13 વર્ષ પછી રીલીઝ થવા જઈ રહી છે કપિલ શર્માની આ ડેબ્યુ ફિલ્મ, ચાહકો થઇ જશે ખુશ-ખુશ

૧૩ વર્ષ પછી રીલીઝ થવા જઈ રહી છે કપિલ શર્માની આ ડેબ્યુ ફિલ્મ, અભિનેતા હરમનની સાથે નાના પાટેકરનો દમદાર પાત્ર.

૧૩ વર્ષ પહેલા સ્ટેન્ડ અપ કોમેડિયન કપિલ શર્માએ જયારે ‘ગ્રેટ ઇન્ડિયા લાફ્ટર ચેલેન્જ’ની ત્રીજી સીઝન જીત્યા હતા તો તેમણે આ જ દિવસો દરમિયાન એક ફિલ્મમાં કામ કરવાની તક પણ તેમના હાથમાં આવી. કપિલ શર્મા ત્યારે પોતાના મિત્રોને આ ફિલ્મની શુટિંગના કિસ્સા પૂરી શાનથી સંભળાવે છે, પરંતુ આ ફિલ્મ ક્યારેય રીલીઝ થઈ શકી નહી. કપિલ શર્માની આ ડેબ્યુ ફિલ્મના પ્રીમિયર હવે સીધું જ ટેલીવિઝન પર થવા જઈ રહ્યું છે.

image source

બોલીવુડના નિર્માતા બોની કપૂરએ વર્ષ ૨૦૦૬માં રીલીઝ થયેલ સિદ્ધાર્થ, પ્રકાશ રાજ અને જયસુધા સ્ટારર ફિલ્મ ‘બોમ્મારીલુ’ની હિન્દી રીમેક રાઈટ્સ ખરીદ્યા અને પ્રસિદ્ધ લેખક અનિસ બઝમીને લેખક તરીકે લઈને એને હિન્દીમાં બનાવી દીધી. નિર્માતા હૈરી બાવેજાના દીકરા હરમન બાવેજા ત્યારે હિન્દી સિનેમામાં હીરો બનવાની ઈચ્છા ધરાવતા હતા અને બોની કપૂરએ હરમન બાવેજાને જ એની લીડ કાસ્ટમાં લઈ લેવામાં આવ્યા. આ સાથે જ આ ફિલ્મની હિરોઈન હતી જેનેલિયા ડી સુજા.

image source

અભિનેતા હરમન બાવેજાના કરિયરની ગાડી વર્ષ ૨૦૦૮માં રીલીઝ થયેલ તેમની પહેલી જ ફિલ્મ ‘લવ સ્ટોરી ૨૦૫૦’માં પંક્ચર થઈ ગઈ. આ ફિલ્મમાં હરમન બાવેજાની હિરોઈન પ્રિયંકા ચોપડા હતી અને ફિલ્મ ‘લવ સ્ટોરી ૨૦૫૦’ના નિર્દેશક હતા તેમના પિતા હૈરી બાવેજા. ત્યાર પછીના વર્ષે હરમન બાવેજાની બીજી બે ફિલ્મો ‘વિકટ્રી’ અને ‘વોટ્સ યોર રાશિ’ રીલીઝ થઈ અને અભિનેતા હરમન બાવેજાની ફ્લોપ ફિલ્મની હૈટ્રિક લાગી ગઈ. ત્યાર બાદ ફરીથી તેઓ વર્ષ ૨૦૧૪માં ફિલ્મ ‘ઢીશ્કીયાઉ’ માં જોવા મળ્યા પરંતુ તેમની પહેલાથી નિર્માણ કરવામાં આવેલ ફિલ્મોને કોઈએ હાથ પણ લગાવ્યો નહી.

image source

અભિનેતા હરમન બાવેજા સ્ટારર બોની કપૂરની જે ફિલ્મને હવે સીધી જ ટીવી પર રીલીઝ કરવાની વાત ફાઈનલ કરી દેવામાં આવી છે, તે ફિલ્મનું નામ છે ‘ઇટ્સ માય લાઈફ’. ફિલ્મ ‘ઇટ્સ માય લાઈફ’માં અભિનેતા નાના પાટેકર એ જ પાત્ર નિભાવવા જઈ રહ્યા છે જે મૂળ ફિલ્મમાં અભિનેતા પ્રકાશ રાજ દ્વારા નિભાવવામાં આવ્યું હતું.

image source

ફિલ્મ ‘ઇટ્સ માય લાઈફ’ની વાર્તાનો મૂળ આધાર એક પિતા અને તેમના દીકરાના સંબંધોની વાર્તા છે. નિર્માતા બોની કપૂરના જણાવ્યા પ્રમાણે, આ ફિલ્મ ‘ઇટ્સ માય લાઈફ’ને તેમણે પારંપારિક અને અપ્રદુષિત પારિવારિક સંબંધો અને એક બાપ અને તેમના દીકરાની વચ્ચેના ક્લિષ્ટ સંબંધોને ધ્યાનમાં રાખીને બનાવી હતી અને તેમને આશા છે કે આ ફિલ્મ હજી પણ દર્શકોના દિલ જીતવામાં સફળ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.