ભારતના આ મોલમાં મુકવામાં આવે છે ભગવાન રામની મૂર્તિ, સેલ્ફી લેવા માટે થાય છે લોકોના ટોળે-ટોળા, જાણો એવું તો શું છે ખાસ આ મૂર્તિમાં…

2020નું વર્ષ ઘણી બધી રીતે નિરાશાજનક સાબિત થયું છે. હજુ પણ કોરોના વાયરસની મહામારી અંકુશમાં નથી આવી પણ બેફામ થઈ રહી છે. વિદેશોમાં ઘણા બધા શહેરો તેમજ દેશોમાં ફરીથી લોકડાઉન લાદવામાં આવ્યા છે. અને બીજી બાજુ સંક્રમીત લોકોની તેમજ સંક્રમણથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સંક્રમણને વધતુ અટકાવવા માટે ભારત સરકાર દ્વારા માર્ચ મહિનાથી આખાએ દેશમા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. અને લગભગ બધા જ ધંધા સ્થગિત થઈ ગયા હતા. ધીમે ધીમે જ્યારે અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે સૌ પ્રથમ તો જરૂરી ધંધા રોજગારને જ ચાલુ કરવાની છૂટ આપવામાં આવી અને તે પણ તેની કેપેસિટી કરતાં ઓછા પ્રમાણમાં.

image source

મોલ તેમજ સિનેમાઘરો એક એવો બિઝનેસ છે જેમાં એક સાથે સેંકડો હજારો લોકો ભેગા થાય છે અને આવી મહામારીમાં આટલા બધા લોકોનું ભેગા થવું જરા પણ યોગ્ય નથી પણ હવે ધીમે ધીમે સરકારે મોલ્સ ખોલવાની પણ પરવાનગી આપી દીધી છે તેમ છતાં લોકો ચેતી રહ્યા છે અને ઓછી સંખ્યામાં મોલની મુલાકાત લઈ રહ્યા છે. પણ યુ,.પીના ગાઝિયાબાદના શહેરમાં આવેલા મોલમાં લોકોમાં પોઝિટિવિટિ લાવવા અને આકર્ષણ ઉભું કરવા માટે શ્રી રામની એક ભવ્ય મૂર્તિ મુકવામાં આવી છે.

image source

દિવાળીના અવસર પર લોકો ઘરની બહાર શોપિંગ માટે પણ નીકળી રહ્યા છે. હાલ ઉત્તર પર્દેશના ગાઝિયાબાદના એક મોલમાં ભગવાન રામની મૂર્તિ મુકવામા આવી છે અને તે લોકોમાં આકર્ષણ જમાવી રહી છે. લોકો આ મૂર્તિની આગળ ઉભા રહીને સેલ્ફી પણ લઈ રહ્યા છે. ગાઝિયાબાદના પેસિફિક મોલની અંદર ભગવાન રામની એક મોટી પ્રતિમા મુકવામાં આવી છે. આ પ્રતિમા લગભગ 8 ફૂટ મોટી છે. હાલ ભગવાન રામની આ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. આ પ્રતિમાની આસપાસ લાઇટિંગ પણ કરવામા આવી છે. સાથે સાથે આ પ્રતિમાને મોલમાં એ રીતે વચોવચ મુકવામાં આવી છે કે તે મોલના દરેક ભાગમાંથી દેખાઈ રહી છે.

image source

મોલ મેનેજમેન્ટનું કહેવું છે કે તેમનો પ્રયાસ એ છે કે લોકોને સારું ફીલ થાય. માટે મૂર્તિને લગાવવામાં આવી છે. મોલના મેનેજરે જણાવ્યું કે તેઓ દર વર્ષે તહેવારો પહેલાં જ કોઈ થીમ લઈને મોલની સજાવટ કરે છે. આ વખતે દશેરા તેમજ દિવાળી સુધી ભગવાન રામની મૂર્તિને મુકવામા આવી છે, જેથી કરીને લોકો થોડા ઉત્સાહમાં રહે.

ગ્રાહકગોને સકારાત્મક ઉર્જા ફીલ કરાવાનો ઉદ્દેશ

image source

તેમણે જણાવ્યું કે જે રીતે કોરોના વાયરસના કારણે માર્ચ મહિનાથી મોલ બંધ કરી દેવામાં આવ્યા હતા ત્યાર બાદ જ્યારે પાંચ મહિના બાદ મોલ ખોલવામાં આવ્યા તો ખૂબ જ ઓછી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. માટે મોલ મેનેજમેન્ટે જે લોકો મોલમાં આવે છે તેમને પોઝિટિવ એનર્જીનો અનુભાવ થાય તેવો પ્રયાસ કર્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.