તમામ સમસ્યામાંથી મુક્તિ મેળવવા દિવાળીમાં કરી લો રાશિ અનુસાર કરો આ મંત્રજાપ

દિવાળીનો તહેવાર નજીકમાં છે ત્યારે દરેક વ્યકિત નવા વર્ષે ખાસ તૈયારીઓ અને પુણ્ય મેળવવાને લઈને ઉત્સુક છે. આ સમયે સેલિબ્રેશનની સાથે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશજીની ખાસ પૂજા કરવામાં આવે છે. તેમની વિશેષ પૂજાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને સાથે જ ખાસ મંત્રના જાપથી પણ પુણ્ય મળે છે. તો જાણો આ દિવાળીની પૂજામાં કઈ રાશિના લોકોએ કયા મંત્રનો જાપ કરવો જેથી તેમને સફળતા અને લાભ મળે.

જાણો સમૃદ્ધિ અને શાંતિ માટે કઈ રાશિના જાતકોએ કયા મંત્રનો જાપ આ દિવાળીએ કરવાનો રહેશે.

મેષ

આ દિવાળીએ જીવનમાં શુભફળ મેળવવા માટે ઓમ વિશ્વજનની નમઃ મંત્રનો જાપ શ્રદ્ધા સાથે કરવો. તેનાથી તમારી સફળતામાં વધારો થશે.

વૃષભ

આ રાશિના જાતકોએ ખાસ કરીને દિવાઆળીની પૂજા સમયે ઓમ અશોકા નમઃ મંત્રનો જાપ કરવો. તેનાથી તેમને અનેકગણું પુણ્ય મળી શકે છે.

મિથુન

આ રાશિના જાતકો માટે ઓમ પદ્મીની નમઃ મંત્રનો જાપ કરવાનું શુભ માનવામાં આવ્યું છે. આ મંત્રના જાપથી તમને માનસિક શાંતિ અને સુખ મળશે.

કર્ક

દિવાળીએ કર્ક રાશિના જાતકોએ 108 વાર ઓમ ચંદ્રવદના નમઃ મંત્રનો જાપ કરવો. તેનાથી ઝડપથી સફળતા મળે છે અને ધારેલા કામ પણ પૂરા થાય છે.

સિંહ

આ દિવાળીના અવસરે આ રાશિના લોકોએ ઓમ હિરણ્યમયી નમઃ મંત્રનો જાપ કરવો. જો તમે શ્રદ્ધા સાથે આ મંત્રનો જાપ કરો છો તો તમને તેનું યોગ્ય ફળ અચૂક મળે છે.

કન્યા

આ રાશિના જાતકોને માટે દિવાળી શુભ હોવાનું જણાવવામાં આવ્યું છે. તમે તેનું વધારે પુણ્ય મેળવવા ઈચ્છો છો તો ઓમ વાચિ નમઃ મંત્રનો જાપ કરો, તે લાભ આપશે.

તુલા

આ દિવાળીએ જો તમે ખાસ ફળ મેળવવા ઈચ્છો છો તો તમારે ઓમ શુચિ નમઃ મંત્રનો જાપ કરવાનો રહેશે. આ મંત્રના જાપથી તમારી પ્રગતિનો માર્ગ સરળ બનશે.

વૃશ્વિક

દિવાળીના દિવસે ઓમ પ્રકૃતિ નમઃ મંત્રનો જાપ કરો. તે તમારા મામટે લાભદાયી રહેશે. આ સિવાય દર શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ પુણ્ય મળશે.

ધન

આ રાશિએ પોતાની મનોકામનાઓ પૂરી કરવા માટે દિવાળીના તહેવારે ઓમ સૌમ્યા નમઃ મંત્રનો જાપ કરવો. તેનાથી તમને માનસિક રાહત મળશે.

મકર

જો તમે નવા વર્ષે તમારા જીવનમાં યશ, સમૃદ્ધિ અને શાંતિનો અહેસાસ કરવા ઈચ્છો છો તો તમમારે ઓમ સિદ્ધિ નમઃ મંત્રનો જાપ કરવો. તેનાથી તમને ઝડપથી રાહત મળી શકે છે.

કુંભ

આ રાશિના જાતકોને દિવાળીમાં સારું ફળ મળી શકે છે. આ માટે તમારે ઓમ નિત્યપુષ્ટા નમઃ મંત્રનો જાપ પૂજા સમયે કરવાનો રહેશે. તમારી પ્રગતિ નક્કી છે.

મીન રાશિના લોકોએ આ દિવાળીના દિવસે પૂજામાં ઓમ વરારોહા નમઃ મંત્રનો જાપ કરવો. તેનાથી શુભફળની પ્રાપ્તિ ઝડપથી થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.