પરિણિતી ચોપરાનુ વેઇટ લોસ સિક્રેટ જાણી લો તમે પણ, જે તમારું વજન ઉતારી દેશે સડસડાટ

પરિનિતિ ચોપ્રાને બોલિવૂડની બબલી અને હસમુખી અભિનેત્રી માનવામાં આવે છે. તેણી માત્ર એક ઉત્તમ અભિનેત્રી જ નથી પણ તેણી માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાંથી ત્રણ ડિગ્રી પણ ધરાવે છે. તેણી પોતાની પ્રથમ ફિલ્મથી જ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે. પણ આ વખતે તે 38ની સાઇઝમાંથી 30ની સાઇઝની થઈ ગઈ હોવાથી ખુબ જ ચર્ચામાં છે.

IMAGE SOURCE

તેણીએ પોતાનો આ નવો અવતરા આઈફા 2015માં રજૂ કરી લોકોને ચકિત કરી મુક્યા હતા. અને ત્યારથી જ લોકો આ બિન્દાસ ગર્લના વેઇટ લોસનું રહસ્ય જાણવા માગે છે, ખાસ કરીને તેણી એક ફૂડી અને વર્ક આઉટમાં નહીં માનનારી હોવાથી લોકો તેના વેઇટ લોસથી ચકિત થઈ ગયા છે. આપણામાંના ઘણાબધાની જેમ તેણીનું શરીર પણ ઝડપથી મેદસ્વી બની જાય છે અને તે વધેલા વજનને બાળી નાખવા માટે ઘણો બધો શ્રમ કરવો પડતો હોય છે. જો તમે પણ કોઈ રીતે તમારું વજન ઘટાડવા માગતા હોવ, તો પછી આજનો અમારો આ લેખ ચોક્કસ વાંચજો જેમાં અમે પરિનિતી ચોપરાનું વેઇટ લોસ રહસ્ય છતું કર્યું છે. તો ચાલો જાણીએ કે આ અતિ ફૂડી અને પિઝા પ્રેમી અભિનેત્રી લોકોની પ્રેરણાનું કારણ કેવી રીતે બની રહી છે.

image source

પરિનીતિ ચોપ્રાએ વજન ઉતારવાનો નિર્ણય ક્યારે લીધો ?

પોતાની પ્રથમ ફિલ્મમાં જ પોતાની અભિનય ક્ષમતાનો પરચો બતાવ્યા છતાં, તેનો ચબી એટલે કે ગોળમટોળ દેખાવ મિડયા અને ઝાકઝમાળ ભરેલી બોલિવૂડ નગરીમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. જો કે તેણીને તેની કશી જ નહોતી પડી. પણ જ્યારે તેણે અનુભવ્યું કે તેણી પોતાની મેદસ્વીતાના કારણે અમુક મર્યાદિત ફેશનેબલ કપડાં જ પહેરી શકે છે અથવા પોતાની સાથી અભિનેત્રીઓ જેવી ફીટ એન્ડ ફેબ્યુલસ નથી દેખાતી ત્યારે તેણે ગંભીર રીતે વિચારવાનું શરૂ કર્યું. એક ઇટર્વ્યૂમાં, તેણે સ્વિકાર્યું હતું કે તેણી હંમેશથી ગોળમટોળ જ રહી છે અને ફિલ્મોમાં અભિનય ચાલુ કર્યા બાદ, તેણીને વર્કઆઉટ માટે ભાગ્યે જ સમય મળતો હતો. પણ જ્યારે ક્યારેય તેણીને સમય મળતો ત્યારે તે હંમેશા પોતાની જાતને ઉત્તમ દેખાડવા તેમજ ગુડ ફીલ કરાવવા માગતી. તેણીએ આગળ જણાવતા કહ્યું હતું કે એક ચલચિત્ર જગતમાં તમારો દેખાવ તેટલો જ મહત્ત્વનો છે જેટલો તમારો અભિનય મહત્ત્વનો છે. તેણી વિદ્યાબાલન અને હુમા કૂરેશીની જેમ કામુક દેખાવામાં જરા પણ સ્વાભાવિકતા નહોતી અનુભવતી. ત્યારે તેણે નક્કી કર્યું કે તેણે હવે વજન ઘટાડવું જોઈએ અને તેણી કંઈ પણ પહેરી શકે તે માટે તેણે પોતાના ફીગરને યોગ્ય બનાવવું જ જોઈશે.

