કોરોના વાયરસથી બચવુ હોય તો બહાર જાવો ત્યારે અચુક સાથે લઇ જાવો આ ત્રણ વસ્તુઓ, ભૂલતા નહિં

છેલ્લા કેટલાક મહિનાથી સમગ્ર વિશ્વ પર કોરોનાનો કહેર વ્યાપેલો છે. કેટલાય લોકો સંક્રમિત થયા ને કેટલાય લોકો એ આ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો. આ ખતરનાક કોરોના વાયરસની રસી હજી સુધી શોધાઈ નથી, તેથી જ્યાં સુધી એની રસી ન શોધાય ત્યાં સુધી.પોતાની જાતને સુરક્ષિત રાખવા માટેનો એક જ ઉપાય છે અને એ છે સાવચેતી. અને એમાં ય જો તમે ઘરની બહાર જઈ રહ્યા હો ત્યારે તો ખાસ કાળજી રાખવી જોઈએ.

image source

જો એક વ્યક્તિ વાયરસના સંપર્કમાં આવે તો અન્ય ઘણા લોકોને પણ તેનો ચેપ લાગવાનો ખતરો રહે છે. દિવસેને દિવસે આપણે ત્યાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને અનલોકના પગલે હવે લોકો પોતપોતાના કામ ધંધે ફરી વળગ્યા છે એવામાં પોતાની જાતને સુરક્ષિત રાખવી વધારે મહત્વની બની જાય છે.
– સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા પ્રમાણે, ત્રણ વસ્તુઓ એવી છે કે જેને તમે જ્યારે ઘરની બહાર નીકળો ત્યારે ભૂલ્યા વગર તમારી સાથે રાખવી જોઈએ.

ફેસ માસ્ક

image source

સંક્રમિત વ્યક્તિથી અથવા વાયરસથી દૂર રહેવા માટે ફેસ માસ્ક સૌથી ઉપયોગી સાબિત થાય છે. જો માર્કેટમાં તૈયાર મળતા માસ્ક પહેરવાથી તમને તકલીફ થતી હોય તો તમે ફેબ્રિક માસ્ક પણ પહેરી શકો છો. જેને તમે એકવાર ઉપયોગ કર્યા પછી ઘરે ધોઈ પણ કરી શકો છો.

હેન્ડ સેનિટાઈઝર

image source

હેન્ડ સેનિટાઈઝર એ સાબુ અને પાણીનો શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે જે કોઈ જગ્યાએ જઈ રહ્યા છો ત્યાં હાથ ધોવાની કે સેનિટાઈઝરની સગવડ હોય જ તેમ જરૂરી નથી, તેથી સેનિટાઈઝરની બોટલને હંમેશા તમારી સાથે જ રાખો. સીડીસીની સલાહ પ્રમાણે, એવું સેનિટાઈઝર વાપરવું જેમાં 60 ટકા આલ્કોહોલ રહેલું હોય.

– જો કે, જરૂર વગર પણ સેનિટાઈઝરનો વધુ પડતો ઉપયોગ કરવો નહીં.

ટિશ્યૂ પેપર

image source

જ્યારે આપણે ઘર બહાર જઈ ત્યારે માસ્ક અને સેનિટાઈઝર તો આપણી સાથે રાખીએ જ છીએ પરંતુ આપણામાંથી કોઈપણ વ્યક્તિ ટિશ્યૂ પેપર પોતાની સાથે રાખતું નથી. તમે ટિશ્યૂ પેપરનો અલગ-અલગ રીતે ઉપયોગ કરી શકો છો. જેમ કે, જ્યારે તમે કોઈ દરવાજો ખોલો અને તમે તેનું હેન્ડલ ન અડવા માગતા હો તો એવા સમયે તમે ટિશ્યૂનો ઉપયોગ કરી શકો છો. જો તમે ચહેરાને અડક્યા વગર તેને સાફ કરવા માગતા હો ત્યારે ટિશ્યૂનો ઉપયોગ કરી શકો. તેથી તમે જ્યારે પણ બહાર જાઓ ત્યારે ટિશ્યૂ સાથે લેવાનું ભૂલતા નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.