વિશ્વની સૌથી ડરામણી હોટલ વિશે તમે સાંભળ્યું? ભૂત આવે છે પીરસવા, અંદર જાઓ એટલે લોહીવાળી છરીથી કરે સ્વાગત

આજે અમે તમને એક એવી રેસ્ટોરન્ટ વિશે જણાવીશું જ્યાં વેઇટર્સ નહીં પણ ભૂત દ્વારા ભોજન પીરસવામાં આવે છે. આ રેસ્ટોરન્ટમાં જે લોકો જમવા આવે છે તેઓ લાશ વચ્ચે ખાય છે. આ એકદમ સાચું છે કોઈ હવામાં વાતો કરવામાં નથી આવી રહી. આ ભૂત રેસ્ટોરન્ટ સ્પેનમાં છે અને આ રેસ્ટોરન્ટનું નામ લા માસિયા એન્કાન્ટાડા છે. આ ડરામણી રેસ્ટોરન્ટમાં જે લોકો જમવા આવે છે, તેનું લોહીથી દાંડીવાળા છરીઓથી સ્વાગત કરવામાં આવે છે.

ગ્રાહકોને ડરાવવાનું કામ

આ રેસ્ટોરન્ટના કર્મચારીઓ ભૂત પ્રેત બનીને કામ કરે છે. લોકો આ રીતે મનોરંજન કરે છે, સાથે સાથે રેસ્ટોરન્ટમાં કામ કરતા કર્મચારીઓ પણ આ રીતે ગ્રાહકોનું મનોરંજન કરવાનું પસંદ કરે છે. આ રેસ્ટોરન્ટમાં આવતા લોકોને પણ તે ડરાવવા માટે તમામ પ્રયત્નો કરે છે. આ રેસ્ટોરન્ટમાં 60 બેઠકો છે અને તમારે જો જમવા જવું હોય તો અગાઉથી બુકિંગ કરવું પડે છે. પરંતુ જો તમારું હૃદય કાચુ પોચુ છે, તો પછી તમે આ રેસ્ટોરન્ટમાં ન જતા.

આટલા લોકોને અંદર જવાની ચોખ્ખી મનાઈ

image source

આ રેસ્ટોરન્ટમાં આમ તો દરેક વ્યક્તિને આવવાની છૂટ હોય છે તેમ છતાં અહીં 14 વર્ષથી નાના બાળક અને હદય રોગથી પીડાતા દર્દીઓને પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ, અસ્થમાના દર્દીઓ અને વિકલાંગ વ્યક્તિઓને પણ અહીં પ્રવેશ નથી અપાતો. રેસ્ટોરન્ટમાં મોબાઈલ કેમેરા જેવી વસ્તુઓ લઇ જવાની પણ મનાઈ હોય છે.

જમવા માટેનું ટાઈમ ટેબલ પણ ત્રણ કલાક માટે ફિક્સ

image source

આ રેસ્ટોરન્ટમાં વેઈટર ભૂતની વેશભૂષા ધારણ કરી કસ્ટમરને જમવાનું સર્વ કરે છે તેમજ અહીં જમવા માટેનું ટાઈમ ટેબલ પણ ત્રણ કલાક માટે ફિક્સ છે. એ સિવાયની નોંધનીય બાબત એ છે કે અહીં કસ્ટમરો માટે બહુ વિશાળ જગ્યા નથી બસ 60 જેટલી સીટો છે. જયારે કસ્ટમર રેસ્ટોરન્ટમાં પ્રવેશે ત્યારે જ તેનું સ્વાગત કરવા એક વેઈટર ઉભો હોય છે જેના હાથમાં લોહી વાળી તલવાર સાથે તેને આવકારે છે. એ સિવાય અહીં જયારે કસ્ટમરો જમતા હોય છે એ દરમિયાન એક શો ચલાવવામાં આવે છે જેને જોવો ભલભલાને પરસેવો છોડાવી દે છે. શો માં ભૂત પ્રેત અને અન્ય ભયાનક ચીજ વસ્તુઓ બતાવવામાં આવે છે અને એવો પ્રયાસ કરવામાં આવે છે કે કસ્ટમરને એવો અનુભવ થાય કે તે ભૂત બંગલામાં જમવા માટે આવ્યો છે.

હોટલ શરૂ થવા પાછળની કહાણી

image source

17મી સદીમાં જોસેફ મા રિએસે માસિયા અને સૂરોકાએ માસિયા સેંટા રોજામાં બનાવ્યું. આગળ જતા આ સંપત્તિ પર પારિવારિક વિવાદ ઉભો થયો તેથી એક દિવસ સૂરોકા અને રિએસે સિક્કો ઉછાળીને આ વિવાદનો અંત લાવવા નિર્ણય કર્યો જેમાં રિએસ આ સંપત્તિ હારી ગયો. જો કે આખરે બન્ને આ સંપત્તિ છોડી અને પોતપોતાના પરિવાર સાથે અન્ય જગ્યાએ વસવાટ કર્યો. ત્યારબાદ લગભગ 200 વર્ષ સુધી આ સંપત્તિ ભેંકાર ખંડહર બની રહી. ત્યારબાદ વર્ષ 1970 મા સૂરોકા પરિવારે અહીં રેસ્ટોરન્ટ શરુ કર્યું. જો કે શરૂઆતથી આ રેસ્ટોરન્ટનો કોન્સેપટ ભૂત બાંગ્લા જેવો રાખવામાં આવ્યો કારણ કે સૂરોકા પરિવારને એમ લાગતું હતું કે આ જગ્યા શ્રાપિત છે માટે તેને ભૂતોના ઘર જેવી જ બનાવવામાં આવે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.