સી-પ્લેન ઓપરેટ કરનાર અજયસિંહ પાસેથી જાણો સાચા આકડાં, કેટલું ભાડું-બુકિંગ-સીટ, દરેક માહિતી એક ક્લિકે

દેશવાસીઓ હવે પ્રથમ સીપ્લેન સેવાનો લાભ લઈ શકશે. વિધિવત રીતે પીએમ મોદી દ્વારા તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે દેશમાં ચારેતરફ સી પ્લેનની ચર્ચા છે. સૌ કોઈ સી પ્લેનમાં મુસાફરી કરવા માટે તત્પર છે. આવામા સી પ્લેનમાં સફર કરવા માટે ઈન્ક્વાયરી પણ વધી ગઈ છે. અત્યાર સુધી 1500 થી વધુ લોકોએ ટિકીટ માટે ઈન્ક્વાયરી કરી છે તેવુ સ્પાઈસ જેટના સીએમડી અજય સિંહે જણાવ્યું છે. ત્યારે હવે અજય સિંહ સાથે સી પ્લેનની અને તેના બુકિંગની બધી જ વાત જાણવા મળી છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરી ત્યારે અજય સિહં એ વિશે વિગતે વાત કરી હતી.

image source

ભારતમાં સી પ્લેનની જરૂર વિશે અજય સિંહે વાત કરી હતી કે, ભારતમાં એવા કેટલાય ટુરિસ્ટ પ્લેસ છે જ્યાં જવા કનેક્ટિવિટી ઇસ્યુઝ છે અને રસ્તા પણ નથી. આવા સ્થળે તળાવો, નદી અને બીજી વોટર બોડી છે. ત્યાં સી-પ્લેન ઉતારી શકાય છે. સી-પ્લેન નીચી હાઇટ પર ઊડતું હોઇ તેમાંથી સૌંદર્યને ખૂબ સારી રીતે માણી શકાય. સ્ટેચ્યૂ ઓફ યુનિટીને તમે પ્લેનની બારીમાંથી ફીલ કરી શકશો.

image source

સી-પ્લેનના બુકિંગના રિસ્પોન્સ વિશે વાત કરતાં અજય સિંહે કહ્યું હતું કે, દેશનાં પ્રથમ સી-પ્લેન મુદ્દે અમને ઓવરવ્હેલ્મિંગ રિસ્પોન્સ મળ્યો છે. માત્ર 24 કલાકમાં 3,000થી વધુ બુકિંગ રિકવેસ્ટ મળી છે. તેમજ કેવડિયાને બીજા કયા શહેર સાથે જોડાશે એએ વિશે કહ્યું હતું કે, આગળના સમયમાં વધારે બે સી પ્લેન ખરીદાશે તેમજ ટૂંક જ સમયમાં દેશનાં વિવિધ શહેરને કેવડિયા સાથે જોડાશે. જેમાં સુરતને જોડવાની પ્રાથમિકતા રહેશે એવી પણ વાત કહી હતી. તેમજ ઉદયપુરનાં તળાવો, કાશ્મીરનાં ડાલ લેક, હરિદ્વાર, દિલ્હી, નૈની લેક, પોર્ટબ્લેર, હેવલોક, કાઝીરંગા વગેરેને પણ સી-પ્લેન સર્વિસ સાથે જોડાશે.

image source

સી-પ્લેનની સીટ અને ભાડાં વિશે તેમણે જણાવ્યું કે, ઉડાન સ્કીમ હેઠળ આ સેવા શરૂ થયેલી હોઇ તેનાં નિયમો પ્રમાણે ભાડું રહેશે. પ્લેનમાં કુલ 18 સીટ છે જેમાંથી બે પાઈલટ અને એક અટેન્ડન્ટ માટે રહેશે જ્યારે 15 સીટ મુસાફરો માટે રહેશે. તેમાં અમુક સીટ રૂ. 1,500ની હશે. જ્યારે બાકીની સીટ રૂ. 5,000 સુધી જઇ શકે છે.

image source

ઉલ્લેખનીય છે કે, સ્પાઇસજેટની ફ્લાઇટ 1 નવેમ્બરથી મુસાફરોને લઇ જશે. જોકે ટિકિટ મુદ્દે મુસાફરોમાં ભારે અવઢવ છે. કારણ કે, સ્પાઇસ શટલ સર્વિસની વેબસાઇટ પર હાલ બુકિંગ માટે માત્ર રિકવેસ્ટ લેવાઇ રહી છે પરંતુ ટિકિટ બુક નથી થતી. આ વિશે સાઇસજેટનાં સી-પ્લેન હેડ સાંતનુ કાલિતાએ ભાસ્કરને કહ્યું હતું કે, ચારેક દિવસમાં વેબસાઇટ બની જશે. પછી લોકોને વહેલા તે પહેલાનાં ધોરણે ટિકિટ મળી જશે. હાલમાં મુસાફરદીઠ 7 કિલો વજનની મંજૂરી છે.

image source

આ સેવા વિશે એવિયેશન મિનિસ્ટર હરદીપસિંહ પૂરીએ જણાવ્યું કે, સી પ્લેન માટે ગુજરાત સરકાર અને લોકોને શુભકામનાઓ. અહીં ખૂબ જ જલ્દી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. હાલ દિવસમાં 4 વાર સી-પ્લેન ઉડશે. આગામી સમયે તેમાં વધારો કરાશે. આ ખૂબ નાની શરૂઆત છે, આગામી સમયે વધારે મોટા આયામો સર કરાશે. આગામી સમયે સુરત સહિતના સેન્ટર પરથી સેવાની શરૂઆત કરાશે. સરકારની ઉડાન સ્કીમ હેઠળ નવા શહેરોને આવરી લેવાશે. જેનો પર્યટન ક્ષેત્રને મોટો ફાયદો થશે.