આવાકાડો સ્મુધિ – ટેસ્ટ માં બેસ્ટ અને હેલ્ધી એવી “આવાકાડો સ્મુધિ” બનાવવાની પરફેક્ટ રીત

ટેસ્ટ માં બેસ્ટ અને હેલ્ધી એવી “આવાકાડો સ્મુધિ” બનાવવાની પરફેક્ટ રીત:

સામગ્રી:

  • દૂધ: ૧ કપ
  • હેવી ક્રીમ: ૧/૪ કપ
  • કાજુ: ૨ ચમચી
  • ખાંડ: ૨ ચમચી
  • આવાકાડો: ૧ નંગ
  • બદામ ની કતરણ: ગાર્નીશીંગ માટે

રીત:

સૌ પ્રથમ આપડે આવાકાડો ને કટ કરીશું. જેના માટે આવાકાડો ના ૧ સાઈડ પર થી ચપ્પુ ની મદદ થી કાપો મૂકી અને એને કટ કરો.

આવાકાડો ને સ્લાઈસ કરી લીધા બાદ તેને ચમચી ની મદદ થી આવાકાડો ને કાઢી અને મિક્ષર જાર માં લઇ લો

હવે મિક્ષર જાર માં સૌથી પેહલા કાજુ નાખીશું, ત્યાર બાદ તેમાં ખાંડ, હેવી ક્રીમ અને દૂધ એડ કરી લઈશું.

હવે મિક્ષર ના જાર ની લીડ ને બંધ કરી અને તેને બ્લેન્ડ કરી લઈશું. તમે ચાહો તો તેમાં બરફ પણ નાખી શકો છો.

૧-૨ મિનીટ બ્લેન્ડ કર્યા બાદ આપડી આવાકાડો સ્મુધિ સર્વ કરવા માટે રેડી છે.

તેને એક કાચ ના ગ્લાસ માં સર્વ કરો અને ઉપર થી બદામ ના ટુકડા નાખી ઠંડી સ્મુધિ ને સર્વ કરો

વિડીયો માટે ની લીંક:


The Mommie Universe ને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરો👇🏼👇🏼

https://instagram.com/the.mommie.universe?igshid=itb0c3dm1bej

રસોઈ ની રાણી: દર્શિતા પટેલ (અમેરિકા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.