ગુજરાતની પ્રથમ વિડિયો એન્ટરટેઇનમેન્ટ એપ્લિકેશન ‘મોબીસ્ટાર’ થઈ લોન્ચ, ફિચર્સ બાબતે પછાડે છે ટિકટોકને પણ…

ટિકટોક થઈ ગઈ બંધ તો ગુજરાતની પ્રથમ વિડિયો એન્ટરટેઇનમેન્ટ એપ્લિકેશન થઈ લોન્ચ – જાણો શું છે આ એપ્લિકેશનના ફીચર્સ

ચીન અને ભારત વચ્ચે ઘણા લાંબા સમયથી વિવાદ અને સંઘર્ષ ચાલી રહ્યો છે. અને તેના જ પરિણામ સ્વરૂપ ભારત સરકાર દ્વારા ચીનની કેટલીક મોબાઈલ એપ્લિકેશન પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે. અને આ એપ્લિકેશનોમાં દેશની અત્યંત લોકપ્રિય અને ખૂબ જ જાણીતી એવી ટિકટોક એપ્લીકેશનનો પણ સમાવેશ થાય છે. આ એપ્લિકેશન ભારતીયોને ખૂબ અનુકુળ આવી ગઈ હતી. કેટલાક લોકો પોતાની ટેલેન્ટને ટીકટોકના માધ્યમથી દર્શાવતા હતા અને તેવા લોકોને ટીકટોક સ્ટાર્સ પણ કહેવામાં આવતા હતા. પણ ત્યાર બાદ ભારત પાસે તેની પોતાની આવી કોઈ શોર્ટ વિડિયો એપ્લિકેશન નહોતી જે લોકોને ટીકટોક જેવું મનોરંજન પુરુ પાડી શકે. પણ હવે વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારતને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં જ એક નવી મનોરંજ એપ લોન્ચ કરવામાં આવી છે. જેનું નામ છે મોબીસ્ટાર.

ગુજરાતીઓ માટે ખાસ વાત એ છે કે આ એપ્લિકેશન ગુજરાતની પ્રથમ વિડિયો એપ્લિકેશન છે. જે મેક ઇન ઇન્ડિયાના ખ્યાલને સાર્થક કરી રહી છે. મોબીસ્ટાર લોકોને એક એવું પ્લેટફોર્મ પુરુ પાડી રહી છે જે દરેક ઉંમરના લોકો માટે અનુકુળ છે. આ એપ દ્વારા લોકો પોતાની ટેલેન્ટને ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ પ્રદર્શિત કરી શકશે.

image source

ઘણા લોકો ટીકટોકના કારણે ખૂબ જ ફેમસ બની ગયા હતા અને રાતોરાત લાખોપતિ પણ બની ગયા હતા. ટીકટોક બંધ થવાના કારણે તે લોકોને નિરાશ થવાનો વારો આવ્યો હતો પણ હવે મોબીસ્ટાર થકી તેઓ પોતાની ટેલેન્ટને ફરી પ્રદર્શિત કરી શકશે અને પોતાનું ખોવાયેલું ફેન ફોલોઇંગ પાછું મેળવી શકશે.

એપ્લિકેશનના આ ફિચર્સ છે આકર્શક

અમદાવાદ ખાતે આ એન્ટરટેનમેન્ટ એપને લોન્ચ કરવામાં આવી છે. અને આ લોન્ચિંગમાં ઘણા બધા જાણિતા સોશિયલ મિડિયા ઇન્ફ્લુએન્સર્સ હાજર રહ્યા હતા. બીજી કેટલીક એપ્લિકેશન હાલ અવેલેબલ છે પણ તેની સરખામણીએ મોબીસ્ટારમાં વિડિયો એડિટિંગના કેટલાક ફીચર્સ ઘણા આકર્ષક છે. અને તેમાં ખાસ સાત એપ્લિકેશન ફીચર્સ ચાઇનીઝ એપ્લિકેશનનમાં જે હતા તે અહીં એડ કરી લેવામાં આવ્યા છે.

