આ લવ સ્ટોરી તો વાંચો, જેમાં 24 વર્ષના પૌત્રએ 65 વર્ષના દાદી સાથે કર્યા લગ્ન, અને પછી

પ્રેમ એ દરેક વસ્તુ માટે મૂળભૂત છે. પ્રેમ અંધ હોય છે અને એક ક્ષણ માટે આપણે આ વાક્યનો ઉપયોગ લોકોમાં ઓળખી ન શકતા સ્પષ્ટ ખામીઓને કાઢવા માટે કરીએ છીએ. પ્રેમીઓ સત્યથી અજાણ હોય છે અને તેથી તેઓને જે ઠીક લાગે છે તે કરતા હોય છે. લગ્ન એ એક પ્રક્રિયા છે જેમાં બે લોકો તેમના જીવનનો નવો ભાગ શરૂ કરવા માટે ભેગા થાય છે. લગ્નની પ્રક્રિયા સંસ્કૃતિઓ, ધર્મો અને સમુદાયો સાથે જોડાયેલી છે. લગ્ન એ જીવનનો એક ભાગ છે અને તે આપણા જીવનમાં પ્રેમ, જવાબદારી અને પૈસા જેવી થોડી બાજુઓ બદલી નાખે છે. તમે કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરી શકતા નથી જો તમે તેને પ્રેમ ન કરો.

image source

આપણા સમાજના ઘણા લોકો લવ મેરેજમાં વિશ્વાસ કરે છે, કારણ કે આ પ્રકારનાં લગ્ન બે વ્યક્તિઓ વચ્ચેની સમજ અને તેમના પરિવારમાં સમાધાન પર આધારિત છે. તેઓ સુખ અને શાંતિમાં પણ જીવે છે, કારણ કે તેઓએ શરૂઆતથી જ એકબીજાને પસંદ કર્યા હતા. અહીં તમને એક પ્રેમલગ્નનો જ પણ થોડો અચરજ પમાડે તેવો કિસ્સો બતાવવા જઇ રહ્યા છીએ. આવો જાણીએ વિગત.

image source

દુનિયામાં આવી ઘણી ઘટનાઓ છે, જે લોકોને આશ્ચર્યચકિત કરે છે. ઘણા પ્રકારના સંબંધો જોવા મળે છે. પરંતુ આવા કેટલાક કિસ્સા પણ છે, જેને જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આવો જ એક કિસ્સો ઇન્ડોનેશિયામાંથી સામે આવ્યો છે. અહીં રહેતી ૬૫ વર્ષીય મહિલાએ પુત્ર જેવા પુરુષને દત્તક લીધો. તે પછી જ્યારે તે ૨૪ વર્ષનો હતો ત્યારે તેણે તેના પુત્ર સાથે લગ્ન કર્યા. આ અનોખી લવ સ્ટોરી દુનિયાનું ધ્યાન આકર્ષિત કરી રહી છે.

image source

આ અનોખી લવ સ્ટોરી ઇન્ડોનેશિયાથી બહાર આવી છે. અહીં રહેતા ૬૫ વર્ષીય માબાહ ગમ્બ્રનગના લગ્ન ૨૪ વર્ષના અર્દી વરસ સાથે થયા હતા. માબાહએ અર્દીને દત્તક લીધો હતો. માબાહ તેના પુત્ર સાથે એકદમ ખુશ હતી. પરંતુ તેને શું ખબર હતી કે આ માતા-પુત્રનો સંબંધ જલ્દી બદલાવા જઈ રહ્યો છે. માબાહએ એક દિવસ અર્દીને સમજાવ્યું કે હવે તેણે લગ્ન કરી લેવા જોઈએ. વ્રુધ્ધ માબાહ તેને જીવન સાથી શોધવાની સલાહ આપી રહી હતી. પરંતુ માબાહને ક્યાં ખબર હતી કે અર્દીનો હેતુ તેની સાથે લગ્ન કરવાનો છે.

image source

માબાહને ત્યારે આઘાત લાગ્યો જ્યારે અર્દીએ કહ્યું કે તે તેની સાથે લગ્ન કરવા માંગે છે. પહેલા તો માબાહ તેના પર વિશ્વાસ ના કરી શકી, પરંતુ થોડા સમય પછી તે બંને એક બીજાના પ્રેમમાં પડી ગયા. આ પછી બંનેએ એક સમારોહમાં લગ્ન કર્યા. ઈન્ડોનેશિયાની ઇસ્લામિક લગ્નની વિધિ મુજબ છોકરો લગ્ન સમયે કન્યાને દહેજ આપે છે.

image source

અર્દી એ માબાહને દહેજમાં રૂ .૫૩૯ આપ્યા હતા. આ કપલના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ કપલ સાથે મળીને ખૂબ ખુશ લાગે છે. આ મેળ ન ખાતા લગ્ન પર લોકોએ ઘણી ટિપ્પણી કરી. લોકો આશ્ચર્યચકિત થાય છે અને ખરેખર પ્રેમથી અંધ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.