હવે તો દર્દીનો અવાજ જ કહી દેશે કે કોરોના વાયરસની અસર શરીર પર કેટલી થઈ છે..જાણો કેવી રીતે

દર્દીનો અવાજ બતાવશે કોરોના વાયરસની શરીર પર કેટલી અસર થઈ છે

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાને અંકુશમાં લાવવા માટે આધુનિક ટેક્નિક પર આધારિક વોઇસ ટેસ્ટિંગની તપાસ શરૂ કરવામા આવી છે. એક સપ્ટેમ્બરે શરૂ થયેલી તપાસ દરમિયાન અત્યાર સુધીમાં મુંબઈમાં એક હજાર કોરોના દર્દીઓના વોઇસ ટેસ્ટિંગની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. આ પ્રક્રિયા હેઠળ દર્દીના અવાજથી જાણી શકાય છે કે કોરોનાથી સંક્રમિત થવા પર દર્દી માટે કેટલું જોખમ છે અને તેના શરીર પર ક્યાં અસર થઈ છે.

image source

મુંબઈના પશ્ચિમી ઉપનગરના નેસ્કો કોવિડ સેન્ટરમાં દર્દીઓના અવાજના નમૂના લેવામા આવી રહ્યા છે. કોવિડ સેન્ટરના ડીન ડો. નીલમ અંદ્રાડેએ જણાવ્યું કે દર્દીઓના અવાજના નમૂનાનો ડેટા એકઠો કરવામા આવી રહ્યો છે. આવતી 15મી ઓક્ટોબર સુધીમાં 2000 કરોના દર્દીઓના અવાજનો ડેટા ભેગો કરી લેવામાં આવશે. ત્યાર બાદ અવાજના નમૂનાઓને ઇઝરાયેલની વેકેલિસ હેલ્થકેયર કંપની પાસે મોકલી દેવામાં આવશે જેનો રિપોર્ટ છ મહિનામાં મળશે. ડો. અંદ્રાડેએ જણાવ્યું કે કોવિડ સેન્ટરમાં આવનારા તે જ લોકોનો વોઇસ ટેસ્ટિંગ તપાસવામા આવી રહ્યો છે જે કેવિડ-19 પોઝિટિવ છે. આ એક પ્રકારનું સંશોધન જ છે. તેમાં દર્દીઓની સંપૂર્ણ જાણકારી ભેગી કરવામાં આવી રહી છે.

image source

એટલે કે કોરના સંક્રમિત દર્દીના અવાજમાં કોઈ બદલાવ આવ્યો અને અવાજમાં કેટલું કંપન છે વિગેરેનું સ્ક્રિનિંગ ટૂલ બનાવવામાં આવશે. આ આખુ સેમ્પલ ડેટાની સાથે ઇઝરાયેલની કંપનીને મોકલવામા આવશે.

image source

ત્યાં આ ડેટા પર સંશોધન કરીને વોઇસ સેમ્પલને મેચ કરવામાં આવશે ત્યાર બાદ તેને રિપોર્ટ તૈયાર કરવામા આવશે. ત્યાર બાદ એ તપાસ કરવામા આવશે કે કોરોનાથી દર્દીને કેટલું જોખમ છે અને તેની તેના શરીર પર શું અસર થઈ શકે છે.

કોરોના દર્દીની ત્રણ વાર તપાસ થાય છે

image source

ડો. નીલમે જણાવ્યું કે એક કોરોના સંક્રમિત દર્દીનું આ મશીનથી ત્રણ વાર ટેસ્ટિંગ કરવામા આવે છે. તેમા કોવિડ સેન્ટરમાં આવ્યાના પહેલા દિવસે, ત્રીજા દિવસે અને ડિસ્ચાર્જ થાય તે દિવસનું ટેસ્ટિંગ હોય છે. ડો. નીલમે જણાવ્યું કે કોવિડ સેન્ટરને બે ટેસ્ટિંગ મશીન આપવામાં આવ્યા છે. જેના માટે બે ડોક્ટર સેન્ટરમાં દર્દીઓની તપાસ કરી રહ્યા છે.

અમેરિકા અને ઇઝરાયેલમાં આ પ્રયોગ ચાલુ છે

image source

કોરોના ટેસ્ટિંગ માટે આ ટેક્નિકનો ઉપયોગ અમેરિકા તેમજ ઇઝરાયેલ જેવા દેશોમાં શરૂ થઈ ગયો છે. ડો. અંદ્રાડેએ જણાવ્યું કે જ્યારે કોઈ વ્યક્તિમા કોરોનાના લક્ષણ જેવા મળે છે. તો તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોય છે. આ બધી જ પ્રક્રિયા ફેફસાની માસપેશિઓને પ્રભાવિત કરે છે. તેનાથી ફેફસાની માસપેશિઓમાં સોજો આવી જાય છે અને દર્દીનો અવાજ બદલાઈ જાય છે. અત્યાર સુધી તપાસમાં આટલું જાણવા મળ્યું છે.