image source

જાણીતા ગુજરાતી વિડિયો ક્રીએટર્સ વિડિયો બનાવે છે

ગુજરાતમાં બનેલી મોબીસ્ટાર એપ્લિકેશનના ફાઉન્ડર્સમાંના શૈલેષ વસાણી અને મનોજ શેંઘાણી જણાવે છે કે તેમણે આ એપ્લિકેશનને તૈયાર કરતી વખતે ખાસ કરીને વડાપ્રધાન દ્વારા પ્રેરિત આત્મનિર્ભર ભારતને ધ્યાનમાં રાખ્યું છે. તેઓ જણાવે છે કે આ એપ્લિકેશન દરેક વયજૂથ માટે યોગ્ય છે. તમને જણાવી દઈએ કે આ સેગમેન્ટમાં ગુજરાતમાંથી આ પ્રથમ એપ્લિકેશન છે. આ એપ્લિકેશનમાં ગુજરાતના જાણીતા વિડિયો ક્રિએટર્સ વિડિયોઝ બનાવી રહ્યા છે. અને જાણીતી હસ્તીઓ મોબીસ્ટાર પર એક્ટિવ થઈ રહી છે. અહીં આ એપ્લિકેશન દ્વારા લોકોને અઢળક મનોરંજન મળી રહેશે. તેમને તેમના રસ પ્રમાણેની વિડિયોઝ જોવા મળશે. અને તેમાં સમાવિષ્ટ ફિચર્સ લોકોને ખૂબ આકર્ષિત કરશે.

image source

તેમણે જ્યારે આ મોબીસ્ટાર એપ્લિકેશનને લોન્ચ કરવાનું નક્કી કર્યું ત્યારે તેમણે પોતાના આ કાર્યક્રમમાં આશરે 110 જેટલા સોશિયલ મિડયા ઇન્ફ્લ્યુએન્સર્સને પણ હાજર રાખવાનું નક્કી કર્યું અને તેઓ હાજર રહ્યા પણ ખરા. આ ઉપરાંત કેટલાક કલાકારોએ પણ મહેમાન તરીકે હાજરી આપી હતી.

image source

માત્ર 20 દિવસમાં જ 1 લાખ ઉપર રજિસ્ટ્રેશન થયા

કપિલ વસાણી જણાવે છે કે તેમણે આ એપ્લિકેશન ગુજરાત તેમજ ભારતના ટેલેન્ટને સમગ્ર વિશ્વ સ્તરે પ્રદર્શિત કરવા તેમજ પોપ્યુલર કરવા માટે બનાવી છે. ભારતની સાથે સાથે આ એપ્લિકેશન, લંડન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા, યુગાન્ડા, જર્મની, ઇઝરાયેલ, સ્પેન, આફ્રિકા, દુબઈ, ફ્રાન્સ, સ્વીડન જેવા દેશોના લોકો પણ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે. અને માત્ર 20 જ દિવસમાં તેમની આ એપ્લિકેશનને 1.25 લાખ લોકોનું રજિસ્ટ્રેશન મળ્યું છે. જેમાં આઈઓએસ તેમજ એડ્રોઇડ યુઝર્સનો પણ સમવેશ થાય છે. અને 20 દિવસમાં તેમની એપ્લિકેશને 2.25 લાખ કરતાં વધારે વિડિયોઝ પ્રાપ્ત કર્યા છે.

image source

આ એપ્લિકેશનનું લોન્ચિંગ રવિવારના રોજ કરવામા આવ્યું હતું. અહીં પ્રિ દિવાળી સેલિબ્રેશન પણ યોજવામાં આવ્યું હતું અને આ સેલિબ્રેશન થકી વિડોય ક્રિએટર્સનો ઉત્સાહ પણ વધારવામા આવ્યો હતો. આ લોન્ચિંગને ઓર વધાર વાઇબ્રન્ટ બનાવવા માટે પ્રોગ્રામમાં હેમમેડ રંગોળી કમ્પિટિશન પણ રાખવામા આવી હતી. અને તેના વિજેતાને કેશબેક પ્રાઇઝ પણ આપવામા આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.