શિપિંગ કન્ટેનરમાંથી બનાવ્યું ત્રણ માળનું ઘર, અદ્ભૂત જુઓ ફોટો…

દુનિયાભરમાં કરોડો લોકો રહે છે અને સૌ પોતપોતાની સુવિધા અનુસાર નાનકડું કે વિશાળ ઘર ઈચ્છે છે. જેથી તેને કોઈ અગવડતાનો સામનો ન કરવો પડે. વળી, સારું ઘર બનાવવું લગભગ દરેક માણસનું સપનું હોય છે પરંતુ પૈસા તથા જગ્યાના અભાવે દરેક માણસના સપના પુરા નથી થતા.

image source

ઘર બનાવવા માટે લોકો જાતજાતની મહેનત કરે છે અને સારામાં સારા આર્કીટેકને શોધી સુંદર ડિઝાઇન કરાવે, સારું કન્ટ્રક્શન મટીરીયલ વાપરે વગેરે.. પરંતુ દુનિયામાં એવા માણસોનો પણ કોઈ તોટો નથી જે પોતાના અલગ વિચારો અને અલગ પ્રયોગોને લઈને બધાથી અલગ તરી આવે છે. અમુક લોકોને અલગ પ્રકારનું ઘર બનાવવાનો શોખ હોય છે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને એવા જ એક ઘર વિષે વાત કરવાના છીએ જેના વિષે જાણી / જોઈને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો. તો ચાલો જોઈએ આ ઘરની રસપ્રદ વિગત.

image source

આપણે સામાન્ય રીતે સિમેન્ટ અને ઈંટો દ્વારા બનાવેલા મકાનો જોઈએ છીએ પરંતુ શું તમે લોખંડના મોટા કન્ટેનરથી બનેલા ઘર વિષે સાંભળ્યું છે ? નહિ ને ? અસલમાં ટેક્સાસના હ્યુસ્ટન શહેરમાં રહેતા એક વ્યક્તિએ શિપિંગ કન્ટેનરો વડે સપનાનું ઘર બનાવ્યું છે. આ ઘરમાં બહારથી ભલે મોટા મોટા લોખંડના કન્ટેનરો જ દેખાતા હોય પણ અંદરથી તે એટલું જ સુંદર અને સુવિધાયુક્ત છે.

image source

આ ઘર બનાવવા પાછળ મગજ લગાવનાર અને ઘરના માલિકનું નામ વીલ બ્રીઓક્સ છે. તેણે હ્યુસ્ટન શહેરના મૈકગોવન સ્ટ્રીટમાં 11 જેટલા વિશાળ શિપિંગ કન્ટેનરો વડે ત્રણ માળનું અદભુત ઘર બનાવ્યું છે. ખાસ વાત તો એ છે કે 2500 સ્કવેર ફૂટમાં બનાવાયેલું આ ઘર આગ, તોફાન અને પાણી જેવી આફતો સામે લડી શકે તેમ છે.

image source

મીડિયા અહેવાલો મુજબ વીલ બ્રીઓક્સએ વર્ષ 2000 માં જ આ પ્રકારનું અદભુત અને કન્ટેનરો વડે બનેલા ઘર વિશેનો વિચાર કર્યો હતો પરંતુ તેણે બનાવતા ઘણો સમય લાગ્યો. હવે વીલ બ્રીઓક્સ ભલે કન્ટેનરોનું પણ અદભુત અને અનોખું ઘર બનાવવવા માંગતા હતા એટલે પહેલા તેણે એક સારા ડિઝાઈનરની શોધખોળ આદરી પરંતુ તેવો કોઈ ડિઝાઈનર ન મળતા વર્ષ 2001 થી તેણે પોતે જ ઘર બનાવવાનો નિર્ણય કર્યો.

image source

વીલ બ્રીઓક્સએ ઘર બનાવતા પહેલા એક 3D સ્કેચ તૈયાર કર્યો અને ત્યારબાદ ઘર બનાવવામાં લાગી ગયા. અંતે તેણે આ ઘર બનાવવામાં સફળતા પણ મેળવી. વીલ બ્રીઓક્સના આ રીતે લોખંડના કન્ટેનર વડે ઘર બનાવવા પાછળ એક હેતુ એ પણ હતો કે ઘર મજબૂત બને અને વર્ષો સુધી ટકી રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.