તહેવાર હોય કે લગ્ન, કામની છે તમને ફટાફટ તૈયાર કરી દેતી મેકઅપ ટિપ્સ

અત્યારે તહેવારોની સીઝન ચાલી રહી છે. આ સમયે તૈયાર થવું દરેકને ગમે છે. ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓ. પરંતુ જ્યારે તમે મેકઅપ કરો છો ત્યારે તમારી કેટલીક નાની ભૂલો તમને સુંદર બનાવવાને બદલે તમારા લૂકને ખરાબ કરી શકે છે. જો તમે ઓફિસની કોઈ પાર્ટી કે લગ્ન માટે ફટાફટ મેકઅપ કરીને તૈયાર થવા ઈચ્છો છો તો તમારે કેટલીક નાની વાતોનું ધ્યાન રાખી લેવું જરૂરી છે. આજે અમે તમને કેટલીક ખાસ ટિપ્સ આપી રહ્યા છીએ જેની મદદથી તમે સરળતાથી અને ફટાફટ સુંદર મેકઅપ કરી શકો છો અને ખાસ લૂક મેળવી શકો છો. તો થઈ જાઓ દિવાળીના તહેવારમાં તૈયાર અને પછી લગ્ન સીઝનમાં પણ તમને આ ટિપ્સ મદદ કરશે.

image source

1. જ્યારે પણ તમે કોઈ પણ ફંક્શન માટે મેકઅપ કરવાનું વિચારો છો તો સૌથી પહેલા તો તમે તમારો ફેસ સારી રીતે ધોઈ લો તે જરૂરી છે. સાફ ધોવાયેલા ચહેરા પર એકસમાન રીતે લિક્વિડ ફાઉંડેશન લગાવો. અહીં ધ્યાન રાખો કે તેનાથી ચહેરા પર ધબ્બા ન દેખાય. આખા ફેસ પર તેને સારી રીતે સ્પ્રેડ કર્યા પછી જ મેકઅપ કરવાની શરૂઆત કરો તે ઈચ્છનીય છે. આમ કરવાથી મેકઅપ સારી રીતે થશે અને તે લાંબો સમય ટકી પણ રહેશે.

image source

2. લગ્ન પ્રસંગમાં કોઈ બપોરના સમયનું ફંક્શન હોય તો તમે લઆીટ કલરના આઉટફીટ અને મેકઅપ પસંદ કરો તે ઈચ્છનીય છે. કારણ કે આ સમયે સીજન થોડી ગરમ હોય છે અને તમારી સ્કીન પર તેની અસર થઈ શકે છે. બપોરના લગ્ન ફંકશન માટે મેકઅપ કરતા સમયે બધી વસ્તુઓમાં પિંક, પીચ, પર્પલના લાઈટ શેડસનો ઉપયોગ કરવામાં આવશે તો તમારો લૂક ખૂબ જ સુંદર લાગી શકે છે.

image source

3. જો તમે કોઈ દિવસના લગ્ન અને ફંકશન માટે તૈયાર થઈ રહ્યા છો તો તમારે ધ્યાન રાખવું કે આઈ મેકઅપ શક્ય તેટલા લાઈટ રાખવું. લિપ મેકઅપ થોડું ડાર્ક રાખી શકો છો પણ ધ્યાન રાખો તે પણ વધારે ડાર્ક ન હોય. નહીં તો તમારો લૂક બગડી શકે છે.

image source

4. સાંજની પાર્ટી કે ફંકશન માટે તૈયાર થઈ રહ્યા છો તો તમે સરળતાથી મળી રહેતા એવા પિંક પર્પલના ડાર્ક શેડસ પર તમારી પસંદગી ઉતારી શકો છો. સાંજે અને રાતના ફંકશન માટે મેકઅપ કરતા સમયે આઈ મેકઅપને હાઈલાઈટ કરવી અને લિપ મેકઅપ લાઈટ કલરના રાખો, તેનાથી તમારો ફેસ ઝડપથી હાઈલાઈટ થશે અને નાઈટ લાઈટ્સના કારણે તમારા ફોટોઝ પણ મસ્ત આવશે.

image source

5. ફેસ્ટિવલ લુક માટે ફ્રેન્ચ બન હેયર સ્ટાઈલની પસંદગી કરી શકો છો. આ બન ઝડપથી બને છે અને કોઈ પણ આઉટફિટ પર સારું રીઝલ્ય અને લૂક આપે છે. જ્યારે તમે ઉતાવળમાં તૈયાર થઈ રહ્યા હોય ત્યારે તમે હેરસ્ટાઈલમાં ફ્રેન્ચ બનનો ઉપયોગ કરી શકો છો.

image source

6.જો તમે ઈચ્છો છો કે તમારી નેલ -પૉલિશ વધારે દિવસ સુધી ટકી રહે તો તમે કોઈ પણ નેલ પૉલિશ લગાવતા પહેલાં એક ટ્રાન્સપરન્ટ બેઝ કલરનો કોટલગાવો. આમ કર્યા બાદ તેની પર તમારી મનપસંદ કલરની નેલ પોલિશ લગાવો. તે લાંબા સમય સુધી ટકશે અને તમારા હાથની સુંદરતા વધી જશે.