈગરનો ફાઈટ સીન ખરેખર જબરદસ્ત હતો. આ સીનને ખૂબ જ સરસ રીતે ફિલ્માવવામાં આવ્યો હતો. જ્યારે ફિલ્મ ખૂન પસીનામાં રેખા વાઘને બહાર કાઢીને ફરી પિંજરામાં કેદ કરવાની શરત મૂકે છે ત્યારે અમિતાભ બચ્ચન એમને ઈમ્પ્રેસ કરવા આ હદ સુધી જતા રહે છે.

image source

રાકેશ કુમારના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ખૂન પસીનામાં અમિતાભ બચ્ચન સિવાય વિનોદ ખન્ના, રેખા, નિરૂપા રોય, અસરાની, અરુણા ઈરાની અને કાદર ખાન જોવા મળ્યા હતા. આ ફિલ્મ મોટા પડદા પર બ્લોકબસ્ટર રહી હતી.

image source

હિન્દી ભાષામાં હિટ થયા પછી તેલુગુ અને તમિલ ભાષામાં પણ આ ફિલ્મની રિમેક બનાવવામાં આવી હતી. વર્ષ 1979માં તેલુગુ ભાષામાં આ ફિલ્મ ટાઈગરના નામે રિલીઝ થઈ બતી જેમાં એન ટી રામા રાવ મુખ્ય ભૂમિકામાં હતા. તો તમિલ ભાષામાં આ ફિલન સિવા નામથી રિલીઝ થઈ હતી જેમાં રજનીકાંત મુખ્ય ભૂમિકામાં દેખાયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.