ફટાકડા ફોડ્યા વિના બાળકો હોંશે હોંશે ઉજવશે દિવાળી, બસ ફોલો કરો આ ટીપ્સ

દિવાળીના તહેવાર પર બાળકો વડીલો કરતા વધારે ઉત્સાહિત અને ખુશ હોય છે કારણ કે આ દિવસે તેમને નવા કપડાં, મીઠાઇ સાથે ફટાકડા પણ મળે છે. બીજી તરફ આ વર્ષે કોરોનાનું સંક્રમણનું જોખમ છે તેવામાં માતાપિતાને એ વાતની પણ ચિંતા રહે છે કે ફટાકડા ફોડવા બહાર બાળક જાય અને તેને સંક્રમણ થાય તો.. ?

image source

આ સિવાય ફટાકડા ફોડવાથી બાળકોના સ્વાસ્થ્યને પણ અસર થાય છે અને પર્યાવરણને પણ અસર થાય છે. તેવામાં માતાપિતા ખૂબ પ્રયત્ન કરે છે કે બાળકોને ફટાકડા ન ફોડવા મનાવે પરંતુ તેમની પાસે કોઈ વિકલ્પ ન હોવાથી તેમને ફટાકડા બાળકોને લઈ આપવા પડે છે. પરંતુ આ વર્ષે જો તમારી ઈચ્છા હોય તે બાળક ફટાકડા ન ફોડે તો તમારી પાસે વિકલ્પ છે. તમે અહીં દર્શાવેલી ટીપ્સની મદદથી તમે આસનીથી બાળકોને મનાવી શકશો અને ફટાકડાથી દૂર રાખી શકો અને પરીવાર સાથે સેફ અને હેપ્પી દિવાળી ઉજવી શકો છો.

image source

દિવાળીની સાંજને વિશેષ બનાવવા માટે પરીવારના દરેક સભ્ય સાથે બેસીને સમય પસાર કરવો જોઈએ. બાળકો માટે આ સમયને ખાસ બનાવવા માટે જુદી જુદી રમતો રમવાનું આયોજન કરો. બાળક થોડું મોટું હોય તો તેને જ આ જવાબદારી સોંપો જેથી તે ઉત્સાહમાં પણ રહે.

image source

સામાન્ય રીતે દિવાળીના દિવસે વડીલો ઘરની સજાવટ કરે છે, જેના કારણે બાળકો ઘરમાં ખાલી બેઠા બેઠા કંટાળી જાય છે, આવી સ્થિતિમાં બાળકોને આ વખતે ઘર સજાવટ માટે કહો. તેમને કહો કે તે જ બજારથી સામાન લાવે અને તેમની ઈચ્છા અનુસાર તેને સાથે રાખી ઘરની સજાવટ કરો.

દિવાળી સમયે પરીવારના સભ્યોને જે ગિફ્ટ આપવાના હોય છે તેની પસંદગીમાં પણ બાળકોને સાથે રાખો, તેને આ વાતનું મહત્વ સમજાવો અને ગિફ્ટ પેકિંગમાં તેની મદદ લો.

image source

બાળકોને આખા ઘરને લાઇટ અને દિવાથી પ્રકાશિત કરવા માટે કહો. બાળકો સાથે સેલ્ફી ક્લીક કરી અને ઘરમાં આરામથી સમય પસાર કરો.

દિવાળી પર ફટાકડા ફોડવાને બદલે, તમે ઘરની છત પરથી બાળકો સાથે સમય પસાર કરો, દીવડા કરો અને ખુલ્લી જગ્યા હોય તો પેરાશૂટ કરો જેથી બાળકોને પણ આનંદ મળે.

image source

આ બધી ટીપ્સ પછી પણ જો બાળક ફટાકડા માટે જ જીદ કરે તો તેના માટે કેટલાક ગ્રીન ફટાકડા લાવવા. ગ્રીન ફટાકડા એટલે કે ફુલજર, પેન્સિલ, ચકરી, વગેરે. આ ફટાકડાથી વાતાવરણને નુકસાન થતું નથી. આ ફટાકડા અન્ય ફટાકડાની સરખામણીએ 30 ટકા ઓછું પ્રદૂષણ ફેલાવે છે. પરંતુ બાળકો જ્યારે ફટાકડા કરે ત્યારે તેની સાથે ચોક્કસથી બેસવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.