દિલ્હી કેપિટલ્સના આ બેટ્સમેન અને આ ખૂબસુરત અભિનેત્રી વચ્ચે ચાલી રહ્યું છે ઈલુ-ઈલુ

IPL માં ધૂમ મચાવી રહેલો પૃવી શો આજ કાલ બીજા જ સમાચારના કારણે ચર્ચામાં છે ભારતીય ક્રિકેટ ટીમનો ઓપનર પૃથ્વી શો છેલ્લા કેટલાક સમયથી મેદાન પર નહીં પરંતુ મેદાન બહારની પ્રવૃત્તિને કારણે ચર્ચામાં રહેલો છે. હાલમાં તો તે આઇપીએલની 13મી સિઝનમાં રમવા માટે યુનાઇટેડ આરબ અમિરાત ગયેલો છે.

image source

તે દિલ્હી કેપિટલ્સ માટે રમે છે. પૃથ્વી શોએ 2018માં કરિયરનો પ્રારંભ કર્યો હતો. વેસ્ટ ઇન્ડિઝ સામે રાજકોટ ખાતેની ટેસ્ટમાં તેણે સદી ફટકારીને કરિયરનો પ્રારંભ કર્યો હતો. જોકે ઇજાને કારણે તેને ઓસ્ટ્રેલિયાથી પરત આવી જવું પડ્યું હતું. વચ્ચે ડોપિંગમાં સંડોવણીને કારણે તેની ઉપર છ મહિનાનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

મેદાન બહાર ફટકાબાજી કરી રહ્યો છે

image source

હાલમાં તો તે આઇપીએલ શરૂ થાય તે પહેલાં જ મેદાન બહાર ફટકાબાજી કરી રહ્યો છે. પ્રેમની પિચ ઉપર તે એક મોડેલ-એક્ટ્રેસ દ્વારા બોલ્ડ થઈ ગયો છે. આમ તે પણ એવા ભારતીય ક્રિકેટરની હરોળમાં આવી ગયો છે જેની ડેટિંગ વિશે મીડિયામાં અહેવાલ આવતા રહે છે. કેટલાક સમય પહેલા તેની અભિનેત્રી પ્રાચી સિંહ સાથે અફેરની ચર્ચાઓ સામે આવી હતી. ઘણીવાર બંને સોશિયલ મીડિયા પર એકબીજા પર ફ્લર્ટ કરતા દેખાયા છે, જે બાદ આ અફવાઓએ જોર પકડ્યું છે.

અનેક અભિનેત્રી અને ક્રિકેટર્સે લગ્ન પણ કર્યા છે.

image source

પૃથ્વી શૉ ભારતના ઉભરતા ખેલાડી છે. 18 વર્ષની ઉંમરમાં જ તેણે શાનદાર શતક સાથે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. શૉને ટીમ ઈન્ડિયાનો આગામી સુપર સ્ટાર માનવામાં આવે છે અને તેની તુલના સચિન અને બ્રાયન લારા સહિતના દિગ્ગજો સાથે કરવામાં આવે છે. હાલમાં જ પૃથ્વી શૉ પોતાની લેડી લવને લઈને ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે પૃથ્વી એક અભિનેત્રીને ડેટ કરી રહ્યા છે. આમ તો આ કોઈ પહેલી વાર નથી. વર્ષોથી બોલીવુડ અને ક્રિકેટરો વચ્ચે જૂનો નાતો છે. અનેક અભિનેત્રી અને ક્રિકેટર્સે લગ્ન પણ કર્યા છે.

પર અભિનેત્રી પ્રાચી સિંહ ખૂબ જ કમેન્ટ્સ કરી રહી છે

image source

છેલ્લા કેટલાક સમયથી શૉના ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રી પ્રાચી સિંહ ખૂબ જ કમેન્ટ્સ કરી રહી છે. બંને એકબીજા સાથે ખૂબ જ વાતો કરી રહ્યા છે. એવામાં કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે કાંઈક તો ખિચડી રંધાઈ રહી છે. હાલમાં જ પૃથ્વી શૉએ પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેના પર પ્રાચીએ કમેન્ટ કરી હતી કે, તેના સ્મિતની ખૂબ જ યાદ આવી રહી છે. પૃથ્વીએ આ કમેન્ટ પર શરમાતી ઈમોજી પણ મોકલી.

મેદાન બહાર ફટકાબાજી કરી રહ્યો છે

image source

આ માત્ર એક જ પોસ્ટ એવી નથી. પૃથ્વીની દરેક પોસ્ટને પ્રાચી લાઈક અને કમેન્ટ કરે છે. બંને વચ્ચે કમેન્ટમાં જ વાતો થઈ જાય છે. જણાવી દઈએ કે પ્રાચી સિંહ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવી છે અને કલર્સ પર આવતી ડેઈલી સોપ ઉડાનમાં ભૂમિકા નિભાવી રહી છે. તે મૉડેલ અને ડાન્સર છે. પ્રાચી ગજબનો બેલે ડાન્સ પણ કરે છે. દરેક પોસ્ટ પર ‘ઉડાન’ સિરિયલની અભિનેત્રી પ્રાચીસિંહની કમેન્ટ અચૂક હોય છે. આ બંને સોશ્યલ મીડીયા પર પણ સતત સંપર્કમાં છે. જેને પગલે બંને એકબીજાને ડેટ કરી રહ્યાનો ગણગણાટ શરૂ થયો છે.