બોલિવૂડને મોટો ફટકો, અભિનેત્રી રાની મુખર્જી સાથે કામ કરી ચૂકેલા પ્રખ્યાત બોલિવૂડ એક્ટરનું નિધન, જાણો કારણ

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે 2020નું વર્ષ ખુબ જ ખરાબ રહ્યું છે. ફરી એક વાર દુખદ ખબર સામે આવી છે અને આ વખતે એક્ટ્રેસ રાની મુખર્જી સાથે મહેંદી ફિલ્મમાં કામ કરી ચૂકેલા એક્ટર ફરાઝ ખાનનું 46 વર્ષની ઉંમરમાં નિધન થયુ છે. ‘મેહંદી’, ‘ફરેબ’ જેવી ફિલ્મમાં કામ કરી ચૂકેલા એક્ટર ફરાઝ ખાનનું નિધન થયું છે. 46 વર્ષીય સ્ટાર બેંગલુરુની હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ હતા અને તે બ્રેન ઈન્ફેક્શન તથા ન્યૂમોનિયા સામે લડી રહ્યા હતા. તેમની સ્થિતિ ઘણી ગંભીર હતી. તેમના મૃત્યુના સમાચાર પૂજા ભટ્ટે સોશિયલ મીડિયા પર આપ્યા છે.

image source

પૂજાએ ટ્વીટ કર્યું કે, ‘ભારે હૃદય સાથે જણાવું છું કે ફરાઝ ખાન આપણને છોડીને જતા રહ્યા છે અને હું માનું છું કે કોઈ સારી જગ્યાએ તેઓ ગયા છે. જ્યારે તેને ખૂબ જરૂર હતી ત્યારે તમારા બધાની મદદ અને વિશ માટે આભાર. પ્લીઝ તેના પરિવાર માટે પ્રાર્થના કરજો. તેના જવાથી જે ખાલિપો સર્જાયો છે તે ભરવો અશક્ય છે.’ ફરાઝના ફેમિલી મેમ્બર્સ ફહાદ અબાઉશર તથા અહદમ શમૂને એક ફંડ રાઈઝર વેબસાઈટના માધ્યમથી આર્થિક મદદની અપીલ કરી હતી.

image source

આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, હોસ્પિટલ આવ્યા બાદ અમને ખ્યાલ આવ્યો કે મગજમાં હર્પીઝનો ચેપ લાગ્યો હોવાને કારણે તેને અટેક આવતા હતા. ચેપ છાતીથી મગજ સુધી ફેલાઈ ગયો છે. તેને ICUમાં જરૂરી સારવાર આપવા માટે 25 લાખ રૂપિયાની જરૂર હતી. એક્ટ્રેસ પૂજા ભટ્ટે આ ટ્વીટ કરીને કહ્યું હતું, પ્લીઝ શેર કરો અને શક્ય હોય તો યોગદાન કરો. ત્યારબાદ સલમાન ખાન મદદ માટે આગળ આવ્યો હતો અને તેણે ફરાઝના મેડિકલ બિલના પૈસા ભર્યા હતા. પરંતુ ફરાઝ જિંદગીની લડાઈ હારી ગયા.

ઉલ્લેખનીય છે કે, ફરાઝ ખાન વિતેલા સમયના કેરેક્ટર આર્ટિસ્ટ યુસુફ ખાન (‘અમર અકબર એન્થોની’ ફેમ જેબિસકો)ના દીકરા છે. તેણે રાની મુખર્જીની ફિલ્મ ‘મેહંદી’ (1998)માં લીડ રોલ પ્લે કર્યો હતો. આ ઉપરાંત તેણે ‘ફરેબ’, ‘પૃથ્વી’, ‘દિલ ને ફિર યાદ કિયા’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. ફરાઝ 1998 માં આવેલી ફિલ્મ મહેંદીમાં રાની મુખર્જી સાથે અભિનય કર્યા પછી ખૂબ જ લોકપ્રિય થઈ હતી. તે ફિલ્મ ‘ફરેબ’માં પણ જોવા મળ્યો હતો, પરંતુ બાદમાં તે અભિનેતા ધીમે ધીમે ફિલ્મ ઉદ્યોગમાંથી બહાર નીકળી ગયો. તે છેલ્લે 2008 ની ટેલિવિઝન શ્રેણી ‘નીલી આંખે’ માં જોવા મળ્યો હતો.

image source

મળતી માહિતી મુજબ ફરાઝની સારવાર બેંગલુરૂની હોસ્પિટલમાં ચાલી રહી હતી. તેમની ઉધરસ અને છાતીના ઈન્ફેક્શનની સમસ્યા અંદાજીત 1 વર્ષથી હતી. ફરાઝને ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર પણ હતું. તેમની સારવાર માટે પરિવાર ફંડ એકઠું કરી રહ્યું હતું. સમાચા મળ્યા હતા કે સલમાન ખાને પણ તેને આર્થિક મદદ કરી હતી. ફરાઝ ખાને રાણી મુખર્જીની સાથે મેહંદી, ફરેબ, દુલ્હન બનું મૈં તેરી જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.