image source

પરિનીતિ ચોપ્રાનો વેઇટ લોસ ડાયેટ પ્લાન

પરિનીતિ પોતાના વેઇટ લોસ પ્રોગ્રામના પ્રથમ છ મહિના કડક ડાયેટ પર હતી. આ ડાયેટ પ્લાનમાં તેણીએ ખાંડ, હાઈ-કાર્બ, અને હાઈ-ફેટ ફૂડથી સદંતર દૂર રહેવાનું હતું. તેણી જણાવે છે કે પોતાના વેઇટ લોસ પિરિયડ દરમિયાન તેણીએ રાત્રીના 8 વાગ્યા બાદ ખાવાનું છોડી દીધું હતું, ખુબ જ સ્વસ્થ ખોરાક ખાધો અને તે પણ ખુબ જ મર્યાદિત પ્રમાણમાં. તેણીએ ધીમે ધીમે પોતાની જીવનશૈલી પણ બદલવા માંડી હતી. પ્રથમ બે અઠવાડિયા, તેણી ખુબ જ હળવો ખોરાક લેતી જેથી કરીને તે પછીના સમયે તેનાથી પણ વધારે સ્ટ્રીક્ટ ડાયેટ તરફ આગળ વધી શકે. પણ તેણીએ કેકનો નાનો ટુકડો ખાતા પોતાની જાતને નહોતી રોકી. જો કે તેણી એ વાતનું પણ ખાસ ધ્યાન રાખતી કે તે કેક દ્વારા મેળવેલી કેલરીને બીજા દિવસે પોતાના વર્કઆઉટમાં બાળી નાખે. જે લોકો એ જાણવા ઇચ્છતા હોય કે તેણી પોતાના ડાયેટ દરમિયાન શું ખાતી હતી, તો અહીં અમે તમને તેનો પ્લાન જણાવી રહ્યા છીએ.

image source

વહેલી સવારે 1 કપ હુંફાળુ પાણી લીંબુના રસ સાથે

સવારનો નાશ્તો 2 બાફેલા ઇંડાની સફેદી + 1 બ્રાઉન બ્રેડ + 1 કપ ફેટ ફ્રી દૂધ

બપોરનું ભોજન બ્રાઉન રાઇસ + રોટલી + દાળ + શાકભાજી

ભોજન બાદ ફેટ-ફ્રી દહીં અથવા ગ્રીન ટી

સાંજનું ભોજન શાકભાજી + ઓછી ચરબી વાળો ખોરાક અને ક્યારેક ક્યારેક ચોકલેટ શેક

આ સરળ ડાયેટ પ્લાન તેની આધારશિલા હતી પણ તેના વજનમાં ઝડપથી ઘટાડો શેના કારણે થયો તો તે કારણ હતું તેના વ્યાયામનું રૂટિન. તો ચાલો જાણીએ કે તેણીનું વર્કઆઉટ રૂટીન શું હતું.

image source

પરિનીતિ ચોપરાનો વર્કઆઉટ પ્લાન

તેણીને વર્ક આઉટથી સખત નફરત હતી પણ જ્યારે તેણે વજન ઘટાડવાનો નિર્ણય લીધો ત્યારથી એક્સરસાઇઝ તેણીની બેસ્ટ ફ્રેન્ડ બની ગઈ છે. એક ઇન્ટર્વ્યૂમાં તેણીએ જણાવ્યું હતું કે તેણીને જીમમાં વર્કઆઉટ કરવાનો કંટાળો આવે છે. માટે, તેણીનો વર્કઆઉટ રૂટિન તેણીએ ટ્રેડમિલ પર દોડી, હોર્સ રાઇડિંગ દ્વારા, સ્વિમિંગ અથવા કેરાલાનું જાણીતું માર્શલ આર્ટ કાલારીપાયટ્ટુ ના વિવિધ ફોર્મ પર્ફોમમાં પરિવર્તિત કર્યું. તેણીએ ડાન્સ ક્લાસ લેવાના પણ શરૂ કર્યા. જેનાથી તેણીની માત્ર ડાન્સિંગ સ્કીલ જ ના સુધરી પણ તેના વજન ઘટાડામાં પણ તે ખુબ મદદરૂપ રહ્યું. પોતાનું વજન ઘટાડવામાં તેણીને જેટલા શારીરિક બળની જરૂર હતી તેટલું જ માનસિક બળ આવશ્યક હતું, તેણીએ પોતાની રોજિંદી દિનચર્યામાં મેડિટેશનનો ઉમેરો કર્યો જેથી કરીને તેનું મગજ પણ સ્વસ્થ રહી શકે.

