આ 10 અભિનેત્રીઓ આગળ અનેક હિરોઇનો પડે ઝાંખી, જીવનમાં કરી બતાવ્યું કંઇક એવું કે…

યશ ચોપડાએ આ 10 હિરોઇન દ્વારા બતાવ્યો સમાજનો અરીસો, અપરણિત માતાથી શરૂ કરેલી સફર પહોંચી અહીં સુધી.

જાણીતા ફિલ્મ નિર્માતા નિર્દેશક યશ ચોપડા તો હવે આ દુનિયામાં નથી રહ્યા પણ એમની બનાવેલી ફિલ્મો માટે એમને આજે પણ યાદ કરવામાં આવે છે. એમની ફિલ્મોમાં ઉઠાવવામાં આવેલા સમાજના નાના નાના મુદ્દાઓ લોકો આજે પણ યાદ કરે છે. યશ ચોપડાએ ફક્ત ફિલ્મો જ નથી બનાવી પણ એમને તો પડદા પર અસરદાર વાર્તાઓ ઘડી અને એમાંથી જ જન્મ્યા ફિલ્મોના કેટલાક સુપરસ્ટાર. આજે અમે તમને યશ ચોપડાની ફિલ્મોની એ અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમને સમાજ, પરિવાર અને પ્રેમ બધામાં બેલેન્સ જાળવીને પોતાના પાત્રને અંજામ આપ્યો.

માલા સિન્હા.

image source

યશ ચોપડાએ વર્ષ 1959માં આવેલી ફિલ્મ ધૂલ કા ફુલમાં પહેલીવાર ફિલ્મ નિર્દેશન ક્ષેત્રે પગ મૂક્યો. ફિલ્મની મુખ્ય અભિનેત્રી માલા સિન્હાનું મીના ખોસલાનું પાત્ર ખૂબ જ ચેલેન્જિંગ રહ્યું. મીના મહેશને પ્રેમ કરે છે. આ બંને એક દિવસ અચાનક પ્રેમમાં આગળ વધી જાય છે અને મીન ગર્ભવતી થઈ જાય છે. બીજી બાજુ મહેશ પોતાના પરિવારના દબાણમાં આવીને માલતી રાય સાથે લગ્ન કરી લે છે. આ બાજુ મીના પોતાના બાળકને જન્મ આપે છે, એ કારણે એના પરિવારજનો એને પોતાના ઘરમાંથી કાઢી મૂકે છે. હવે આ અપરણિત માતા કઈ રીતે પોતાના બાળક સાથે એ સમયે ગુજરાન ચલાવે છે જ્યારે આ પ્રકારનું કામ સમાજમાં પાપ ગણાતું હતું. પણ માલા સિન્હાએ આ પાત્રને ખૂબ જ સરસ રીતે ભજવ્યું હતું. એ માટે એમને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મ પછી માલા સિન્હાએ યશ ચોપડા સાથે એમની બીજી ફિલ્મ ધર્મપુત્રમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

સાધના.

image source

વર્ષ 1965માં આવેલી યશ ચોપડાની ફિલ્મ વકતમાં અભિનેત્રી સાધનાને એમના ઉમદા અભિનય માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. સાધનાનું પાત્ર મીના આ ફિલ્મમાં ઘણી કથનાઈમાંથી પસાર થયું. એક ચોર રાજા મીનને પ્રેમ કરવા લાગે છે જ્યારે મીનાને તો પહેલેથી જ રવિ સાથે લગ્ન કરવાની ઈચ્છા છે જે એમનો ફેમેલી ફ્રેન્ડ છે. આ બન્નેની સગાઈ થઈ રહી હોય છે અને એ જ સમયે અચાનક સમારોહમાં ભંગ પડે છે. મીનાના માતાપિતાને ખબર પડે છે કે રવિ એમના મિત્રનો અસલી દીકરો નથી. હવે અહીંયાંથી શરૂ થઈ જાય છે મીનાની અગ્નિપરીક્ષા. મીના પરિવારને પણ સંભાળે છે અને પોતાના પ્રેમને પણ કાયમ રાખે છે. આ ફિલ્મમાં સાધનાનું કામ એમના સૌથી સારા કામમાંથી એક છે.

