જો તમે આ ઘરેલુ નુસ્ખાઓ અપનાવશો તો નહિં થાય શરદી-ઉધરસ, અને સાથે નહિં રહે કોરોનાનો ડર પણ

બદલાતી મોસમ અને તહેવાર દરમિયાન બદલાયેલી દિનચર્ચાની સૌથી વધુ અસર આરોગ્ય પર થાય છે. દિવાળીના તહેવાર સમયે જ ઠંડી શરુ થતી હોવાથી સીઝનલ ફ્લુ, શરદી, ઉધરસ થાય છે. તેવામાં વળી આ વર્ષે કોરોનાનું જોખમ તોળાય છે તેવામાં જો લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે તો તેઓ ઝડપથી કોરોનાનો શિકાર બની છે. શરદી-ખાંસી જેવી બીમારીમાં જે દવાઓ લેવામાં આવે છે તે આડઅસર પણ કરી શકે છે તેવામાં આજે જાણો કે તહેવારમાં તમારે દવાખાને ન જવું પડે અને તમે સીઝનલ બીમારીથી બચેલા રહો તે માટે શું કરવું જોઈએ.

પહેલા તો સમજો શા માટે થાય છે શરદી ઉધરસ વારંવાર..

image soucre

જ્યારે પણ શરદી થાય છે ત્યારે તમે એન્ટીબાયોટીક્સ લો છો અને તેનાથી શરીરના સ્વસ્થ બેક્ટેરિયા સાફ થાય છે.. તેનાથી પેટમાં હાનિકારક બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને સ્વસ્થ બેક્ટેરિયાના વિકાસને રોકે છે. સતત એન્ટિબાયોટિક્સ લેવાથી તેનું એક જોખમી ચક્ર બને છે અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. ત્યારપછી તમને વારંવાર શરદી થવાની શરૂઆત થાય છે અને પછી આ શરદી ઝડપથી મટતી પણ નથી.

શરદી માટે ઘરેલું ઉપાય

સૌથી બેસ્ટ દવા તુલસી

image soucre

ઉધરસ અને શરદી થાય તો પછી પાણીમાં તુલસીના પાન ઉકાળીને ઉકાળો તૈયાર કરો. દિવસમાં 2 વખત તેને પીઓ. તમે તુલસી સાથે આદુ ઉમેરી અને ચા પણ પી શકો છો. તેમજ તુલસીના પાન ચાવવાથી પણ રાહત મળશે.

આદુ અને મધ

image soucre

જો કોઈ વ્યક્તિને કફ કે ખાંસી હોય તો પછી આદુના રસમાં મધ ઉમેરો અને તેનું સેવન કરો. આ લીધા પછી 1 કલાક પાણી પીવું નહીં.

કાળા મરી અને સાકર

image soucre

1 ગ્લાસ દૂધમાં 2 ચપટી હળદર પાવડર, 2 ચપટી સુંઠ પાવડર, 2 ચપટી લવિંગ પાવડર, 1 ચપટી એલચીનો પાવડર ઉમેરી ઉકાળો, પછી તેનું સેવન કરો. આ તમારી સમસ્યાને મિનિટોમાં દૂર કરી દેશે.

એલચી અથવા લવિંગ

image soucre

એલચી અથવા લવિંગને પીસીને રૂમાલ પર લગાવો, શરદી અને કફ હોય ત્યારે વારંવાર તેની સુગંધ લેવી.

શરદી માટે ઘરેલું ઉપાય

કાળા તલને ધીમા તાપે સાંતળો અને તેને કપડામાં લપેટીને તેની સુગંધ લો. આ સિવાય તેલનું તેલ અને ઓલિવ ઓઈલ સમાન માત્રામાં લો અને તેને સારી રીતે મિક્સ કરો અને નાકમાં તેના ટીપાં ઉમેરો.

શરદીમાં જાયફળની સારવાર

image source

જાયફળને પીસી લો અને તેને હુંફાળા દૂધમાં ઉમેરી પીવાથી તમને આરામ મળશે.

કપૂર

image source

કપૂરના ઉપયોગથી બંધ નાકને ખોલવા મદદ મળે છે. આ માટે કપુરની ટીકડીને રૂમાલમાં લપેટીને તેની સુગંધ લો અથવા રાત્રે સૂતા પહેલા રુમમાં કપૂર સળગાવો.

હળદરથી મટાડો શરદી

image soucre

હળદરમાં એન્ટી વાયરલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો છે જે શરદી મટાડવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે એક ગ્લાસ ગરમ પાણી અથવા દૂધમાં 1 ચમચી હળદર મેળવી પીઓ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.