અહીં અમે તમને કેટલીક સાવ જ સરળ અને સામાન્ય એક્સરસાઇઝ જણાવી રહ્યા છીએ જે તમને વજન ઘટાડવામાં મદદરૂપ થશેઃ

image source

– નેક રોટેશન (ડોકને ગોળ ફેરવવી) – 10 રેપ્સનો 1 સેટ (ક્લોક વાઇઝ અને એન્ટિ ક્લોકવાઇઝ)

– શોલ્ડર રોટેશન (ખભા ગોળ ગોળ ફેરવવા) – 10 રેપ્સનો 1 સેટ (ક્લોક વાઇઝ અને એન્ટિ ક્લોકવાઇઝ)

– આર્મ સર્કલ્સ (બાવડા ગોળ ગોળ ફેરવવા) – 10 રેપ્સનો 1 સેટ (ક્લોક વાઇઝ અને એન્ટિ ક્લોકવાઇઝ)

– રીસ્ટ રોટેશન (કાંડા ગોળ ગોળ ફેરવવા) – 10 રેપ્સનો 1 સેટ (ક્લોક વાઇઝ અને એન્ટિ ક્લોકવાઇઝ)

– સ્પોટ જોગિંગ (એક જગ્યા પર ઉભા રહીને દોડવું) – 5 મિનિટ

– સાઇડ લન્જીસ – 10 રેપ્સના 2 સેટ (જમણું અને ડાબુ)

– એન્કલ રોટેશન (કોણી ગોળ ગોળ ફેરવવી) – 10 રેપ્સનો એક સેટ (ક્લોકવાઇઝ અને એન્ટિ-ક્લોકવાઇઝ)

image source

– સ્પોટ જોગિંગ – 5 મિનિટ

– સાઇડ લન્જીસ – 10 રેપ્સના 2 સેટ (જમણું અને ડાબુ)

– એન્કલ રોટેશન – 10 રેપ્સનો 1 સેટ (ક્લોકવાઇઝ અને એન્ટિ-ક્લોકવાઇઝ)

– સ્ટેન્ડિંગ સાઇડ ક્રન્ચિઝ – 10 રેપ્સનો 1 સેટ (જમણું અને ડાબુ)

– જંપિંગ જેક્સ – 10 રેપ્સના 3 સેટ

– ફુલ સ્ક્વોટ – 10 રેપ્સનો 1 સેટ

– ક્રન્ચિઝ – 10 રેપ્સનો 1 સેટ

– ટ્રાઇસેપ ડીપ્સ – 5 રેપ્સનો 1 સેટ

– પુશપ્સ – 5 રેપ્સના 2 સેટ

– પ્લેન્ક – 20-30 સેકન્ડ્સના 2 સેટ

– સ્ટ્રેચ

image source

વ્યવસ્થિત ડાયેટ અને એક્સરસાઇઝ તમને થોડાક જ સમયમાં પરિણામ આપશે, પણ તે માટે તમારે તમારા મગજને કેન્દ્રિત થવા માટે પ્રશિક્ષણ આપવું પડશે. બની શકે કે ક્યારેક ક્યારેક આપણું રૂટિન અસ્તવ્યસ્ત થઈ જાય પણ તેમ છતાં આપણે પાછું પાટા પર ચડી જવું. અહીં અમે જણાવી રહ્યા છીએ કે પરિનીતિ પોતાના લક્ષને કેવી રીતે પામી શકી.

1. તમારા મગજને તૈયાર કરો

સૌ પ્રથમ તો તમારે મગજમાંથી એ વિચાર તો કાઢી જ નાખવો કે “બધા આમ કરે છે માટે હું આમ કરું !” તમારું વેઇટ લોસ લક્ષ બીજા કોઈ દ્વારા નક્કી કરવામાં ન આવ્યું હોવું જોઈએ. જ્યારે તમે તમારું વજન ઘટાડવા તૈયાર થાઓ ત્યારે તમારે તમારી જાતને કહેવું કે તમે તેમ શા માટે કરવા માગો છો. તે રીતે તમે તમારા મગજને તમારા વજન ઘટાડવાના લક્ષ્યોને સ્વસ્થ જીવનશૈલી અપનાવી પ્રાપ્ત કરી શકશો. જો તમે તૈયાર નહી હોવ તો તમારું મન એકાગ્ર નહીં થાય અને તમારું વજન તેટલું જ રહેશે અથવા તો બની શકે કે પહેલાં કરતાં વજન વધી પણ શકે.

