૧૯૯૭ સુપર હીટ કમાણી વાળી ફિલ્મો તમારે જોવાની રહી તો નથી ગઈ ને?

૧૯૯૭નું વર્ષ બોલીવુડ ફિલ્મો માટે બહુ રસપ્રદ હતું. આ સમયે શાહરૂખ ખાન એ પોતાના રોમાન્સમાં ડૂબેલા હતા અને સલમાન ખાન પોતાની કોમેડીમાં હતા. અજય દેવગણ અને અક્ષય કુમાર પોતાના એક્શન અવતારમાં વ્યસ્ત હતા, બીજી તરફ સની દેઓલ દેશભક્તિના રંગે રંગાયેલ હતા. એ વર્ષે ફેબ્રુઆરીમાં સલમાન ખાનની ફિલ્મ જુડવા રીલીઝ થઇ હતી, એ ફિલ્મને ૨૨ વર્ષ પૂર્ણ થઇ ગયા છે.

તો આજે અમે તમને એ સમયે બીજા સ્ટાર્સે પોતાની કઈ ફિલ્મથી કેટલો જાદુ ચલાવ્યો એ આજે તમને જણાવીશું. તમને જાણીને નવાઈ લાગશે પણ એ વર્ષે સલમાન ખાન અને અક્ષય કુમાર પોતાના ડબલ રોલની તૈયારીમાં વ્યસ્ત હતા પણ એ સમયે સૌથી બેસ્ટ મુવી સની દેઓલની બોર્ડર હતી. એ સમયે બોક્સ ઓફીસ કલેક્શનમાં અને એવોર્ડ પર આ મુવીએ બરાબરની પકડ જમાવી હતી.

આ વર્ષ બોલીવુડ માટે બહુ ફાયદાવાળું વર્ષ હતું કારણ કે એ વર્ષે બધા જ મોટા અને જાણીતા કલાકારે પોતાના હીટ મુવીથી ઘણી કમાણી કરી હતી. કોઈ મુવી સુપરહીટ હતી તો કોઈ મુવી બ્લોકબસ્ટર, એ સમયની ઘણી ફિલ્મો આજે પણ બહુ પસંદ કરવામાં આવે છે, આવો તમને જણાવીએ એ સમયના રેકોર્ડ.

બોર્ડર મુવી કે જેમાં સની દેઓલે કામ કર્યું હતું તે ફિલ્મ એ સમયની સૌથી વધુ કમાણી કરવા વાળી ફિલ્મ હતી. ફિલ્મમાં સની દેઓલ સાથે સુનિલ શેટ્ટી, અક્ષય ખન્ના અને જૈકી શ્રોફ પણ હતા. તો બીજી બાજુ શાહરૂખ ખાનની ફિલ્મ દિલ તો પાગલ હે એ બીજા નંબરની સુપર હીટ મુવી હતી.

image source

સલમાન ખાન અને આમિર ખાનની તો કોઈ માહિતી નહોતી અને ત્રીજા નંબર પર શાહરૂખ ખાનની પરદેશ ફિલ્મ હતી. સાથે સાથે ઇન્દર કુમારની ઈશ્ક કે જેમાં અજય દેવગણ અને આમિર ખાનની કોમેડીએ લોકોને ઘણા હસાવ્યા હતા. અને આ ઈશ્ક એ ચોથા નંબર પર સેમી હીટ ગણાતી હતી.

image source

સની દેઓલનો પ્રભાવ એ વર્ષે બોક્સ ઓફીસ પણ જબ્બર હતો, તેમની મુવી જિદ્દ એ પાંચમાં નંબર પર હીટ હતી તો બીજી બાજુ ગોવિંદાની ફિલ્મ હીરો નંબર-૧ એ બોક્સ ઓફીસ પર છઠ્ઠા નંબર પર હતી.

image source

બોબી દેઓલ પણ હીટ લીસ્ટમાં હતો તેણે એ વર્ષે ફિલ્મ ગુપ્ત સાથે બોક્સ ઓફીસ પર સાતમાં નંબર પર હતા. આ ફિલ્મ તેમની પહેલી ત્રિલ ફિલ્મ હતી. બીજી તરફ સલમાન ખાનની જુડવા એ હીટ થઈને આઠમાં સ્થાને હતી.

image source

શાહરૂખ પોતાનો જાદુ બહુ ચલાવી શક્યો નહોતો એ સમયે શાહરૂખ અને માધુરી એ સુપર સ્ટાર હતા. પણ તેમની ફિલ્મ કોયલા એ એવરેજથી પણ નીચે હતી પણ કમાણીની રીતે જોઈએ તો એ મુવી નવમાં સ્થાને હતી અને અનિલ કપૂર – ગોવિંદાની ફિલ્મ દિવાના મસ્તાના એ એવરેજ કલેક્શન સાથે દસમાં નંબર પર હતી.

image source

અનીલ કપુ અને સુનીલ શેટ્ટી નો જાદુ ચાલતો હતો. આ સમયે અનિલ કપૂર અને શ્રીદેવીની જુદાઈ મુવી એ ઘણી હીટ રહી હતી અને બોક્સ ઓફીસપર તે અગિયારમાં નંબર પર હતી. તો બીજી બાજુ સુનીલ શેટ્ટી અને કૃણાલ ખેમુની ભાઈ મુવીને લોકોએ બારમાં નંબર પર સ્થાન આપ્યું હતું.

image source

શાહરૂખ ખાન એ જુહી ચાવલાનો પણ એ જમાનો હતો, હા પણ તેમની ફિલ્મ યસ બોસ ફિલ્મ એ બહુ કમાણી કરી શકી હતી નહિ. અને બોક્સ ઓફીસ પર તે તેરમાં નંબરના સ્થાન પર હતી. સાથે વિરાસત કે જે અનિલ કપૂરની ફિલ્મ છે એ પણ બોક્સ ઓફીસ પર એવરેજથી થોડી વધુ કમાણી કરી શકી હતી.

image source

છેક અત્યારે અક્ષય કુમારનો નંબર આવે છે. આ સમયે અક્ષય કુમારની ફિલ્મો બહુ ઓછી જોવા મળતી હતી. તેમની ફિલ્મ મિસ્ટર એન્ડ મીસીસ ખિલાડી પણ એવરેજથી નીચે હતી તો બીજી બાજુ નાના પાટેકરની ફિલ્મો બોક્સ ઓફીસના લીસ્ટમાં જોવા મળતી હતી. તેમની ફિલ્મ યશવંત એ શાનદાર હતી પણ બોક્સ ઓફીસ પર તેની કમાણી એવરેજથી અન નીચે હતી.

image source

એવરેજથી નીચે હોવા છતાં પણ કમલ હસનની ફિલ્મો બજેટમાં રહેતી હતી. કમલ હસનની ચાચી ૪૨૦ ફિલ્મ કમાણી પ્રમાણે સત્તરમાં નંબર પર હતી. તો અમિતાભ બચ્ચનની ફિલ્મ મૃત્યુદાતા એ બહુ ખરાબ પ્રદર્શન કર્યું હતું પણ તેની કમાણી ઠીક ઠીક હતી.

સૌથી વધુ કમાણી કરવાવાળી ફ્લોપ ફિલ્મમાં નાના પાટેકરની ગુલામ-એ-મુસ્તુફા અને સંજય દત્તની દોડ એ સૌથી વધુ કમાણી કરવાવાળી ફ્લોપ ફિલ્મ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.