ઘરના મુખ્ય દરવાજા પર લગાવો આ વસ્તુ, દૂર થશે દુર્ભાગ્ય…

ચીનના વાસ્તુશાસ્ત્ર ફેંગશૂઈમાં એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જેને જીવનમાં અપનાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જો જીવનમાં કોઈ સમસ્યા હોય કે પરિવારમાં તકલીફ હોય અને તેના કારણે ઘરની આર્થિક સ્થિતી પર ખરાબ પ્રભાવ પડતો હોય તો આ ઉપાયો અજમાવવા જોઈએ. ફેંગશૂઈના આ ઉપાયો જીવનની આવી જ નાની-મોટી સમસ્યાઓને દૂર કરવા માટે રજૂ કરવામાં આવ્યા છે.

image source

ફેંગશૂઈ અનુસાર ઘરમાંથી ક્લેશ દૂર કરવા માટે ઘરના હવાની અવરજવર થતાં ખૂણામાં વિંડ ચાઈમ લગાવવું જોઈએ. વિંડ ચાઈમના અવાજથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જો ઘરમાં એવી કોઈ સમસ્યા હોય જેની અસર આર્થિક સ્થિતી પર પડતી હોય તો મુખ્ય દરવાજા પાસે વિંડ ચાઈમ લગાવવું જોઈએ.

image source

તેના અવાજથી દરેક સમસ્યા દૂર થઈ જશે. ફેંગશૂઈમાં વાંસના ઝાડનું પણ ખાસ મહત્વ દર્શાવાયું છે. વાંસનું ઝાડ ઘરમાં લગાવવાથી શુભતા આવે છે. વાંસનો છોડ ઘરના મુખ્ય રૂમના પૂર્વ ખૂણામાં રાખવો જોઈએ. આ છોડ ઘરમાં આવતી નકારાત્મકતાને દૂર કરે છે.

image source

વેપાર-ધંધામાં અને નોકરીમાં પ્રગતિ મેળવવી હોય તો કાર્યસ્થળ પર ધાતુની કાચબાની મૂર્તિ રાખવી. કાચબાને પાણી ભરેલા પાત્રમાં રાખવો. આ જ રીતે જો શક્ય હોય તો ઘરમાં માછલી ઘર રાખવું અથવા ધાતુની બનેલી માછલી જોડીમાં ઘરમાં રાખવી. ઘરમાં રૂપિયાની આવક કરતાં જાવક વધારે હોય તો ઘરના મુખ્ય દરવાજા પર લાલ દોરામાં બાંધેલા ધાતુના સિક્કા લટકાવવા. આ ઉપાય સૌથી શ્રેષ્ઠ સાબિત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.