ફિલ્મોના આ સિતારાઓને મળી ચૂકી છે અન્ડરવર્લ્ડ તરફથી મારી નાખવાની ધમકી !

ફિલ્મોના આ સિતારાઓને મળી ચૂકી છે અન્ડરવર્લ્ડ તરફથી મારી નાખવાની ધમકી !

આપણે બધા જ જાણીએ છીએ કે બોલીવૂડના સંબંધો અંડરવર્લ્ડ સાથે રહી ચૂક્યા છે. જેમાં નામી સિતારાઓ પણ શામેલ છે. પણ બોલીવૂડના ઘણા બધા સ્ટાર્સને અંડરવલ્ડ તરફથી મારી નાખવાની ધમકીઓ પણ મળી ચુકી છે.

અન્ડરવર્લ્ડે બોલીવૂડને ઘણીવાર પોતાના સાંણસામાં રાખ્યું છે. અન્ડવર્લ્ડે અવારનવાર બોલીવૂડ સ્ટાર્સના નાક દબાવ્યા છે. તેમની ફીલ્મોને ફંડ આપવા માટે કે પછી તેમના કૌટુંબિક પ્રસંગે હાજરી આપવા બાબતે. ટી-સીરીઝના માલિક એવા ગુલશન કુમારની તો ખંડણીના મામલામાં હત્યા પણ કરી નાખવામાં આવી હતી જેના કેટલાક રહસ્યો તો આજે પણ અકબંધ છે.

તો ચાલો જાણીએ કેટલાક એવા બોલીવૂડ સ્ટાર્સ વિષે જેમને મારી નાખવાની ધમતી આપવામાં આવી હતી.

સોનું નિગમ

સોનું નિગમે એક ઇવેન્ટ મેનેજર કંપની સાથે પોતાના પ્રોગ્રામની ડીલ સાઈન કરી લીધી હતી. પણ દાઉદ ઇબ્રાહિમ અને શકીલ નહોતા ઇચ્છતા કે તે તે ડીલ સાઇન કરે અને તેને કેન્સલ કરવા માટે તેના પર દબાણ કરવામાં આવી રહ્યું હતું. જો કે સોનું નિગમે તેમની આ ધમકીને અવગણી હતી અને પોલીસ ફરિયાદ પણ નહોતી નોંધાવી અને પોતાનું કામ ચાલુ રાખ્યું હતું.

અક્ષય કુમાર

આ લિસ્ટમાં અક્ષય કુમારનું નામ પણ શામેલ છે. બન્યું હતું એવું કે અક્ષય કુમારે તેમના ઘરમાં કામ કરનારી એક મહિલાને છુટ્ટી કરી દીધી હતી. અને તેના આ પગલાની સામે તેના પર કોઈ વ્યક્તિનો ફોન આવ્યો હતો કે તેને પાછી રાખવામાં નહીં આવે તો અક્ષયને મારી નાખવામાં આવશે. તેણે પોતાનું નામ ગેંગસ્ટર રવિ પુજારા જણાવ્યું હતું.

આ વિષે અક્ષયે પોલીસમાં ફરિયાદ કરી હતી. અને પોલીસે તપાસ પણ હાથ ધરી હતી અને આ વ્યક્તિને પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ પાછળથી આ કેસને બંધ કરી દેવામાં આવ્યો હતો.

કંગના રનૌત

કંગના અને તેની બહેન રંગોલી રનૌત હંમશા તેમના બોલ્ડ સ્ટેટમેન્ટ તેમજ ઘણીવાર અણછાજતી કમેન્ટ્સના કારણે ચર્ચામાં રહે છે અને કેટલીકવાર તો લોકોની નફરત પણ વહોરે છે. આપણે બધા જાણીએ છીએ કે રંગોલી પર એકવાર એસિડ એટેક પણ થઈ ચુક્યો છે. અને આ એસિડ ફેંકનાર વ્યક્તિ કંગના પર પણ તેમ જ કરવા માગતો હતો.

તે કંગનાને ફોન પર ધમકીઓ આપતો હતો કે તે તેની બેહનની જેમ તેના પર પણ એસિડ ફેંકશે અને મારી નાખશે. કંગનાએ આ ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી જેના પગલા રૂપે અવિનાશ શર્મા નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

કરણ જોહર

કરણ જોહરે આ ધમકી વિષે કોઈ પોલિસ ફરિયાદ કરી હતી કે નહીં તેની ચોક્કસ માહિતી નથી. પણ તેમણે તાજેતરમાં પોતાની બાયોગ્રાફી પ્રકાશિત કરી હતી ‘અનસૂટેબલ બૉય’ તેમાં તેમણે આ પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે કે તે પોતાની પહેલી ફિલ્મ કુછ-કુછ હોતા હૈ રિલિઝ કરવા જઈ રહ્યા હતા તેની પહેલાં તેમની માતા પર ધમકી ભર્યા ફોન આવતા હતા.

તમને જણાવી દીએ કે આ સિતારાઓ ઉપરાંત પણ શાહરુખ, સલમાન અને અમિતાભ બચ્ચનને પણ મારી નાખવની ધમકીઓ મળી ચૂકી છે.