સાવ ઓછા પૈસામાં ફરી લો પ્રાકૃતિક સુંદરતાથી ભરપૂર આ સ્થાનો પર, એક વખતની મુલાકાત બની રહેશે કાયમી સંભારણું

ઉત્તરાખંડ ભારતના પ્રાકૃતિક સુંદરતા ધરાવતા સૌથી લોકપ્રિય જગ્યાઓ પૈકી છે. અહીંની નૈસર્ગીક ખુબસુરતી મનને મોહી લે તેવી છે. આ રાજ્યની આ વિશેષતાને કારણે જ અહીં અન્ય રાજ્યોની સરખામણીએ વધુ અને લગભગ વર્ષભર પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. ત્યારે આજના આ પ્રવાસ સંબંધિત લેખમાં અમે આપને ઉત્તરાખંડના અમુક ખુબસુરત સ્થાનો વિષે જણાવીશું જેને તમે તમારા ટ્રાવેલ લિસ્ટમાં શામેલ કરી શકો છો. આ સ્થાનો એવા છે કે જ્યાંની એક વખતની મુલાકાત તમારા માટે કાયમી સંભારણું બની રહેશે. તો ક્યા છે ઉત્તરાખંડના એ ફરવાલાયક સ્થાનો આવો જાણીએ.

નૈનિતાલ

image source

નૈનિતાલ ઉત્તરાખંડના કુમાઉં મંડલમાં સ્થિત છે. નૈનિતાલને તળાવોના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંની ખુબસુરત પહાડી જગ્યાઓએ જોઈને તમને કુદરતી તાજગીનો અનુભવ થશે. બાબા નીંબ કરૌરી મહારાજની પ્રસિદ્ધ કૈંચી ધામ પણ આ નૈનિતાલ જિલ્લામાં જ આવેલું છે. નૈનિતાલમાં દર વર્ષે હજારોની સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે.

અલ્મોડા

image source

અલ્મોડાની બાલ મીઠાઈ વિષે કદાચ તમે પહેલા સાંભળ્યું હશે. પરંતુ માત્ર બાલ મીઠાઈ માટે જ નહિ પણ ઉત્તરાખંડની સૌથી સુંદર રમણીય જગ્યાઓ પૈકી પણ એક છે જો કે અહીંની બાલ મીઠાઈ પણ દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે. એ સિવાય અહીં અમુક પ્રસિદ્ધ ધાર્મિક સ્થાનો પણ આવેલા છે.

ઔલી

image source

તમને કોઈ એમ કહે કે ભારતના કોઈ એવા સ્થાનનું નામ કહો જ્યાંનું વાતાવરણ સ્વીત્ઝર્લેન્ડ જેવો અનુભવ કરાવે ? તો તમે કદાચ માથું ખંજવાળવા લાગશો કે વળી, ભારતમાં ક્યાં એવું સ્થાન આવેલું હશે ? પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ઔલીને ભારતના સ્વીત્ઝર્લેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઔલી ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું છે અને અહીં પણ પ્રવાસીઓનો સારો એવો ઘસારો રહે છે. ઔલીના મનમોહક પ્રાકૃતિક સ્થાનો તમે જોતા જ રહી જશો. ખાસ કરીને શાંત કુદરતી વાતાવરણ માણીને તમને અહીંથી જવાનું પણ મન નહિ થાય. જો તમારે ઉત્તરાખંડ બાજુ પ્રવસ કરવાનો પ્લાન થાય તો આ સ્થાનની મુલાકાત અવશ્ય લેવા જેવી છે.

ફૂલોની ઘાટી

image source

તમે જાણો છો ઉત્તરાખંડમાં એક ફૂલોની ઘાટી પણ છે. આ ફૂલોની ઘાટી ગઢવાલ ક્ષેત્રના ચમોલી જિલ્લામાં આવેલી છે. આ ખુબસુરત ઘાટી 87.50 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલી છે. એટલું જ નહિ વર્ષ 1982 માં યુનેસ્કોએ આ સ્થાનને રાષ્ટ્રીય ઉદ્યાન પણ જાહેર કર્યું હતું. ફૂલોની આ ઘાટીમાં 500 થી વધુ પ્રકારના ફૂલોની પ્રજાતિઓ જોવા મળે છે. ઉત્તરાખંડ આવવાનું હોય તો આ ફૂલોની ઘાટીની મુલાકાત તમારી યાત્રાને યાદગાર બનાવી દેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span