શું તમે જાણો છો વિશ્વના આ દેશ વિશે જ્યાં આવેલા છે 87000 તળાવો?

વિશ્વના અનેક દેશો એવા છે જેમાં કુદરતી સૌંદર્ય ધરાવતા સ્થળો મોટી સંખ્યામાં આવેલા છે. આપણા દેશ ભારતમાં પણ અનેક દરિયાકિનારાઓ અને પહાડી વિસ્તારો આવેલા છે ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને એક આવા જ અદભુત કુદરતી સૌંદર્ય ધરાવતા દેશની વાત કરવાના છીએ. તો કયો છે એ દેશ અને શું છે તેની ખાસિયત ? આવો વિસ્તારથી જાણીએ.

image source

ઉત્તરી યુરોપના ફેનોસ્કેનેડીયન ક્ષેત્રમાં આવેલા ફિનલેન્ડ દેશનું નામ તો તમે સાંભળ્યું જ હશે. આ દેશને તળાવોનો દેશ પણ કહેવામાં આવે છે કારણ કે અહીં લગભગ 87000 જેટલા તળાવો આવેલા છે. ઉપરાંત આ દેશની બીજી પણ અનેક રોચક વાતો છે જેમ કે અહીંનું વાતાવરણ અત્યંત મનમોહક અને ખુશનુમા છે. ગરમીના દિવસોમાં રાત્રે 10 વાગ્યે એવો અનુભવ થાય કે જાણે હમણાં જ સાંજ પડી હોય. વળી, ઠંડીના દિવસોમાં અહીં બસ બપોરે થોડી વાર સુધી જ સુરજ નીકળે જયારે મોટાભાગે અંધારિયો દિવસ જ રહે છે. સુરજ દેખાવાનું પણ જવલ્લે જ બને છે.

image source

ફિનલેન્ડની અન્ય એક નવીનતા સભર વાત અહીં ટ્રાફિક કાયદા વિષે જોડાયેલી છે. અહીં ટ્રાફિક ટૂલ્સનો ભંગ કરવા બદલ વ્યક્તિની આવકના હિસાબે દંડ ફટકારવામાં આવે છે. જો કે સરકારને પોતાની આવક ઓછી દર્શાવી સ્થાનિક લોકો આ કાયદાનો ફાયદો પણ ઉઠાવી લે છે.

image source

એ સિવાય અહીં પોતાની પત્નીને પીઠ પર ઉઠાવીને દોડવાની એક વિશ્વસ્તરની સ્પર્ધા પણ થાય છે. આ સ્પર્ધામાં જે વ્યક્તિ જીતે તને પત્નીના વજન બરાબર બિયર ઇનામમાં આપવામાં આવે છે. (જો કે આ આપણી ભારતીય સંસ્કૃતિ અને આદર્શ માણસના વિચારોથી બિલકુલ વિપરીત છે જેનો અંત પતન સાથે જ થાય છે.)

અહીં ટૉર્નીયો નામનું એક અનોખું ગોલ્ફ મેદાન પણ છે. જેનો અડધો ભાગ ફિનલેન્ડ દેશમાં છે તો બીજો અડધો ભાગ સ્વીડનમાં છે. આ ગોલ્ફ કોર્સમાં કુલ 18 હોલ છે જે પૈકી નવ હોલ ફિનલેન્ડમાં જયારે બાકીના નવ સ્વીડનમાં છે. અહીં ગોલ્ફ રમતા લોકો ઘડીકમાં ફિનલેન્ડ તો ઘડીકમાં સ્વીડન પહોંચી જાય છે આને તમે એવું પણ સમજી શકો કે કોઈ ખેલાડી એક ગોલ્ફ શોટ મારે તો કદાચ તેનો બોલ બીજા દેશમાં જઈને પડે. છે ને નવીન વાત.

strong>અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.