આ સુપર હિટ ફિલ્મોમાં નથી એક પણ ગીત, તેમ છતા આજે પણ લોકોને ગમે છે એટલી જ…

નિર્માતા, નિર્દેશક, સ્ક્રીપટ રાઈટરની સાથે સાથે ગીતકાર અને સંગીતકાર ભારતની ધરતી પર જન્મ લેતી ફિલ્મોને સિનેમાની એક અલગ જ શૈલીમાં બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. ભારતીય ફિલ્મોમાં ગીત અને સંગીતનું હોવું લગભગ અનિવાર્ય જ છે, કારણ કે મનોરંજન માટે ફિલ્મોના રિલીઝ થતા પહેલા જ ફિલ્મના ગીત અને સંગીત દ્વારા દર્શકોને ફિલ્મ સાથે જોડી શકાય છે. સાથે સાથે રાજા રજવાડાના સમયમાં, મહેલોમાં મોટા મોટા ગાયકો હતા અને એમને ઘણું સન્માન પણ આપવામાં આવતું હતું.

ફિલ્મના લોકપ્રિય થયા બાદ ભારતીય સિનેમામાં પણ આ પરંપરાનું પાલન કરવામાં આવ્યું છે. અમુક ફિલ્મો એવી છે જેના ગીતોને કારણે દર્શકો એ ફિલ્મને આજે પણ યાદ કરે છે.

ફિલ્મોમાં ગીતો ફક્ત મનોરંજન માટે જ નથી હોતા પણ એ ગીતો દ્વારા જીવનના સારને વ્યક્ત કરવામાં આવે છે, અમુક ગીતો પ્રેમનો એકરાર કરે છે તો કેટલાક ગીતો તૂટેલા દિલની વ્યથાને વ્યક્ત કરે છે. કેટલાક ગીતો મન ભરીને જીવી લેવાનો મંત્ર પણ આપે છે.

સમયની સાથે સાથે ગીત અને સંગીતનો પ્રકાર બદલાતો ગયો. દર્શકોની પસંદ પણ બદલાઈ ગઈ પણ ફિલ્મોમાં એકમાત્ર ગીત અને સંગીતનું સ્થાન એ નું એ જ રહ્યું. પણ શું ગીત વગરની કોઈ ફિલ્મ જોવી ગમે ખરા? વિચાર જ થોડો અઘરો થઈ પડે. એવામાં બોલીવુડની કેટલીક એવી ફિલ્મો છે જેમાં એકપણ ગીત નથી છતાં એ દર્શકોના હૃદયને સ્પર્શી હતી.

આજે અમે તમને આવી જ કેટલીક ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં એક પણ ગીત ન હોવા છતાં એ સુપરહિટ સાબિત થઈ હતી.

1)ઈત્તેફાક

image source

યશ ચોપડાની ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં નવી નવી રીતે રોમાંસ દર્શાવવા માટે ઓળખવામાં આવે છે. યશ ચોપડાએ પોતાની ફિલ્મોમાં જુદા જુદા પ્રકારના ગીતોને સામેલ કરવા પર ફોકસ કર્યું છે. જોકે 60ના દાયકાની ફિલ્મ ઇત્તેફાક કે જેમાં રાજેશ ખન્ના અને નંદા મુખ્ય પત્રોમાં હતા.આ ફિલ્મ દ્વારા યશ ચોપડાએ એકપણ ગીત વગર ફિલ્મને દર્શકો સુધી પહોંચાડવાનો નવતર પ્રયોગ કર્યો હતો અને આ પ્રયોગ સફળ પણ રહ્યો હતો. આ ફિલ્મને ફક્ત દર્શકોએ જ પસંદ કરી એવું નહોતું પણ આ ફિલ્મને સર્વશ્રેષ્ઠ નિર્દેશક અને સર્વશ્રેષ્ઠ ધ્વનિનો એવોર્ડ પણ મળ્યો હતો.

2) કલયુગ.

image source

શામ બેનેગલ દ્વારા નિર્દેશિત વર્ષ 1981ની ફિલ્મ કલયુગમાં એકપણ ગીતનો સમાવેશ નહોતો કરવામાં આવ્યો. ફિલ્મમાં એક મજબૂત સ્ટાર કાસ્ટ હતી. ફિલ્મમાં શશી કપૂર, રાજ બબ્બર, રેખા અને ઉર્મિલા મારતોડકર મુખ્ય ભૂમિકાઓમાં હતા. આ ફિલ્મની વાર્તા મહાભારતના મૂળ સાર જેવી હતી. જોકે ફિલ્મમાં એકપણ ગીત નહોતું, પણ ફિલ્મની વાર્તા અને પ્રસ્તુતિને દર્શકો દ્વારા ખૂબ વખાણવામાં આવી હતી અને આ ફિલ્મે એ વર્ષે ફિલ્મફેર એવોર્ડમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ પણ જીત્યો હતો.

3) જાને ભી દો યાર

image source

કોમેડી ફિલ્મો ભાગ્યે જ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા હોય છે પણ વર્ષ 1983માં રિલીઝ થયેલી જાને ભી દો યાર બોક્સ ઓફીસ પર સફળ રહી અને એ ફિલ્મે એ વર્ષે રાષ્ટ્રીય પુરસ્કાર પણ જીત્યો. ફિલ્મનું નિર્દેશન કુંદન શાહે કર્યું હતું. ફિલ્મમાં ઓમ પુરી, નસરૂદિન શાહ અને રવિ વાસવાનીએ કોમેડી અભિનય કર્યો હતો અને આ ફિલ્મમાં એક પણ ગીત નહોતું.

4)કોન.

image source

અનુરાગ કશ્યપ દ્વારા લખાયેલી ફિલ્મ કૌનની વાર્તા એટલી રોમાંચક અને રહસ્યમય હતી કે દર્શકો પોતાની ખુરસી છોડી જ ન શક્યા. એટલે જ કદાચ ફિલ્મના નિર્દેશક રામગોપાલ વર્માએ ફિલ્મની રહસ્યમય સ્ક્રીપટની ગંભીરતા ન ખોવાઈ જાય એ માટે ફિલ્મમાં એકપણ ગીતનો સમાવેશ નહોતો કર્યો. ફિલ્મને સમીક્ષકો દ્વારા પસંદ કરવામાં આવી હતી. ફિલ્મમાં ઉર્મિલા મારતોડકર, સુશાંત સિંહ અને મનોજ બાજપાઈ મુખ્ય ભૂમિકામાં હતા.

5) બ્લેક

image source

રાની મુખર્જી અને અમિતાભ બચ્ચનના કરિયરની સૌથી શ્રેષ્ઠ ફિલ્મોમાં બ્લેક ફિલ્મનો સમાવેશ થાય છે. બ્લેક એક અંધ અને બહેરી છોકરી અને એના શિક્ષકના અસ્તિત્વના સંઘર્ષની વાર્તા છે. આ ફિલ્મમાં સંજય લીલા ભણસાલી પોતાની અન્ય ફિલ્મોની જેમ ગીતોને સામેલ કરવાનો નિર્ણય કરી શકતા હતા. જોકે એમને ફિલ્મની આ આગવી વાર્તા કોઈપણ ગીતનો સમાવેશ નહોતો કર્યો. આ ફિલ્મે ઘણા બધા એવોર્ડ પણ જીત્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span