જો તમે ફોલો કરશો આ ટિપ્સ, તો ક્યારે નહિં પડો બીમાર અને નહિં ખાવા પડે દવાખાનના ધક્કા પણ

દિવાળીનો તહેવાર એવો છે જેમાં ઘરની રોનક કંઈક ઓર જ હોય છે. દિવાળી પર ઘરે મહેમાન આવનાર હોવાથી અગાઉથી જ તેમના માટે મીઠાઈ અને ફરસાણની અઢળક વસ્તુઓ બનાવીને તૈયાર રાખવામાં આવે છે. જેના કારણે ઘરના સભ્યોને પણ મજા પડી જાય છે. આ દિવસોમાં નાના-મોટા સૌ કોઈ મીઠાઈ અને નમકીન પેટ ભરીને ખાય છે. પરંતુ આ વસ્તુઓનું વધારે પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ વાતનો ખ્યાલ તમને દિવાળી સમયે નહીં પરંતુ પછીથી આવશે જ્યારે તમારું સ્વાસ્થ ખાણીપીણીની ખોટી આદતના કારણે ખરાબ થઈ જાય.

image source

આવું ન થાય તે માટે જરૂરી છે કે તમે જ કેટલીક વાતોને કાને કોડીની જેમ બાંધી લો જેથી તમે દિવાળીની મજા ભરપૂર રીતે માણો અને સ્વાસ્થ્ય પણ ટનાટન રહે. તો ચાલો જણાવીએ કે દિવાળી સમયે અને પછી કઈ કઈ વાતોનું રાખવું ધ્યાન.

1. મીઠાઈનું સેવન ઓછું કરો

image source

તહેવારના ઉત્સાહમાં લોકો મીઠાઈનું સેવન આ દિવસોમાં વધારે કરી લેતા હોય છે તેવામાં દિવાળી બાદ સ્વાસ્થ્ય ખરાબ થાય છે. એટલા માટે જરૂરી છે કે તમે દિવાળીમાં મીઠાઈ અને ફરસાણનું સેવન પ્રમાણસર અથવા તો ઓછું જ કરો.

2. પાણી પીવો

image source

તહેવારની સીઝન સાથે ઋતુ પણ બદલતી હોય છે તેવામાં દોડધામ પણ વધારે થાય છે. તેવામાં જરૂરી છે કે શરીરમાં પાણીની ઊણપ ન રહે. થોડા થોડા સમયે પાણી પીતા રહેવું પણ જરૂરી છે.

3. કસરત કરો

image source

દિવાળી સમયે જે અનિયમિતતા આવી જાય છે તેને દૂર કરવાનો ઉત્તમ ઉપાય છે કસરત. દિવાળીના તહેવાર દરમિયાન કસરત અને રુટીનમાં જે બ્રેક પડે છે તેને રિકવર કરવા તુરંત એક્સરસાઈઝ શરુ કરો.

4. ઓછું ભોજન કરો

image source

તહેવાર દરમિયાન તો જ્યારે મહેમાન ઘરે આવે ત્યારે અથવા તો આપણે મહેમાન બનીને કોઈને ત્યાં જઈએ ત્યારે ઓવરઈટિંગ થઈ જ જાય છે. તેવામાં જરૂરી છે કે તમે આ વાત પ્રત્યે સભાન રહો અને તહેવાર બાદ તુરંત ભુખ હોય તેના કરતાં ઓછું ખાવાની આદત પાડો.

5. પ્રોટીનનું પ્રમાણ વધારો

image source

તહેવારની સીઝનમાં ઋતુ પરિવર્તનની પણ શરુઆત થાય છે તેવામાં જરૂરી છે કે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે. તેના માટે પ્રોટીનનું વધારે પ્રમાણમાં સેવન કરો. કઠોળ, ડ્રાયફ્રુટ્સ ખાવાથી લાભ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.