ઐશ્વર્યાના બ્લાઉઝ વગરની સાડીમાં જોતાં મચી ગયો હતો હોબાળો, તસવીરો જોઇને તમે પણ….

ઐશ્વર્યાના બ્લાઉઝ વગરની સાડીમાં જોતાં મચી ગયો હતો હોબાળો

ઐશ્વર્યા આજે ઘણી ઓછી ફીલ્મોમાં જોવા મળે છે તેમ છતા તેના ચાહક વર્ગમાં કોઈ જ ઘટાડો નથી થયો. ઐશ્વર્યાની ગણતરી વિશ્વની સૌથી સુંદર સ્ત્રીઓમાં કરવામા આવે છે. અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેના ઘણા બધા ફેન્સ છે. દરેક અભિનેત્રીઓ પોતાની કેરિયના કોઈને કોઈ મુકામે ચર્ચાનો વિષય બનતી હોય છે. ઐશ્વર્યાનું જીવન પણ ઘણું ચર્ચાસ્પદ રહ્યું છે, પહેલાં તો તેણીના સલમાન ખાન સાથેના લવ અફેર્સને લઈને અને પછી એક વિવાદાસ્પદ ફોટો શૂટના કારણે. તેણીએ વર્ષો પહેલાં સાડીમાં એક ફોટોશૂટ કરાવ્યું હતું પણ તેમાં તેણીએ બ્લાઉઝ નહોતો પહેર્યો અને તેના કારણે ભારે હોબાળો મચી ગયો હતો.

image source

અવારનવાર અભિનેત્રીઓના વસ્ત્રોના કારણે તેમજ તેમના ચિત્ર વિચિત્ર ફોટોશૂટના કારણે વિવાદો ઉભા થતા રહે છે. અને જ્યારે કોઈ સ્ત્રીને સાડીમાં જોવામાં આવે પણ બ્લાઉઝ વગર તો તે થોડું અજુગતું લાગે છે. હજુ થોડા દિવસો પહેલાંની જ વાત છે, ભારતીય અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ કે જે આજે એક ઇન્ટરનેશનલ સ્ટાર બની ગઈ છે તેવી પ્રિયંકા ચોપરાએ પણ બ્લાઉઝ વગર સાડી પહેરીને ફોટોશૂટ કરાવ્યું હતું અને એક વિવાદ ઉભો થઈ ગયો હતો.

image source

જો કે ઐશ્વર્યાએ જ્યારે આવું ફોટોશૂટ કરાવ્યું ત્યારે પ્રિયંકા જેટલો વિવાદ નહોતો સર્જાયો કદાચ તે લકી રહી હતી, આ વાત 2003ની સાલની છે. તે સમયે ઐશ્વર્યા બંગાળી ફિલ્મ ચોખેર બાલી કર રહી હતી. જે એક પિરિયડ ડ્રામા ફિલ્મ હતી. અને તે પ્રમાણે જ ફિલ્મના કલાકારોને વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં ઐશ્વર્યા અદ્ભુત લાગી રહી છે અને તેમાં તેણીએ સુંદર સાડીઓ પહેરી હતી પણ બધી જ બ્લાઉઝ વગર અને તેના કારણે લોકોનું ધ્યાન વધારે આકર્ષાયું હતું. આ ફિલ્મમાં ઐશ્વર્યાના વસ્ત્રોને બંગાળી પાશ્ચાત્યને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યા હતા. ફિલ્મ ચોખેર બાલી મહાન કવિ તેમજ લેખક અને નોબેલ એવોર્ડ વિજેતા એવા રવિન્દ્રનાથ ટાગોરની નવલકથા પર આધારિત ફિલ્મ હતી. આફિલ્મમાં ઐશ્વર્યા મુખ્ય પાત્ર નિભાવી રહી હતી. તેમાં તેણી એક વિધવા મહિલા બની હતી. ફિલ્મના કોશ્ચ્યુમ બંગાળી ડિઝાઈનર જોય મિત્રાએ ડિઝાઈન કર્યા હતા.

image source

આ નવલકથાનો સમય અંગ્રેજોનું જ્યારે ભારતમાં શાસન ચાલતુ હતું તે વખતનો છે. અને તે વખતે બંગાળમાં સ્ત્રીઓ બ્લાઉઝ વગરની સાડીઓ પહેરતી હતી. જોકે તે વખતે બંગાળમાં ઘણા બધા અંગ્રેજો પણ રહેતા હતા અને અંગ્રેજ સ્ત્રીઓ સંપૂર્ણ વસ્ત્રોમાં જોવા મળતી તો બીજી બાજુ અંગ્રેજોનું ભારતીય મહિલાઓનું આ રીતે સાડી પહેરવી જરા પણ પસંદ નહોતી. અને તેને લઈને તેમણે એક ચળવળ પણ શરૂ કરી હતી. જેને બંગાળી સોશિયલ રીફોર્મર જ્ઞાનંદિનીએ ટેકો આપ્યો હતો અને ધીમે ધીમે બંગાળી સ્ત્રીઓ સાડીને બ્લાઉઝ સાથે પહેરવા લાગી હતી.

image source

લોકોને આ ફિલ્મમાં ઐશ્વર્યા ખૂબ ગમી હતી. આ ફિલ્મમાં ઐશ્વર્યા લગભઘ નો મેકઅપ લૂકમાં જોવા મળી હતી. તો બીજી બાજું જ્યારે તાજેતરમાં પ્રિયંકા બ્લાઉઝ વગરની સાડીમાં ફોટો શૂટ કરતી જોવા મળી ત્યારે લોકોએ તેણીને ખૂબ ટ્રોલ કરી.