નંદા.

image source

અભિનેત્રી નંદા આમ તો યશ ચોપડાના નિર્દેશનમાં ધુલ કા ફુલ ફિલ્મમાં પણ કામ કરી ચુકી હતી પણ એમને પોતાને સાબિત કરવાનો મોકો વર્ષ 1969માં આવેલી ફિલ્મ ઇત્તફાકમાં મળ્યો. એમા એ રાજેશ ખન્ના, બિંદુ અને ઇફતેખારની સાથે મુખ્ય ભૂમિકામાં દેખાઈ. નંદાનું પાત્ર રેખા ફિલ્મમાં ઘણું બધું સહન કરે છે. ફિલ્મમાં દિલીપ રોય નામનો એક ચિત્રકાર છે જે પોતાની પત્નીની હત્યાના આરોપમાં ગિરફ્તાર કરવામાં આવે છે. અચાનક એ પોલીસની કસ્ટડીમાંથી ભાગી છૂટે છે અને સીધો રેખાના ઘરે પહોંચે છે. રેખા પહેલથી જ પરણિત છે પણ એનો પતિ એ સમયે ઘરે નહોતો. હવે અહીંયા રેખા દુવિધામાં છે કે દિલીપને સંતાડવાને કારણે ક્યાંક પોલીસ એને ન પકડી લે. જો એ પોલીસને જણાવે તો દિલીપ એને મારી નાખશે અને આ સમયે જો રેખાનો પતિ આવશે તો પણ તકલીફ થશે. એ સમયે એ જે સ્થિતિમાંથી પસાર થઈ રહી હોય છે એ ઘણી જ પડકારરૂપ હોય છે. આ પાત્રને નંદાએ ખૂબ જ સરસ રીતે ભજવ્યું હતું અને એ માટે એમને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

શર્મિલા ટાગોર.

image source

યશ ચોપડાની વર્ષ 1973માં આવેલી ફિલ્મ દાગમાં રાજેશ ખન્ના, શર્મિલા ટાગોર અને રાખી મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં બે મુખ્ય અભિનેત્રીઓ છે અને બન્નેની જ એક દુઃખ ભરી દાસ્તાન છે. શર્મિલા ટાગોરનું પાત્ર ફિલ્મમાં સોનિયા કોહલીનું છે. એ રાજેશ ખન્નાના પાત્ર સુનિલ કોહલીની પત્ની છે. એ બન્ને લગ્ન કરીને જ્યારે હનીમૂન માટે જાય છે તો અચાનક જ વાતાવરણ ખરાબ થવાના કારણે એ બન્નેને પોતાના બોસના ઘરે રોકાવું પડે છે. એ દરમિયાન અચાનક બોસનો છોકરો ધીરજ સોનિયા સાથે દુષ્કર્મ કરવાની કોશિશ કરે છે અને એ ખેંચાતાણીમાં સુનિલના હાથે ધીરજની હત્યા થઈ જાય છે. આ ઘટનાના કારણે અદાલત સુનીલને ઉમરકેદની સજા આપે છે. અહીંયાંથી સોનિયા માટે તકલીફો વધી જાય છે.એ સુનિલના બાળકની માતા બનવાની હોય છે અને હવે બાળકના માથેથી બાપનો સહારો પણ ચાલ્યો ગયો. સોનિયા એક ટીચર તરીકેની નોકરી કરે છે અને બાળકને ઉછેરે છે.

રાખી.

image soucre

ફિલ્મ દાગમાં જ્યારે સુનીલને જેલમાં લઈ જવામાં આવે છે તો એમની ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઈ જાય છે. સુનીલ ત્યાંથી બચી નીકળે છે અને એ એક ધનવાન સ્ત્રી ચાંદની સાથે લગ્ન કરે છે. સાથે સાથે એ પોતાનું નામ સુનિલથી બદલીને સુધીર રાખી લે છે. ચાંદનીનું પાત્ર રાખીએ ભજવ્યું છે. ચાંદનીની પોતાની એક અલગ વાર્તા છે. એ પહેલાં કોઈ અન્ય વ્યક્તિને પ્રેમ કરતી હતી અને એના બાળકની માતા બનવાની હતી. પણ ગર્ભવતી હોવા છતાં એનો પ્રેમી ચાંદનીને મૂકીને ચાલ્યો ગયો. ત્યારે ચાંદનીએ સુનિલ સાથે લગ્ન કર્યા અને સુનીલ ચાંદનીના બાળકને પોતાનું નામ આપ્યું.બંને અભિનેત્રીઓના પત્રોએ ફિલ્મમાં ઘણું બધું દુઃખ સહન કર્યું. અઘરી પરિસ્થિતિમાં પણ એમને એ બતાવ્યું કે એકલી સ્ત્રી પણ જો ઈચ્છે તો ઘણું બધું કરી શકે છે.

