દિવાળી પર ભૂલ્યા વગર કરો આ 8 ઉપાય, આખું વર્ષ તિજોરી રહેશે પૈસાથી ભરેલી અને અનેક કામમાં મળશે સફળતા

આપણા બધાની એ જ મનોકામના રહે છે કે માતા લક્ષ્મીની કૃપા આપણા પર હંમેશા જળવાઈ રહે. આપણા ઘરમાં ધન ધાન્યની ક્યારેય ખોટ ન પડે બસ આપણે ભગવાન પાસે હંમેશા એ જ માંગતા હોઈએ છીએ .ખાસ રૂપે આપણે દિવાળીની પૂજા દરમિયાન ભગવાનને આ જ પ્રાર્થના કરીએ છીએ. વાસ્તુ શાસ્ત્રમાં અમુક ઉપાય બતાવવામાં આવ્યા છે જેના દ્વારા તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો. અને તમારું ઘર હંમેશા ધન અને વૈભવથી છલકાતું રહી શકે છે. આ ઉપાય કઈક આ પ્રકારે છે.

image source

1. જો તમે ઇચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા જળવાઈ રહે તો તમારા ઘરની તિજોરીને ઘરની ઉત્તર દિશામાં મૂકી દો. વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર દિશા તરફ તિજોરી રાખવાથી ઘરની ધન સંપત્તિમાં વધારો થાય છે. દિવાળીના દિવસે જ્યારે પૂજન વિધિ કરો ત્યારે પણ માતા લક્ષ્મી અને ગણેશજીની મૂર્તિ સ્થાપના ઉત્તર દિશામાં જ કરો. પૂજા કરતી વખતે ભગવાન કુબેરની પણ પૂજા જરૂર કરો.

image source

2. ધન અને સંપત્તિની વૃદ્ધિ માટે ઉત્તર દિશા મુખ્ય હોય છે. એટલે રોકડા પૈસા અને ઘરેણાં જે કબાટમાં મુક્યા હોય એ કબાટ ઉત્તર દિશામાં હોય કે પછી રૂમની દક્ષિણ દિશાની દીવાલ સાથે લગાવેલો હોય એનું ધ્યાન રાખો. એવું કરવાથી કબાટ ઉત્તર દિશા તરફ ખુલશે અને રોકડા પૈસા અને ઘરેણામાં વધારો થશે.

3. વાસ્તુમાં દિશાનું ખાસ મહત્વ હોય છે. એટલે રોકડા પૈસા, ઘરેણાં વગેરેને અગ્નિ ખૂણામાં રાખવાની ભૂલ ક્યારેય ન કરો. અગ્નિ ખૂણામાં ધન અને દોલત રાખવાથી ધનમાં કમી આવે છે. એટલું જ નહીં આવકમાં પણ કમી આવે છે. ઘણી વાર કરજ લેવા સુધીની પરિસ્થિતિ પમ ઉભી થઇ શકે છે.

image source

4.તહેવારોના દિવસોમાં કાળા રંગનો ઉપયોગ ક્યારેય ન કરો. ખાસ કરીને કાળા રંગના કપડાં ન પહેરો. આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. એ વાતનું અચૂક ધ્યાન રાખો કે દિવાળીના દિવસે પૂજા દરમિયાન કાળા રંગનો પ્રયોગ ન કરો.

image source

,5. દિવાળીના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર રંગોળી અચૂક જ કરો.

6.ઘરના મુખ્ય દ્વારની ઉત્તર દિશામાં લાલ રંગથી સાથિયો જરૂર બનાવો.

7. દિવાળીના અવસર પર ઘરની સાફ સફાઈ ચોક્કસથી કરો જ. ખાસ કરીને દિવાળીના દિવસે પૂજા પાઠમાં ઉપયોગમાં આવતી વસ્તુઓની સાફ સફાઈ અચૂક કરો.

image source

8. મીઠાના પાણીનો ઘરમાં છંટકાવ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.