આ વખતે પણ બીગ બોસનું ઘર અંદરથી છે આલિશાન, વારંવાર જોવાની ઇચ્છા થાય એવી છે અંદરની તસવીરો

આ વખતે પણ છે બીગ બૉસનું ઘર આલિશાન હશે – અંદરની તસ્વીરો જોશો તો ચકિત રહી જશો

ટેલીવીઝનનો સૌથી ચર્ચીત રિયાલીટી શો બિગ બોસની સીઝન 14 હવે ગણતરીના દિવસોમાં જ શરૂ થવા જઈ રહી છે. કોરોનાની મહામારીના કારણે બધાને ભય હતો કે ક્યાંક આ વર્ષે ફેન્સનો પસંદગીનો શો ક્યાંક બંધ ના રહે. જો કે તેવું કંઈ થયું નહીં. શો તેના સમયે શરૂ થઈ જશે. લોકો પણ હાલ ચાલી રહેલા કંટાળાજકન સમયમાં આ શોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બિગ બોસનું ઘર દર વખતની જેમ આ વખતે પણ ખૂબ જ આલીશાન છે. જેની કેટલીક તસ્વીરો તમારા માટે આજે અમે લાવ્યા છીએ. આ તસ્વીરોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે બિગ બોસનું ઘર આ વખતે અંદરથી કેવું દેખાય છે, સાથે સાથે કેવા પ્રકારની વ્યવસ્થા તેના કન્ટેસ્ટન્ટ માટે આપવામાં આવી છે. તો ચાલો જોઈએ તસ્વીરો.

image source

બીગ બૉસના ઘરને આ વખતે ઉમંગ કુમાર દ્વારા ડિઝાઈન કરાવવામાં આવ્યું છે. હાઉસનું થીમ આ વકતે ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. બિગ બૉસનું આ વખતનું થીમ છે ફ્યુચુરિસ્ટિક. તેને જ ધ્યાનમાં રાખીને ઘરને ડિઝાઈન કરવામા આવ્યું છે. આ વખતે ઘરમાં પહેલી વાર રેસ્ટોરન્ટ, સ્પા, થિયેટર અને મૉલ પણ જોવા મળશે.

image source

આ તસ્વિરમાં તમે બિગ બૉસ હાઉસનો બાથરૂમ એરિયા જોઈ શકો છો. અહીં કન્ટેસ્ટન્ટની દરેકે દરેક સુવિધાની વ્યવસ્થા ઉભી કરવામા આવી છે. તમે જો બિગ બૉસ નિયમિત રીતે જોતા હશો તો તમને ખ્યાલ હશે કે બિગ બૉસનો ઘણો બધો ડ્રામાં આ બાથરૂમ એરિયામાં જોવા મળે છે.

image source

આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે તે બિગ બૉસ 14 હાઉસનો પ્રવેશ દ્વાર છે જેમાં ઘરની અંદર પ્રવેશવાનો રસ્તો ખૂબ જ સુંદર છે. અને તેના પર ‘ફ્યુચર ઇઝ હીયર’ પણ લખવામા આવ્યું છે.

image source

આ તસ્વીરમાં તમે જોઈ શકો છો. કે બિગ બૉસ હાઉસમાં એક મોલ પણ બનાવવામાં આવ્યો છે. અત્યાર સુધીની કોઈ પણ સિઝનમાં આવો કોઈ મોલ કન્ટેસ્ટન્ટ માટે ઉપલબ્ધ કરાવવામાં નહોતો આવ્યો. આ મોલમાં કન્ટેસ્ટન્ટ પોતાની જરૂરિયાતનો સામાન ખરીદી શકશે. જો કે આ સામાન ખરીદવા માટે તેમણે ટાસ્ક પણ પુરો કરવો પડશે ત્યાર બાદ જ તેમને તેમની જરૂરિયાતનો સામાન મળી શકશે.

image source

બિગ બૉસના ઘરનો બેડરૂમ એરિયા ખૂબ જ વાઇબ્રન્ટ છે. કહેવામાં આવે છે કે કોરોના કાળને જોતા આ વખતે કન્ટેસ્ટનન્ટે કોઈની પણ સાથે બેડ શેર નહીં કરવો પડે. જો કે આ બિગ બૉસ છે અને તેમાં ટ્વિસ્ટ તો આવતા જ રહેશે,. તો બની શકે કે તેમાં પણ કોઈ ટ્વિસ્ટ હોય.

image source

આમ તો બિગ બૉસ હાઉસમાં દરેક સિઝનમાં બેડરૂમ એરિયા સુંદર જ હોય છે પણ આ વખતે તેમાંના કલર્સ થોડા બ્રાઇટ રાખવામાં આવ્યા છે. અને બેડરૂમ સ્પેસ પણ ખૂબ જ સુંદર છે.

image source

આ તસ્વીરમાં તમે જો નજીકથી જોશો તો બિગ બૉસના બેડરૂમમાં કન્ટેસ્ટન્ટને આપવામાં આવનાર બેડ ખૂબ જ સુંદર છે.

image source

બિગ બૉસનો કન્ફેશન રૂમ પણ દર્શકોમાં ખૂબ જાણીતો છે. ઘણીવાર અહીં જ કન્ટેસ્ટન્ટ દ્વારા સાથી કન્ટેસ્ટન્ટને નોમિનેટ કરવામા આવે છે. અને ઘણી બધી વાતની સાચી હકીકતો આ કન્ફેસન રૂમમાં જ કન્ટેસ્ટન્ટ કન્ફેસ કરતા હોય છે. આ રૂમની ડિઝાઈન પણ ખૂબ જ સુંદરરીતે કરવામાં આવી છે.

