બે જ દિવસમાં તૈયાર થઈ જશે કોરોનાની પહેલી રસી, જાણી લો કોને મળશે લાભ

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસની રસી ની રાહ દરેક દેશના લોકો જોઈ રહ્યા છે. આ મહામારીનો એકમાત્ર ઇલાજ હવે રસી જ છે તે વાત સ્પષ્ટ થઈ ચૂકી છે. ત્યારે રશિયાથી સૌથી સારા સમાચાર સામે આવ્યા છે. રૂસના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવી દીધું છે કે રસી ના બધા જ ટ્રાયલ પૂરા થઈ ગયા છે અને રસી 10 ઓગસ્ટથી બજારમાં મૂકવા માટે તૈયાર છે.

image source

આ રસી ગામાલેયા ઇન્સ્ટિટ્યૂટે બનાવી છે અને ઇન્સ્ટિટ્યૂટે દાવો કર્યો છે કે આ રસી કોરોનાને રોકવા સક્ષમ છે અને 10 ઓગસ્ટથી તેને બજારમાં મુકવામાં આવશે.

image source

એક અહેવાલ અનુસાર રૂસના સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મુરાશ્કોએ જણાવ્યું છે કે ગામાલેયાની રસી ના તમામ ટ્રાયલ પૂર્ણ થઈ ચૂકયા છે. હવે વૈજ્ઞાનિકો પર આધાર રાખે છે કે તેઓ રસી બજારમાં ક્યારે લાવશે.

image source

મોસ્કો માં આવેલી ગામાલેયા ઇન્સ્ટિટયૂટના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે ઓગસ્ટના મધ્યભાગમાં પહેલી રસી તેઓ આપી શકશે. આ દાવા અનુસાર રુસના અધિકારીઓ અને વૈજ્ઞાનિકો 10 ઓગસ્ટે રસી માર્કેટમાં લાવવા પર કામ કરી રહ્યા છે. એટલે કે 10 તારીખથી સામાન્ય લોકો આ રસી નો ઉપયોગ કરી શકશે. તેનો સૌથી પહેલાં લાભ ફ્રન્ટલાઈન હેલ્થ વર્કરને મળશે.

જણાવી દઈએ કે રસીના ટ્રાયલની લઈને કોઈ જ ડેટા જાહેર કર્યા નથી. આ રસી કેટલી અસરકારક છે તેના વિશે પણ કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી રહી. કેટલાક લોકો દ્વારા એ વાતની ટીકા પણ થઈ રહી છે કે રસી લાવવા માટે રાજકીય દબાણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અધૂરા હ્યુમન ટ્રાયલ પર પણ સવાલ થઈ રહ્યા છે. જોકે આ બધા જ પ્રશ્નો વચ્ચે 10 ઓગસ્ટે બજારમાં રસી લાવવાની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે 10 તારીખ થી રુસ કોરોનાની રસી રજૂ કરી શકે છે કે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span