પરવીન બાબી.

image source

યશ ચોપડાની ફિલ્મોની અભિનેત્રીઓ એમ જ કઈ ખાસ નથી હોતી એમને કઈ ખાસ કામ પણ કર્યું હોય છે. વર્ષ 1975માં આવેલી ફિલ્મ દિવારમાં હિન્દી ફિલ્મોની અભિનેત્રીઓનું એક નવું રુપ બતાવવામાં આવ્યું. એમ પરવીન બાબીનું પાત્ર અનિતા બતાવે છે કે પુરુષોની જેમ સ્ત્રીઓ પણ બારમા જઈને દારૂ પી શકે છે અને સિગરેટ પણ પી શકે છે. આ ફિલ્મ એ સમયની છે જે જ્યારે નશા જેવી વસ્તુઓ ફક્ત પુરુષોની નિશાની ગણવામાં આવતી હતી પણ યશ ચોપડાએ પોતાની આ ફિલ્મ દ્વારા બતાવ્યું કે આ બધું સ્ત્રીઓ પણ કરી શકે છે. હકીકત તો એ છે કે આ બધું કામ પહેલા પણ સ્ત્રીઓ કરતી હતી પણ ક્યારેય સામે નથી આવ્યું. આ ચમત્કાર યશ ચોપડાના બનાવેલા પરવીન બાબીના આ પાત્રનું જ હતું જે પછી છોકરીઓ પણ ખુલીને સામે આવવા લાગી અને એમને દુનિયાને બતાવ્યું કે સ્ત્રીઓ પણ પુરુષોથી જરાય ઊણી ઉતરે એમ નથી.

રેખા.

image source

નિર્દેશનની બાબતમાં યશ ચોપડા પોતાની સૌથી સરસ ફિલ્મનું નામ લે છે તો એ છે એમની વર્ષ 1981માં આવેલી ફિલ્મ સિલસિલા. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, રેખા, સંજીવ કુમાર, શશી કપૂર વગેરેએ મુખ્ય ભૂમિકા ભજવી છે. અભિનેત્રીઓમાં એમાં મુખ્ય પાત્ર તો જયાનું જ છે પણ ઉમદા કામ સહાયક અભિનેત્રી તરીકે રેખાએ પણ કરી બતાવ્યું. રેખાનું પાત્ર ચાંદની અમિતને પ્રેમ કરે છે અને અમિત પણ ચાંદનીને ખૂબ જ પ્રેમ કરે છે. બંને લગ્ન કરવા જાય છે પણ ત્યારે જ અમિતના ભાઈ શેખરનું એક હવાઈ લડાઈમાં મૃત્યુ થઈ જાય છે. શેખરની થનારી પત્ની પર દયા ખાઈને અમિત એની સાથે લગ્ન કરી લે છે અને ચાંદનીને પત્ર લખીને કહે છે કે એ એને ભૂલી જાય. અહીંયા ચાંદની માટે ઘણી કપરી સ્થિતિ થઈ જાય છે. કહેવું તો ઘણું સહેલું હોય છે પણ કોઈને ભૂલી જવું એટલું સરળ નથી હોતું. ત્યારે ચાંદની બધું જ છોડીને ડોકટર વી કે આનંદ સાથે લગ્ન કરી લે છે. વધુ તકલીફો ત્યારે શરૂ થાય છે જ્યારે અમિત ફરી એકવાર ચાંદનીના જીવનમાં દખલગીરી કરવા લાગે છે. એવામાં ચાંદનીને વફાદારી અને બેવફાઈ બન્ને સહન કરવું પડે છે. આ બંને વચ્ચે યશ ચોપડાએ રેખા પાસે જે કામ કરાવ્યું છે એ ખૂબ જ ઉમદા છે.

