આ બોલીવુડ સ્ટાર્સે ઘરેથી ભાગીને કર્યા હતા લગ્ન, એકે તો સિંદૂર ના મળ્યું તો લિપસ્ટિકથી ભરી દીધી માંગ

સામાન્ય રીતે જોવા જઈએ તો જો તમે કોઈ એવું કામ કરો છો જે સામાન્ય કરતા થોડું અલગ હોય તો એને બહુ લોકપ્રિયતા નથી મળતી પણ બીજી બાજુ જો આપણા બોલિવુડના કલાકારો કોઈપણ નાનું મોટું કામ કરે તો સમજી જજો કે એ એક મોટી ખબર બની જાય છે. એવામાં બોલીવુડમાં લવ મેરેજનું ચલણ તો ખૂબ જ સામાન્ય વાત છે. ઘણા બૉલીવુડ કલાકારોએ પોતાના લાંબા સમયથી ચાલતા પ્રેમ પ્રકરણને લગ્નનું રુપ આપ્યું છે તો અમુક બૉલીવુડ કલાકારોએ પોતાના પરિવારના લોકોની મરજીથી પણ લગ્ન કર્યા છે તો અમૂકે પોતાના પરિવારના વિરુદ્ધમાં જઈને લગ્ન કર્યા છે. આજે અમે તમને બોલિવુડના એવા કેટલાક કલાકારો વિશે જણાવીશું જેમને ઘરેથી ભાગીને લગ્ન કર્યા છે.

શક્તિ કપૂર.

image source

બોલિવુડના જાણીતા અભિનેતા શક્તિ કપૂર અને શિવાંગી કોલ્હાપુરીએ વર્ષ 1982માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે બંનેના પરિવારને આ સંબંધ પસંદ નહોતો પણ શિવાંગી શક્તિ કપૂરને ખૂબ જ પ્રેમ કરતી હતી અને એમના માટે એમને પોતાનું ઘર પણ છોડી દીધું હતું અને પછી બંનેને ભાગીને લગ્ન કરવા પડ્યા હતા.

આમિર ખાન.

image source

બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિષ્ટ આમિર ખાને રીના દત્ત સાથે પહેલા લગ્ન કર્યા હતા. બંને પડોશી હતા. આમિરે પોતાના 21માં જન્મદિવસ પર રીનાને પ્રપોઝ કર્યો હતો. અલગ ધર્મ હોવાના કારણે રીનાના માતાપિતાને આ સંબંધ નહોતો ગમતો.મજાની વાત એ છે કે 18 એપ્રિલ 1986માં આમિર અને રીનાએ ઘરેથી ભાગીને લગ્ન કરી લીધા. આ કપલના બે બાળકો થયા જુનેદ અને ઇરા. જો કે 16 વર્ષ પછી બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો અને પછી આમિર ખાને કિરણ રાવ સાથે લગ્ન કરી લીધા..

જીતેન્દ્ર.

image source

વીતેલા જમાનાના સુપરસ્ટાર બૉલીવુડ અભિનેતા અને ટીવી કવીન એકતા કપૂરના પિતા જીતેન્દ્રનું હેમા માલિની, શ્રીદેવી, જયા પ્રદા જેવી ઘણી જાણીતી અભિનેત્રીઓ સાથે અફેર રહ્યું હતું પણ તમને જણાવી દઈએ કે એમને સાત ફેરા પોતાની બાળપણની મિત્ર શોભા સાથે ફર્યા. જે એક એરહોસ્ટેસ હતી. પ્રોડ્યુસર એકતા કપૂરે જીતેન્દ્ર અને શોભા કપૂરનો ફોટો શેર કરતા જણાવ્યું હતું કે 43 વર્ષ પહેલાં શરદ પૂનમે બંને જણાએ ભાગીને લગ્ન કરી લીધા હતા. આ બંને આજે પણ સાથે છે અને આજે પણ એમનો પ્રેમ એવો ને એવો જ છે.

શશિ કપૂર.

image source

શશી કપૂરે ક્યારેય વિચાર્યું પણ નહિ હોય કે થિયેટર પ્રત્યેનો એમનો લગાવ એમને એમની જીવન સંગીની સાથે મળાવશે.. શશી અને જેનિફરની મુલાકાત 1956માં કોલકાતામાં થઈ હતી. એ સમયે આ બંને પોતપોતાના થિયેટર ગ્રુપસમાં કામ કરી રહ્યા હતા. થોડા સમય સુધી એકબીજાને મળ્યા પછી આ બંનેને પ્રેમ થઈ ગયો અને એમને લગ્ન કરવાનો નિર્ણય કર્યો. જો કે જેનિફરના પિતાને આ લગ્ન બિલકુલ મંજુર નહોતા. તેમ છતાં પણ જેનિફર મુંબઈ આવી અને ભારતીય પરંપરા સાથે જુલાઈ 1958માં લગ્ન કર્યા હતા. પછી 1984માં જેનિફરનું કેન્સરના કારણે નિધન થઈ ગયું અને શશી એકલા પડી ગયા. એ બંનેના ત્રણ બાળકો છે- કરણ, કુણાલ અને સંજના.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.