શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ફી અને શાળા ખૂલવાના જવાબમાં કહ્યું એવું કે….તમારા બાળકો માટે ખાસ જાણી લેજો નહિંતર…

ગાંધી જયંતિ નિમિત્તેના એક કાર્યક્રમમાં આજે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા હાજર રહ્યા હતા. આ સમયે તેમને શાળાની ફી મુદ્દે પૂછાયેલા સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું.

આ સાથે અનલોકમાં શાળા ખુલશે કે નહીં તે અંગે બોલવાનું ટાળ્યું હતું. જ્યારે શિક્ષણ મંત્રીને એક જ સવાલ વારેઘડી પૂછાયો ત્યારે તેઓએ કહ્યું કે સિલેબસ બહારનું નહીં…સિલેબસ બહારનું નહીં…સિલેબસ બહારનું નહીં… નહીં તો હું નીકળી જઇશ. દરરોજ એકનો એક વિષય ચલાવવાનો… આ સાથે જ તેઓએ રાજ્યમાં સ્કૂલ ખુલવાને લઇને બોલવાનું ટાળ્યું હતું.

આ અગાઉ પણ ફી મુદ્દે ચર્ચામાં રહ્યા હતા શિક્ષણમંત્રી

ગુજરાતના શિક્ષમમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 30 સપ્ટેમ્બરે ગુજરાત કેબિનેટની મિટીંગ બાદ શાળાની ફીમાં કરી 25 ટકા રાહતની જાહેરાત કરી છે. ત્યારે હવે રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે ફી મુદ્દે નવો ઠરાવ રજૂ કર્યો છે. સરકાર દ્વારા અપાયેલી ફી રાહત મુદ્દે તાકિદનો ઠરાવ રજૂ કર્યો છે. જેમાં 31 ઓક્ટોબર સુધી ફી ભરે તેને જ 25 ટકા રાહત આપવામાં આવશે. 31 ઓક્ટોબર બાદ ફી ભરશે તેને 25 ટકા રાહતનો લાભ નહીં મળે.

image source

મહત્વનું છે કે સમગ્ર શૈક્ષણિક વર્ષની ફીમાં 25 ટકાની રાજ્ય સરકાર દ્વારા રાહત આપવામાં આવશે. સ્કૂલની અન્ય પ્રવૃતિની ફી ભરવાની રહેશે નહીં. 25 ટકા ફી માફીનો નિર્ણય ગુજરાત બોર્ડ અને CBSEની શાળાઓમાં લાગુ પડશે. જે લોકોએ વધારે ફી ભરી દીધી છે તેમને ફી પરત કરવી પડશે.

image source

તેવામાં હવે સરકારની સ્કૂલ ફીમાં રાહત બાદ શાળા સંચાલકોની નવી ચાલ સામે આવી છે. બીજી તરફ સરકારની 25 ટકા ફી માફીની જાહેરાતથી વાલીઓમાં નારાજગી છે. વાલીઓએ ચીમકી ઉચ્ચારી છે કે, જો 50 ટકા ફી માફી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની પણ વાલીઓએ તૈયારી દર્શાવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span