શ્રીદેવી.

image source

યશ ચોપડાએ અભિનેત્રી શ્રીદેવી સાથે બે ફિલ્મોમાં કામ કર્યું છે. એક વર્ષ 1989માં આવેલી ફિલ્મ ચાંદની અને બીજી વર્ષ 1991માં આવેલી ફિલ્મ લમહે. બંને જ ફિલ્મો મ્યુઝિકલ રોમેન્ટિક રહી અને હિટ પણ સાબિત થઈ. શ્રીદેવીનું ફિલ્મ ચાંદનીમાં ચાંદની ગુપ્તાનું પાત્ર છે. એક લગ્ન દરમિયાન ચાંદની અને રોહિત મળે છે અને એકબીજાને પ્રેમ કરવા લાગે છે. અને પછી રોહિત એક દુર્ઘટનાનો ભોગ બને છે અને લકવાગ્રસ્ત થઈ જાય છે. એવામાં રોહિત ચાંદનીને પોતાના જીવનમાંથી દૂર જતા રહેવાનું કહે છે. ચાંદની એનાથી દૂર જતી રહે છે પણ ફરી પાછી એ ત્યારે પરત ફરે છે જ્યારે એનો પ્રેમી રોહિત એકદમ સાજો થઈ ગયો હતો. અહીંયા ચાંદનીના માથે પરિવાર અને રોહિતની પણ જવાબદારી હતી એટલે એ રોહિતની વાત માનીને રોહિતથી દૂર જતી રહી હતી પણ એનો પ્રેમ જ હતો જેને એને રોહિત પાસે ફરી પાછી આવવા માટે મજબૂર કરી દીધી.આ જ લાગણીઓ અને વેદના દર્શકોને સ્પર્શી ગયા હતા. ફિલ્મમાં ઉમદા અભિનય માટે શ્રીદેવીને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

જુહી ચાવલા.

image source

જુહી ચાવલાની વર્ષ 1993માં આવેલી ફિલ્મ ડરમાં યશ ચોપડાએ પ્રેમમાં પાગલ એક વ્યક્તિને બતાવ્યો. તે જુહી ચાવલના પાત્ર કિરણ અવસ્થિ માટે ઘણી મુશ્કેલીઓ ઉભી કરે છે. કિરણ સુનીલને પ્રેમ કરે છે પણ રાહુલ કિરણને અનહદ પ્રેમ કરે છે. એનો પ્રેમ કિરણ માટે ગૂંગળામણ જેવો છે. એ એને ક્યારેય કબૂલ જ નથી કરી શકતી. પોતાની જાતના અસ્વીકારને કારણે રાહુલ એક સાઇકો કિલર બની જાય છે અને એ કિરણ અને એના પતિ સુનિલ બંનેને મારી નાખવા માંગે છે. કિરણની સૌથી મોટી તકલીફ એ છે કે એને પ્રેમ તો મળી રહ્યો છે પણ એ પણ બીમાર. કા તો કિરણ બીમાર પ્રેમીને અવગણીને એના ગુસ્સાનો ભોગ બને કે પછી એના પતિના જીવને જોખમમાં નાખે. આ ફિલ્મને બનાવવા માટે તો યશ ચોપડાને ફિલ્મના મુખ્ય અભિનેતા સની દેઓલ સાથે દુશ્મની પણ લેવી પડી. ફિલ્મમાં ગજબનો અભિનય કર્યો હોવાના કારણે અભિનેત્રી જુહી ચાવલાને આ ફિલ્મ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

કરિશ્મા કપૂર.

image source

યશ ચોપડાની વર્ષ 1997માં આવેલી ફિલ્મ દિલ તો પાગલ હેમા કરિશ્મા કપૂરનું પાત્ર નિશા પણ ખૂબ જ અલગ હતું. નિશા અને રાહુલ બાળપણના મિત્રો છે અને એકસાથે એક મ્યુઝિકલ ગ્રુપમાં કામ પણ કરે છે. નિશા રાહુલને પ્રેમ કરે છે પણ રાહુલને આ વિશે કઈ ખબર નથી. અચાનક જ રાહુલ આ મ્યુઝિકલ ગ્રુપમાં સામેલ થયેલી એક છોકરી પૂજાને પ્રેમ કરવા લાગે છે. અને એના કારણે નિશાને જેલસી થવા લાગે છે.અમુક ઘટનાઓ પણ એવી બને છે કે જેના કારણે રાહુલને પણ પૂજાની નજીક જવાની તક મળી જાય છે. એક નિશા હતી જે રાહુલની આટલી નજીક હોવા છતાં આજ સુધી એને કહી નહોતી શકી કે એ એને પ્રેમ કરે છે પણ રાહુલની ખુશી માટે છેલ્લે એ પોતાના પ્રેમનું બલિદાન પણ આપી દે છે. કરિશ્મા કપૂરે પોતાના આ પાત્રને ખૂબ જ સરસ રીતે નિભાવ્યું હતું. અને આ માટે એમને સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span