image source

બિગ બૉસ 14 હાઉસમાં એક આકર્ષક ડાઇનિંગ એરિયા પણ બનાવવામાં આવ્યો છે જે ખૂબ જ સુંદર છે. સામાન્ય રીતે લોકો ડાઇનિંગ એરિયાનો ઉપયોગ ખાવા માટે કરતા હોય છે પણ અત્યારસુધીની બિગ બૉસની સિઝનમાં મોટા ભાગની ચર્ચાઓ, ઝઘડાઓ અહીં જ થતાં આવતા જોવામાં આવ્યા છે. આ સાથે બીજી પણ એક તસ્વીર પણ ડાઇનિંગ એરિયાની છે જે થોડા અલગ એંગલથી લેવામા આવી છે. તમે જોઈ શકો છો કે ડાઇનિંગ એરિયાને આકર્ષક બનાવવા માટે ડિઝાઈનરે ઘણી મહેનત કરી છે.

image source

આ ઉપરાંત દર સિઝનની જેમ આ વખતે પણ કેપ્ટન માટે અલગ બેડની ફાળવણી કરવામા આવી છે. દર અઠવાડિયે આ બેડ પર ચુંટાઈને આવેલા અલગ અલગ કેપ્ટન સુતા હોય છે. આ સિવાય પણ કેપ્ટનને કેટલાક ખાસ અધિકારો પણ આપવામા આવે છે.

image source

કન્ફેશન રૂમ માટે કન્ટેસ્ટન્ટનું એક્સાઇટમેન્ટ જાળવી રાખવા માટે આ વખતે કન્ફેશન રૂમનો રસ્તો પણ ખૂબ જ આકર્ષક બનાવવામાં આવ્યો છે.
બિગ બૉસ હાઉસની અંદર આવવું તેટલુ સરળ નથી. તેવામાં ઘરની અંદર ઘુસતા જ તેનું સુંદર એન્ટ્રન્સ તમારું મન મોહી લે તેવું છે.

image source

ઘરમાં દર વખતની જેમ આ વખતે પણ એક સુંદર ગાર્ડન એરિયા ફાળવવામાં આવ્યો છે. અહીં હંમેશા સાંજના સમયે કે સવારના સમયે કન્ટેસ્ટન્ટ એક્સરસાઇઝ કે પછી યોગ કરતાં હોય છે.

આ બિગ બૉસના ઘરનું કિચન છે. કિચન બિગ બૉસના ઘરનો એક મહત્ત્વનો ભાગ રહ્યું છે. અહીં એક બાજું જ્યાં પ્રેમ વધે છે તો ઘણીવાર ખાવાને લઈને ઝઘડા થતાં પણ જોવા મળ્યા છે.

image source

આ તસ્વીર બિગ બૉસ ના ઘરના લિવિંગ રૂમની છે. અહીં બધા જ કન્ટેસ્ટન્ટ ત્યારે ભેગા થાય છે જ્યારે બિગ બૉસ એક સાથે બધા જ કન્ટેસ્ટન્ટ સાથે વાતચીત કરવા માગતા હોય. અથવા તો શનિ-રવિવારે જ્યારે સલમાન કન્ટેસ્ટન્ટની ક્લાસ લેતો હોય ત્યારે બધા કન્ટેસ્ટન્ટ આ રૂમમાં એકઠા થાય છે.

image source

બિગ બૉસ હાઉસમાંના આ લિવિંગ રૂમને ખૂબ જ વાયબ્રન્ટ રાખવામા આવ્યો છે. તમે જોઈ શકો છો કે તેનો સોફા સિલ્વર રંગનો છે. અને તેના પરના પીલો રંગીન છે. તો વચ્ચે મુવામાં આવેલાં સેન્ટર ટેબલની ડિઝાઈન પણ થોડી ફ્યુચુરિસ્ટિક છે.

દર્શકોને કંઈક નવું આપવા માટે બિગ બૉસના કોન્સેપ્ટમાં આ વખતે ઘણું બધું પરિવર્તન લાવવામા આવ્યું છે આ વખતે બિગ બૉસના ઘરમાં એક સ્લીપર સેલ રૂમ પણ રાખવામા આવ્યો છે. તેમજ ઘરના લોકોને આગવી સુવિધા આપવા માટે એક સ્પા રૂમની પણ વ્યવસ્થા કરવામા આવી છે. જો કે આ સ્પા રૂમનો ઉપયોગ કન્ટેસ્ટન્ટને કંઈ એમનમજ કરવા નહીં મળે. તેના માટે તેમણે કોઈ ટાસ્ક પુરું કરવું પડશે.

image source

આ વખતે બિગ બૉસે પોતાના કન્ટેસ્ટન્ટના એન્ટરટેઇનમેન્ટનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે. આ વખતે તમને કોઈ પણ સિઝનમાં નહીં જોવા મળ્યું હોય તે થિયેટર જોવા મળશે. જો કે આ થિયેટરમાં મનોરંજન મેળવવા માટે પણ કન્ટેસ્ટન્ટે ટાસ્ક કરવો પડશે ત્યાર બાદ તેઓ તેનો લાભ ઉઠાવી શકશે.

image source

લોકડાઉનના કારણે સમગ્ર દેશમાં લાંબા સમયથી થિયેટર્સ બંધ છે. પણ આ કમી કન્ટેસ્ટન્ટને બિગ બોસના હાઉસમાં નહીં વર્તાય કારણ કે કન્ટેસ્ટન્ટ માટે લક્ઝરિયસ થિયેટર બનાવવામાં આવ્યું છે. જો કે તેમાં મનોરંજન મેળવવા માટે બિગ બૉસની ઢગલા બંધ શરતોનું પાલન કન્ટેસ્ટન્ટે કરવું પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span