શું તમે હજી પણ માર્કેટમાં મળતું પાતળું હેર ઓઈલ નાખો છો ? તો વાંચો આ માહિતી…

વાળની સુંદરતા માટે હાલ પાશ્ચાત્ય જગત તેલના મહત્ત્વને સમજી રહ્યું છે તેના કરતાં આપણે ભારતીયો એક પગલું આગળ છીએ. આપણી સંસ્કૃતિ તેમજ પરંપરા પ્રમાણે આપણે જાણીએ છીએ વાળમાં તેલનું મસાજ એ સુંવાળા, લાંબા, ઘેરા વાળ માટે આશિર્વાદરૂપ છે. પણ શું આજે આપણે તે જ જુની શુદ્ધતા તેલમાં ધરાવીએ છીએ ખરા ?
ઝડપી ગતિએ બદલાતી જતી આપણી જીવનશૈલીમાં આપણી, શુદ્ધ તેલની પરંપરા કે જે વર્ષોથી આપણી માતા તેમજ નાની-દાદીની પેઢીઓથી ચાલતી આવી છે તેને ક્યાંય પાછળ છોડી દીધી છે. બજારમાં આપણને સુંગંધના તો ઘણા બધા વિકલ્પ મળી ગયા છે, કારણ કે આપણે તેની તરફ જ વધારે આકર્ષાઈએ છીએ. પણ લાંબા ગાળે, આપણને તેમાંથી શું મળી રહ્યું છે ?

image source

કેટલાક સંશોધન દ્વારા કેટલીક હકીકતો સામે આવી રહી છે. બજારમાં મળતાં પાતળા તેલની સરખામણીમાં ઘાટા તેલને વધારે ગુણવાળુ તેમણ પોષણ યુક્ત માનવામાં આવ્યું છે. તેથી પણ વધારે મહત્ત્વનું એ છે કે તે આપણી હાલની મોડર્ન લાઇફસ્ટાઇલ માટે વધારે યોગ્ય છે.

1. ઘાટા તેલમાં સમાયેલો ફેટી એસિડમાં માથામાં વધારે ઉંડા ઉતરવાની ક્ષમતા હોય છે. હાલના કેટલાક અભિપ્રાયોથી તદ્દ્ન વિરુદ્ધ, જો તમારી પાસે સમય ઓછો હોય તો, તમને ચીકણા તેલમાંથી જેટલું પોષણ મળે છે તેટલું પોષણ તમને હળવા નોન-સ્ટિકી તેલમાંથી મળતું નથી.
તેનું આણવિક બંધારણ તેને તમારી ખોપરીના અંદરના સ્નાયુઓ સુધી પહોંચવામાં મદદ કરે છે, અને તેને અંદરથી ભેજ પુરો પાડે છે. જો તમે આ તેલથી માત્ર અરધો કલાક મસાજ કરશો તો તમારી ખોપરીમાંના લોહીનું ભ્રમણ પણ વધારશે, જે તમારા વાળના કોષોને એક ધક્કો આપશે અને તમારા વાળ વધવાની પ્રક્રિયાને પુનઃ ચક્રિમાન કરશે.

image source

2. જો તમે સ્મૂધ-શાઇની વાળ ઇચ્છતા હોવ તો તમારા વાળ નીચેની જે ત્વચા છે તે બંધ હોવી જરૂરી છે. આમ કરવા માટે, તમારી ત્વચાને ભેજની જરૂર પડે છે. આધુનિક હેર સ્ટાઇલિંગ પ્રપોડક્ટો અને બ્યૂટિ ટ્રીટમેન્ટ્સ તમારી ત્વચાને ઉંચકે છે. ઘાટુ તેલ આવા સમયે તમને અત્યંત મદદરૂપ થાય છે. તે તમારા વાળને કન્ડીશન પુરુ પાડે છે અને ખોપરીની ત્વચાને બંધ કરે છે અને આમ થતાં તમારા વાળ સ્મૂધ અને શાઈની બને છે.

image source

3. ઘાટા તેલ, ખોપરીમાં ભેજને સંઘરી રાખે છે, તેના માટે તમારે તેની સ્નિગ્ધતા એટલે કે ચિકાશનો આભાર માનવો જોઈએ. તેનો અર્થ એ થાય છે કે તમારે તેનો અન્ય હળવા નોન સ્ટિકિ તેલની જેમ અવારનવાર ઉપયોગ કરવાની જરૂર નથી. કારણ કે તમારા વાળ પહેલાના તેલ મસાજમાંથી જ પુરતું મમોઇશ્ચરાઇઝર મેળવતું હોય છે. અને તે તો તમારી અતિ વ્યસ્ત જીવનશૈલી માટે બીલકુલ યોગ્ય કહેવાય.

Almond Oil Benefits and Side Effects - Almond Oil Uses
image source

4. જ્યારે આપણે આજના આધુનિક દિવસોના કારણે થતાં નુકસાનની વાત કરીએ છીએ ત્યારે પ્રદૂષણ અને વધારે પડતી સ્ટાઇલિંગથી થતાં નુકસાનને દૂર કરવા તમારે ઘાટા ચીકણા તેલનો જ સહારો લેવો પડે છે. તેનું ઘાટ્ટાપણું તમારા વાળને એક રક્ષણાત્મક આવરણ પુરુ પાડે છે જેનાથી તમારી ખોપરીની ચામડી બંધ રહે છે અને તે દ્વારા તે તમારા વાળના આંતરિક આવરણને પણ ધૂળ રહિત રાખવામાં મદદ કરે છે. માત્ર આટલું જ નહીં, તેની સાથે સાથે તે તમારા વાળ પર એક રક્ષણાત્મક આવરણ બનાવી તમારા વાળને ટૂટતા તેમજ તેને બે-મોઢા વાળા થતાં અટકાવે છે.

image source

માટે જો તમે ઇચ્છતા હોવ કે હેર ઓઇલમાંથી તમને પૂરતો ફાયદો મળી રહે તો સૌપ્રથમ તો તમારે યોગ્ય તેલ પસંદ કરવાની જરૂર છે જે તમને વાસ્તવમાં પોષણ પુરુ પાડે.
તમારે તમારા વાળને ધ્યાનમાં રાખી ઘાટા-ચીકણા તેલની પસંદગી કરવાની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.