OMG! કોરોનામાંથી બહાર આવ્યા પછી અનેક લોકો પીડાય છે આ સમસ્યાઓથી, ગંધ-સ્વાદથી લઇને થાય છે આવી અનેક આડઅસરો

દેશમાં કુલ રિકવરી દર્દીનો આંકડો 51 લાખને પાર થઈ ગયો છે, જે વિશ્વમાં સૌથી વધારે છે. અત્યાર સુધી 7 કરોડ 30 લાખથી વધારે ટેસ્ટ થઈ ગયા છે. ગયા સપ્તાહમાં આશરે 77 લાખ 80 હજાર ટેસ્ટ થયા છે. આ જાણકારી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે મંગળવારે આપી હતી. તેમણે કહ્યું કે ICMRના બીજા રિપોર્ટમાં જાણવા મળ્યુ છે કે હજુ પણ મોટી સંખ્યામાં વસ્તી કોરોનાની ઝપટમાં આવી ગયા છે. માટે આપણે સંપૂર્ણ સાવધાની રાખવી પડશે. તેના મતે ઓગસ્ટમાં 10થી વધારે ઉંમરવાળા પ્રત્યેક 15 પૈકી એક વ્યક્તિ સંક્રમિત થઈ ગયા છે. 17 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર સુધી 29,082 લોકોનો સરવે કરવામાં આવ્યો હતો. તેમા 6.6 ટકા સંક્રમિત હોવાનું માલુમ પડ્યુ છે.

image source

દરમિયાન દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા 61 લાખ 48 હજાર 640 થઈ ગઈ છે. સોમવારે 69 હજાર 668 દર્દી ઉમેરાયા હતા. જ્યારે 85 હજાર 194 લોકોને સારું થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કોરોનાનો એકવાર ચેપ લાગ્યા બાદ તેમાંથી રિકવર થવું બહુ અઘરું છે. ઘણા રિસર્ચમાં એ વાત સામે આવી છે કે રિકવરી પછી દર્દીઓએ ઘણી સાઇડ ઇફેક્ટ્સનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ હવે એક રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે કોરોનામાંથી રિકવર થનારી દર 10માંથી 1 વ્યક્તિ તેની સાઇડ ઇફેક્ટ્સથી પીડાઈ રહી છે. સારવાર પછી દર્દીઓમાં થાક, ગંધ અને સ્વાદનો અભાવ અને એકાગ્રતાના અભાવ જેવાં લક્ષણો જોવા મળી રહ્યા છે. આ દાવો દક્ષિણ કોરિયામાં કરાયેલા એક અભ્યાસમાં કરવામાં આવ્યો છે.

26.2% દર્દીઓ વાંચવામાં અસમર્થ થઈ ગયા છે

image source

રિસર્ચમાં જણાવ્યા અનુસાર, 26.2% દર્દીઓ વાંચન પર ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા. આ ઉપરાંત, તેમનામાં એકાગ્રતાનો અભાવ જોવા મળી રહ્યો છે. દર્દીઓ ગંધ અથવા સ્વાદને ઓળખવામાં અસક્ષમ અને મગજ પર થતી નકારાત્મક અસરથી દર્દીઓ હેરાન થઈ ગયા છે.
ક્યૂંગપૂક નેશનલ યુનિવર્સિટીના પ્રોફેસર કિન શિન-વૂએ કોરોનામાંથી રિકવર થયેલા 5762 દર્દીઓમાંથી 16% કોરોના સર્વાઇવરનો ઓનલાઇન સર્વે કર્યો, જેમાં આ બાબતો બહાર આવી હતી.

બીજું રિસર્ચ 16 સંસ્થા ભેગી થઇને કરી રહી છે

image source

પ્રો. ક્વોનના જણાવ્યા અનુસાર, રિસર્ચ સંપૂર્ણપણે ઓનલાઇન કરવામાં આવ્યું હતું. આ વિશે વધુ વિશ્લેષણ કર્યા પછી ટૂંક સમયમાં અમે રિસર્ચ પ્રકાશિત કરીશું. સાઉથ કોરિયા 16 સંસ્થાઓ સાથે મળીને બીજું રિસર્ચ કરી રહ્યો છે, જેમાં દર્દીઓમાં જોવા મળતી આડઅસરોની અસરને સમજવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ રિસર્ચમાં દર્દીઓનું સિટી સ્કેન કરવામાં આવી રહ્યું છે.

image source

સાઉથ કોરિયામાં સોમવારે 38 નવા ચેપગ્રસ્ત દર્દીઓ મળી આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 23,699 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. કોરોના રોગચાળાને કારણે અત્યાર સુધીમાં 407 લોકોનાં મોત નીપજ્યાં છે.

965 દર્દીઓ પર રિસર્ચ થયું

image source

કોરોનાથી રિકવર થનારા 965 દર્દીઓ પર ઓનલાઇન અભ્યાસ કરવામાં આવ્યો હતો. કોરિયાના સેન્ટર્સ ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના અધિકારી કવોન જૂન-વૂકના જણાવ્યા મુજબ, 91.1% દર્દીઓમાં આડઅસરો જોવા મળી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span