અમિતાભ બચ્ચન આગળ આ બાબતે શાહરુખને આવ્યો હતો નીચું જોવાનો વારો, અને માંગવી પડી હતી માફી

જ્યારે શાહરુખ ખાને કોન બનેગા કરોડપતિ હોસ્ટ કરવા બદલ માંગી હતી અમિતાભ બચ્ચનની માફી.

આપ સૌ જાણો છો એમ જ ટીવી શો કોન બનેગા કરોડપતિની 12મી સિઝન શરૂ થઈ ગઈ છે. અને આ શો સાથે અમિતાભ બચ્ચન છેલ્લા 20 વર્ષોથી જોડાયેલા રહ્યા છે. એટલું જ નહીં દર્શકો પણ બિગ બીને આ શોના હોસ્ટ તરીકે ખૂબ જ પસંદ કરે છે. કોરોના વાયરસના કારણે આ વર્ષે આ શોમાં ઓડિયન્સ નથી તેમ છતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દર્શકોમાં કોન બનેગા કરોડપતિ શોને લઈને ઘણી જ એક્સાઇટમેન્ટ જોવા મળી રહી છે. તમને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે આ ગેમ શોને એકવાર બોલિવુડના કિંગ શાહરુખ ખાન પણ હોસ્ટ કરી ચુક્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર જે વર્ષે શાહરુખ ખાને કોન બનેગા

image source

કરોડપતિ શો હોસ્ટ કર્યો હતો એ વર્ષે આ શોની ટીઆરપી કઈ ખાસ નહોતી થઈ.

તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને કોન બનેગા કરોડપતિના ત્રીજા સિઝનને કોઈ કરણના લીધે હોસ્ટ કરવાની ના પાડી દીધી હતી. અને એટલે જ શોના મેકર્સે બિગ બીની જગ્યાએ કોન બનેગા કરોડપતિ શો હોસ્ટ કરવા માટે શાહરુખ ખાનને સાઈન કર્યો હતો.

image source

એવામાં દર્શકોને અમિતાભ બચ્ચનના દમદાર અવાજની આદત પડી ચુકી હતી કદાચ એ જ કારણના લીધે જ્યારે શાહરુખ ખાને આ શોને હોસ્ટ કરવાનું શરૂ કર્યું તો લોકોને આ શોમાં કઈ ખાસ રસ ન પડ્યો. અને એનું પરિણામ એ મળ્યું કે દર અઠવાડિયે શોની ટીઆરપી નીચે પડતી રહી,

image source

આ અનુભવ પછીથી કોન બનેગા કરોડપતિના મેકર્સે પછીની સિઝન માટે બિગ બીને શોને હોસ્ટ કરવા માટે મનાવી લીધા.મળેલી માહિતી અનુસાર આ શો દરમિયાન શાહરુખ ખાને અમિતાભ બચ્ચનની માફી પણ માંગી હતી. જયારે બિગ બી કોન બનેગા કરોડપતિ હોસ્ટ કરી રહ્યા હતા ત્યારે શાહરુખ ખાન પોતાની ફિલ્મ રા- વનના પ્રમોશન માટે કોન બનેગા કરોડપતિના મંચ પર પહોચ્યા હતા. એ સમયે કિંગ ખાન શાહરુખ ખાને કહ્યું હતું કે મારાથી ભૂલ થઈ ગઈ કે મેં તમને રિપ્લેસ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

image source

તમને જણાવી દઈએ કે કોન બનેગા કરોડપતિ શો વર્ષ 2000માં શરૂ થયો હતો. એની વર્ષ 2007 સિવાયની બધી જ સિઝન અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી.. વર્ષ 2007ની કોન બનેગા કરોડપતિની સિઝન 3 બોલિવુડના કિંગ ખાન શાહરુખ ખાને હોસ્ટ કરી હતી.

image source

તમને ખબર જ હશે કે ફરી એકવાર અમિતાભ બચ્ચન કોન બનેગા કરોડપતિના હોસ્ટ તરીકે હોટ સીટ પર બેઠેલાને પ્રશ્નો પૂછતાં જલ્દી જ જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span