તાજેતરના અહેવાલ પ્રમાણે કોરોનાવાયરસ – પોઝિટિવ ઐશ્વર્યા રાય બચ્ચન આરાધ્યા બચ્ચનને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

લગભગ અઠવાડિયા પહેલાં અમિતાભ બચ્ચન, અને ત્યાર બાદ અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પિતા-પુત્ર બન્નેને તરત જ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા. તેના બીજા દિવસે, એ પણ કન્ફર્મ થયું હતું કે અભિષેકની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન દીકરી આરાધ્યા પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. પણ તેમને ઘરમાં જ કોરેન્ટાઇન કરવામા આવ્યા હતા કારણ કે તેમના લક્ષણો ખૂબ જ હળવા હતા. જ્યારે જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. તાજેતરના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે ઐશ્વર્યા અને આરાધ્યા બન્નેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

IMAGE SOURCE

બીજા એક અહેવાલ પ્રમાણે ઐશ્વર્યા અને આરાધ્યાને તાવની ફરિયાદ રહેતી હતી અને ત્યાર બાદ તેમને તરત જ હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. 12મી જુલાઈના દિવસે એટલે કે અભિષેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બીજા દિવસે ઐશ્વર્યા અને આરાધ્યાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. અને તે વખતે તેમનામાં ખૂબ જ હળવા લક્ષણો જોવા મળ્યા હોવાથી તેમણે ઘરે જ કોરેન્ટાઇન રહેવાનું નક્કી કર્યુ હતું. ત્યાર બાદ બીએમસી તેમની સ્થિતિ જણાવી હતી અને જરૂરી પગલા લઈ રહ્યા હોવાની વાત પણ કહી હતી. જ્યારે બાકીનું ફેમિલિ એટલે કે જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અભિષેકે પોતાના ફેન્સને તેમની હેલ્થની ચિંતા કરવા બદલ તેમજ તેમના માટે પ્રાર્થના કરવા બદલ આભાર પણ માન્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

હોસ્પિટલના એક સ્રોત દ્વારા થોડા દિવસ પહેલાં જાણવા મળ્યું હતું કે પિતા-પુત્ર સારવારને સારી રીતે રિસ્પોન્ડ કરી રહ્યા છે અને તેમને કોઈ જ ગંભીર ટ્રીટમેન્ટની હાલ જરૂર પડી નથી. અભિષેક અને અમિતાભને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હતા અને ક્લીનીકલી તે લોકો સ્ટેબલ છે. હાલ, તેમને કોઈ પણ જાતની ગંભીર સારવારની જરૂર પડી નથી. તેઓ સામાન્ય દવાઓને જ સારી રીતે રીસ્પોન્ડ કરી રહ્યા છે. તેમની તબિયત હાલ સુધારા પર છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

અમિતાભ પોતે દાખલ થયેલા છે તે હોસ્પિટલનો ખૂબ આભાર માન્યો હતો. માત્ર તેમનો જ નહીં પણ ફ્રન્ટલાઈન વોરિયર્સ એટલે કે હેલ્થવર્કર્સ, નર્સ તેમજ ડોક્ટર્સનો પણ આભાર માનતી એક લાંબી વિડિયો તૈયાર કરીને તેમણે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

અભિષેક બચ્ચન અને અમિતાભની તબિયત સામાન્ય જણાવવામાં આવી છે. બિગ બી તો સોશલ મિડિયા દ્વારા પોતાના ફેન્સના એકધારા સંપર્કમાં પણ છે. તાજેતરમાં તેમણે ટ્વીટ કરીને પોતાના ફેન્સને એક ઇમોશનલ નોટ પણ લખી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું હતું, ‘સુખમાં, બીમારીમાં, તમે અમારી ખૂબ નજીક અને વાહલા રહ્યા છો, અમારા શુભચિંતક, અમારા ફેન્સ તમે હંમેશા અમને તમારો ઉદાર પ્રેમ આપ્યો, સ્નેહભરી સંભાળ અને પ્રાર્થનાઓ. અમે તમારા બધા પ્રત્યે અમારી કૃતજ્ઞતા અને આભાર વ્યક્ત કરીએ છીએ. આ સ્થિતિમાં હોસ્પિટલનો પ્રોટોકોલ, પ્રતિબંધ !’