જ્યારે ચાહકોએ ટીવીની આ નાગિનને પૂછી લીધું શું તમે પ્રેગનન્ટ છો? ત્યારે જવાબમાં સાંભળવા મળ્યું કંઇક એવું કે…

કરીના કપૂર અને અનુષ્કા શર્માએ થોડા દિવસ પૂર્વે જ જાહેર કર્યું છે કે એમના ઘરે એક નાનું મહેમાન આવવાનું છે. એ વચ્ચે હવે એવી ચર્ચા વહેતી થઈ છે કે ટેલિવિઝન જગતના જાણીતા કપલ અનિતા હસનંદાની અને રોહિત રેડ્ડી પણ આવી જ ખુશખબરી આપી શકે છે. ફેન્સને સતત કમેન્ટ કરતા જોઈ આખરે રોહિત રેડ્ડી એ આ સવાલનો જવાબ આપ્યો છે.

image source

વાત જાણે એમ છે કે પાછલા દિવસોમાં રોહિત રેડ્ડીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો. જેમાં અનિતાને જોઈને એમના ફેન્સએ અંદાજો લગાવવાનો શરૂ કરી દીધો કે અભિનેત્રી પ્રેગ્નન્ટ છે. આ વીડિયોમાં અનિતા ઢીલા ઢીલા કપડામાં દેખાઈ રહી હતી અને એનું વજન પણ ઘણું વધેલું જણાઈ રહ્યું હતું. અનિતાનો આ વીડિયો સામે આવ્યા પછી હવે એમની એક બીજી પોસ્ટ પણ ઘણી ચર્ચામાં છે.

નવી પોસ્ટમાં અનિતા અને રોહિત રેડ્ડી બન્ને છે. આ પોસ્ટની સાથે એમને કૅપશનમાં લખ્યું છે કે “વર્ષ 2021 તરફ હું જોઈ રહી છું. સુપર એક્સઆઇટેડ” અનિતાનું આ કેપ્સન જોઈ એમના ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે કે આવતા વર્ષે એમના ઘરે એક નાનું મહેમાન આવશે.

 

View this post on Instagram

 

A post shared by Rohit Reddy (@rohitreddygoa) on

ફેન્સ દ્વારા સતત કમેન્ટ થઈ રહી હોવાના કારણે એક વેબસાઈટના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રોહિત રેડ્ડીએ કમેન્ટ કરી છે કે ” અરે 202આ વેકસીન આવી જશે ને એટલે ” રોહિત રેડ્ડીના કમેન્ટ પર તેની પત્ની એની અનિતાએ લખ્યું છે કે “ગુડ વન બેબી”

image source

ફેન્સ અનિતાના પ્રેગ્નન્ટ હોવાના તુક્કા લગાવી રહ્યા છે. જો કે અનિતા કે રોહિત બેમાંથી કોઈએ એ વાતનો ખુલાસો કરે એવો કોઈ ફોટો કે વિડીયો પોસ્ટ કરી પોતાના માતાપિતા બનવાની ખબર આપી નથી.

image source

અનિતાના સિરિયલની વાત કરીએ તો એ નાગીન 4 માં દેખાઈ હતી. તેને વિશાખાનું પાત્ર ભજવ્યું હતું. અનિતા ઘણા બધા મોટા ટીવી શોમાં કામ કરી ચુકી છે. ટીવી કવીન એકતા કપૂર એની ખાસ મિત્ર છે. એ બાલાજી પ્રોડક્શનની ઘણી ટીવી સિરીયલનો ભાગ રહી ચુકી છે.

image source

અનિતા યે હે મ્હોબબતે, કાવ્યંજલી, ક્યુકી સાસ ભી કભી બહુ થી અને કસમ જેવી સીરિયલમાં કામ કરી ચુકી છે . આ સિવાય અનિતાએ નચ બલિયે અને ખતરા ખતરા જેવા રિયાલિટી શોમાં પણ દેખાઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span