2. તમારા લક્ષ્યો નક્કી કરો

જો તમે હવે પ્રામાણિક રીતે વજન ઘટાડવાનું નક્કી જ કરી લીધું હોય તો તમારે તમારું લક્ષ લખવું અને તે માટે તમારે એક ડેડલાઇન પણ નક્કી કરવી. જેમ કે, તમે એક મિહનામાં 1-2 કીલો વજન ઘટાડવા માગો છો અને છ મહિનાના અંતે તમે 10 કીલો જેટલું વજન ઘટાડવા માગો છો. જ્યારે તમે તમારા લક્ષને સ્પષ્ટ આંકડામાં લખશો ત્યારે તમે તે માટે તમારી જાતને પ્રતિબદ્ધ કરશો. એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે તમારે હવામાં લક્ષો નક્કી કરવા નહીં. હંમેશા વજન ઘટાડવાનું લક્ષ નક્કી કરતી વખતે તમારો, મેડિકલ હિસ્ટ્રી, તમારું આઇડીયલ વજન, તેમજ તમારા સ્વાસ્થ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ વાસ્તવિક લક્ષ નક્કી કરવાના છે. જો તમે એવું લખી નાખશો કે તમે 2 મહિનામાં 15 કીલો વજન ઘટાડશો, તો તે હંમેશા તમને ભય હેઠળ રાખશે અથવા તો તમને નિરાશ કરશે અને નિરાશ થઈને તમે અનહેલ્ધી ખોરાક આરોગવા લાગશો. એ પણ જાણી લો કે એક સાથે ખુબ બધું વજન ઘટાડવું તે સ્વાસ્થ્ય માટે જરા પણ યોગ્ય નથી.

image source

3. પગલું ભરો

હવે જ્યારે તમે તમારું વજન ઘટાડવાનું લક્ષ નક્કી કરી લીધું છે. તો સમય થઈ ગયો છે કે તમે તેને અમલમાં મુકો. કોઈ જીમમાં તમારું નામ નોંધાવો. જો તમને જીમમાં વ્યાયમ કરવો પસંદ ન હોય તો, વિવિધ જાતની રમતો રમવાનું શરૂ કરો અથવા તો ડાન્સ ક્લાસ જોઈન કરો. તમે ઘરે જ વર્કઆઉટ કરવા માટે કોઈ જીમ ઇક્વિપમેન્ટ પણ ખરીદી શકો છો. યોગા કરવા માટે યોગામેટ ખરીદો. તમારા શરીરની પ્રકૃતિને લાગુ પડતા વ્યાયામ તેમજ યોગા માટે યુટ્યૂબ પર સર્ચ કરો જેથી કરીને તમે ઘરે જ વ્યાયામ શરૂ કરી શકો. અઠવાડિયાના 3 કલાકના વ્યાયામથી શરૂ કરી દિવસના 5 કલાકના વ્યાયામ સુધી પહોંચો. એક હેલ્ધી ડાયેટ પ્લાન અનુસરવા માટે, શાકભાજી, લિન પ્રોટિન અને હેલ્ધી ફેટ ખરીદવાનું શરૂ કરો. બટાટાની વેફર્સ, પ્રોસેસ્ડ ફૂડ, હાઇ સોડિયમ ફૂડ અને મીઠાઈઓને કચરા પેટીમાં જવા દો. અથવા તો જરૂરિયાત વાળાને તે આપી શકો છો. તમારા રસોડાને એક મેકઓવર આપો !

