બોલીવુડની આ 5 સુપરહિટ જોડીઓ એક ફિલ્મ પછી ક્યારેય નથી દેખાઇ સાથે, એ પાછળનું કારણ જાણીને ચોંકી ઉઠશો તમે પણ

બોલીવુડની 5 સુપરહિટ જોડીઓ પોતાની પહેલી હિટ ફિલ્મ પછી ક્યારેય સાથે જોવા નથી મળી, આ વાત જાણીને તમને આશ્ચર્ય થશે પણ આ વાત સાચી છે. દર્શકો આ જે પણ ઉંમની સુપરહિટ ફિલ્મોને યાદ કરે છે અને આ ઓનસ્ક્રીન કપલ્સની ફરીથી એકસાથે સ્ક્રીન પર જોવા માંગે છે. બોલીવુડની કઈ સુપરહિટ જોડીઓ એક ફિલ્મમાં સાથે દેખાયા પછી ક્યારેય સાથે નથી દેખાઈ અને શું છે એનું કારણ ચાલો જાણી લઈએ.

1) સલમાન ખાન અને ભાગ્યશ્રી.

image source

રાજશ્રી પ્રોડક્શનની સુપરહિટ રોમેન્ટિક ફિલ્મ મેને પ્યાર કિયાની સુપરહિટ જોડી સલમાન ખાન અને ભાગ્યશ્રીને દર્શકો આજે પણ નથી ભૂલ્યા. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ તો દર્શકો એને વારંવાર જોઈ અને એ આ ક્યૂટ કપલના દીવાના થઈ ગયા. લોકો મેને પ્યાર કિયા ફિલ્મની આ સુપરહિટ જોડીને એટલું પસંદ કરવા લાગ્યા હતા કે એમની જેમ કપડાં પહેરતા હતા, એમના જેવી હેરસ્ટાઈલ રાખતા હતા. સલમાન ખાન અને ભાગ્યશ્રી મેને પ્યાર કિયા ફિલ્મ કર્યા પછી ક્યારેય સાથે નથી દેખાયા અને એનું કારણ એ હતું કે ભાગ્યશ્રીએ લગ્ન કરીને પોતાની ગૃહસ્થી સંભાળી લીધી અને એમના વ્યસ્ત થઈ ગઈ. તો સલમાન ખાનના કરીયરનો ગ્રાફ વધતો ગયો અને આજે એ બોલિવુડના સુપરસ્ટાર છે.

2) શાહરુખ ખાન અને મહિમા ચૌધરી.

image source

સુભાષ ઘાઈની સુપરહિટ ફિલ્મ પરદેશમાં જ્યારે દર્શકોએ મહિમા ચૌધરીની સુંદર અને ઉમદા એક્ટિંગ જોઈ તો દર્શકો શાહરુખ ખાનની સાથે સાથે મહિમા ચૌધરીના પણ દીવાના થઈ ગયા. શાહરુખ ખાન અને મહિમા ચૌધરીની ઓનસ્ક્રીન જોડી લોકોને ખૂબ જ ગમી પણ એ પછી આ જોડી ફરી ક્યારેય એકસાથે ન દેખાઈ. મહિમા ચૌધરીએ વધારે ફિલ્મો ન કરી અને લગ્ન કરી લીધા પણ શાહરુખ ખાનની રોમેન્ટિક ફિલ્મોનો સિલસિલો સતત ચાલતો રહ્યો અને શાહરૂખ ખાન બોલિવુડના મોસ્ટ રોમેન્ટિક હીરો બની ગયા.

3) બોબી દેઓલ અને ટ્વીનકલ ખન્ના.

image source

બોબી દેઓલ અને ટ્વીનકલ ખન્ના એક અલગ લુક સાથે દર્શકોની સામે આવ્યા હતા અને દર્શકોને આ ફ્રેશ જોડી ખૂબ જ ગમી હતી. ફિલ્મના ગીત પણ હિટ થયા હતા પણ એ પછી આ બંને ક્યારેય એકસાથે ન દેખાયા. એનું એક મોટું કારણ એ હતું કે ટ્વીનકલ ખન્નાને ખૂબ ક જલ્દી એ અહેસાસ થઈ ગયો હતો કે એ ફિલ્મો માટે નથી બની અને એટલે જ એ ફિલ્મોથી દૂર જતી રહી. તો બોબી દેઓલ પોતાના અલગ અંદાજમાં ફિલ્મો કરતા રહ્યા અને આજે પણ ફિલ્મોમાં જોવા મળે છે.

4) સંજય દત્ત અને ગ્રેસી સિંહ.

image source

રાજકુમાર હીરાની પોતાની ફિલ્મોથી દર્શકોને ચકિત પણ કરે છે અને સમાજને કઈક શીખ પણ આપે છે. રાજકુમાર હીરાનીની આવી જ એક ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસએ સંજય દત્તના કરિયરને એક અલગ દિશા આપી અને આ ફિલ્મમાં એમની સાથે ગ્રેસી સિંહને કઈક અલગ કરી બતાવવાની તક આપી. સંજુ બાબા અને ગ્રેસી સિંહની જોડી પણ દર્શકોને ખૂબ ગમી અને આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ. એ પછી આ ફિલ્મની સિકવલ લગે રહો મુન્નાભાઈ બનાવવામાં આવી અને એ ફિલ્મ પણ હિટ ગઈ પણ એ ફિલ્મમાં ગ્રેસી સિંહને કાસ્ટ કરવામાં નહોતી આવી. એમની જગ્યાએ વિદ્યા બાલનને આ ફિલ્મ સાઈન કરવામાં આવી હતી. મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મ પછી સંજય દત્ત અને ગ્રેસી સિંહની જોડી ક્યારેય સાથે નથી દેખાઈ.

5) આમિર ખાન અને ગ્રેસી સિંહ.

image source

ઓસ્કર નોમીનેટેડ ફિલ્મ લગાનમાં આમિર ખાન અને ગ્રેસી સિંહ ગામડિયા પાત્રમાં જોવા મળ્યા હતા. આઝાદી પહેલાના સમય પર આધારિત આ ફિલ્મમાં દર્શકોને આમિર ખાન અને ગ્રેસી સિંહની જોડી ખૂબ જ ગમી હતી. લગાન ફિલ્મ માટે આશુતોષ ગોવારીકરને દેશી લુક જોઈતો હતો અને ગામડાની ગોરીના આ લુક માટે એમને ગ્રેસી સિંગ ગમી પણ આ ફિલ્મ પછી આમિર ખાન અને ગ્રેસી સિંહની જોડી ફરી ક્યારેય સાથે ન દેખાયા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.