અમિતાભના બંગલામાં ખાસ જોજો એમનો બેડરૂમ, જેમાં છે જોરદાર લાઇટિંગ, તસવીરો જોઇને તમારી આંખો થઇ જશે પહોળી

મહેલ જેવું જ છે બોલિવુડના શહેનશાહનું ઘર “જલસા”, ફોટા જોશો તો તમારી ય આંખો થઈ જશે પહોળી.

અમિતાભ બચ્ચનને કોઈ નામ કે ઓળખાણની જરૂર નથી જ. તેમને મોટા પડદે પોતાની મહેનત અને ટેલેન્ટના જોરે પોતાનું નામ કમાયું અને એટલું જ નહીં સદીના મહાનાયક પણ કહેવાયા છે.

image source

અમિતાભ બચ્ચનની પહેલી ફિલ્મ હતી સાત હિન્દુસ્તાની, ત્યારથી લઈને અત્યાર સુધી અમિતાભ મોટા પડદે છવાયેલા છે. અમિતાભ પોતાની કિસ્મતનો સિક્કો ચલાવવા પ્રયાગરાજ શહેરથી મુંબઈ આવ્યા હતા અને આજે મુંબઈમાં એમણે નામ તો બનાવ્યું જ પણ સાથે સાથે પોતાનું આલીશાન ઘર પણ વસાવી લીધું છે.

image source

તમને જણાવી દઈએ કે મુંબઈમાં અમિતાભ બચ્ચનના એક કરતા વધારે ઘર છે. જેમ અમિતાભ બચ્ચનને ઓળખાણની જરૂર નથી તેમ જ એમના ઘર જલસાનું પણ મોટું નામ છે. તો ચાલો આજે જોઈ લઈએ અમિતાભના આ આલિશાન બંગલાના અંદરના કેટલાક ફોટા.

image source

તમને ખબર જ હશે કે અમિતાભ બચ્ચન સમગ્ર પરિવાર સાથે જલસામાં રહે છે. અને દર રવિવારે આ ઘરની બાલકનીમાંથી અમિતાભ પોતાના ચાહકોને મળવા આવે છે. અમિતાભના ઘર જલસાની સામે હંમેશા લોકોની ભીડ જોવા મળે છે. એમના ઘરનો લિવિંગ રૂમ ખુબ જ સુંદર છે. લિવિંગરૂમમાં એક શાનદાર સોફા છે અને સાથે સાથે ઘણા ઝાડ પણ છે. જેના કારણે બેસવાવાળાને આરામ લાગે.

image soucre

અમિતાભ બચ્ચન જેવા મોટા કલાકારનો બેડરૂમ જોવા મળે એ બહુ મોટી વાત છે. અમિતાભનો બેડરૂમ ખુબ જ સુંદર લાગે છે. આ રૂમમાં લાઇટિંગ પર પણ ઘણું કામ કરેલ છે જે એને વધારે સુંદર બનાવે છે. તેમજ આ રૂમમાં સુંદર પડદા પણ લગાવેલા છે.

image source

તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનનો જલસા બંગલો મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલ છે. જલસાનો હોલ પણ ખુબ જ સુંદર છે. હોલમાં ઘણી બધી પેઇન્ટિંગ છે. જલસામાં અમિતાભ પોતાની પત્ની જયા , દીકરા અભિષેક, વહુ ઐશ્વર્યા અને પૌત્રી આરાધ્યા સાથે રહે છે.

image soucre

સિનિયર બચ્ચનના ઘરમાં એક ખાસિયત છે. આ ઘરમાં એક ખાસ ખૂણો એવો છે જે ફોટાઓથી ભરેલો છે.

image source

આ દીવાલ પર અમિતાભ બચ્ચનના જીવનની સુંદર યાદોથી ભરેલી છે. આ ફોટામાં અમિતાભે પોતાના માતાપિતા સાથે પસાર કરેલ સમય તેમજ જયા અને અમિતાભની યાદોનો પણ સમાવેશ થાય છે.

image source

અમિતાભ બચ્ચનના ઘરમાં દરેક રુમને એક અલગ થીમથી શણગારવામાં આવ્યો છે. ડ્રોઈંગ રૂમથી લઈને લિવિંગ એરિયા સુધીના રૂમની સુંદર રીતે શણગારવામાં આવ્યો છે. અમિતાભ દિવાળીના દિવસે સમગ્ર પરિવાર સાથે અહીંયા પૂજા કરે છે અને ફોટાને સોશ્યિલ મીડિયા પર શેર પણ કરે છે.

image source

તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન પાસે જલસા સિવાય બીજા બે બંગલા છે પ્રતીક્ષા અને જનક. જયારે અમિતાભ મુંબઈ શિફ્ટ થયા તો એમણે પ્રતીક્ષા બંગલો ખરીદ્યો. એ પછી એમણે જલસા લીધો. આ ઘરની બહાર એક મોટું ગાર્ડન પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.