4. સામાજીક આધારનું નિર્માણ કરો

જ્યારે તમે કસરતો તેમજ સ્વસ્થ ડાયેટની શરૂઆત કરશો ત્યારે તમારી આસપાસના કેટલાક લોકો તમને હતોત્સાહ કરવાનો પ્રયાસ કરશે કે જેથી કરીને તમે તમારી આ નવી સ્વસ્થ જીવનશૈલી પડતી મુકો. પણ તે બધું સામાન્ય છે તેમને નફરત કરવાની કોઈ જરૂર નથી. પણ એવા લોકોને મળવાનું શરૂ કરો જેઓ હેલ્ધી લાઇફસ્ટાઇલને અનુસરતા હોય. તેઓ તમને પ્રેરણા આપતા રહેશે અને તમારા આ નવા સ્વસ્થ પરિવર્તન પર અડગ રહેવા તમને ઉત્સાહિત કરશે. તમે તમારા મિત્રો તેમજ કુટુંબના સભ્યો સાથે વાત કરો કે તમે વજન ઘટાડવા માટે કેટલા ગંભીર છો અને તે તમારા માટે કેટલું મહત્ત્વનું છે.

image source

5. કેન્દ્રિત રહો

પોતાના લક્ષ પર કેન્દ્રિત તેમજ સમર્પિત રહેવું તે જ લક્ષપ્રાપ્તિની મૂળ ચાવી છે. અને જો તમે સરળ રીતે તમારી આ સ્વસ્થ જીવનશૈલી પર ચાલવા માગતા હોવ તો તે માટે ચીટ ડે ઉત્તમ છે. ચીટ ડે એટલે અઠવાડિયામાં એકવાર તમે તમારી રોજિંદી મર્યાદીત કેલરી કરતા 500 કેલરી વધારે ખાઈ શકો તે દિવસ. આ દિવસે તમે તમારું માનિતુ ડેઝર્ટ, ફાસ્ટ ફૂડ અથવા તો તમારી બટાટાની વેફર પણ ખાઈ શકો છો. માત્ર એક જ દિવસ, વધારે નહીં. અને બને તો બીજા દિવસે તે વધારાની 500 કેલરીને બાળવા માટે થોડી વધારે એક્સરસાઇઝ કરો. આ રીતે તમને ગમે ત્યારે અનહેલ્ધી ખાવાની લાલચ નહીં થાય. અને છેલ્લી વાત એ કે જો ક્યારેય પણ તમે તમારી આ યોજના પરનું ફોકસ ખોઈ બેસો તો ચિંતા ન કરો ફરી શરૂઆત કરો. તમારે દર 2 અઠવાડિયે તમારો એક ફોટોગ્રાફ પણ લેવો જોઈએ જેથી કરીને તમે તમારી પ્રગતિ જોઈ શકો. તે તમારા પ્રોગ્રેસનો ટ્રેક રાખવામાં મદદ કરશે અને સાથે સાથે તમને ફોકસ પણ રાખશે.

પરિનીતિ ચોપ્રાના વેઇટ લૂઝ પહેલા અને પછીના ફોટોગ્રાફ્સ

કેટલીક ટીપ્સ

પરિનીતી ચોપરાનું મેટાબોલિઝમ સ્લો હતું, એટલે કે તેની ચયાપચયની ક્રિયા ધીમી હતી માટે તેણીનું વજન ખુબ ઝડપથી વધી જતું હતું. જો તમારું મેટાબોલિઝમ પણ ધીમુ હોય તો નીચે જણાવેલી ટીપ્સ અનુસરી શકો છોઃ

image source

1. 2 ચમચી મેથીના દાણા પલાળો અને બીજા દિવસે સવારે તે પાણી પી જાઓ.

2. તમારા ખોરાકમાં ડાયેટરી ફાઇબરનો સમાવેશ કરો, જેમ કે ઓટ્સ, પાલક, બ્રોકોલી, આદુ, ગાજર, મેથીની ભાજી, મૂળાની ભાજી, મલ્ટીગ્રેઇન લોટ, મલ્ટીગ્રેઇન બિસ્કિટ,
અને ફળો તે પણ તેની છાલ સાથે આરોગવાનું શરૂ કરો.

3. કેચપ, બાર્બેક્યૂ સોસ, ચિલિ સોસ, મેયોનિઝ અને સ્વિટ ચીલી સોસ જેવા મસાલાઓથી ભરપુર પદાર્થોને તમારાથી દૂર રાખો.

4. સ્વસ્થ ચરબીયુક્ત ખોરાક જેમ કે બદામ, ફીશ ઓઇલ, ફીશ, એવોકાડો, અખરોટ, પેકન નટ, મેકડેમિયા નટ, ઓલિવ ઓઇલ, રાઇસ બ્રેન ઓઇલ, અને ઘીનો તમારા રોજિંદા આહારમાં સમાવેશ કરો.

5. દિવસમાં ઓછામાં ઓછું ત્રણ લિટર પાણી પીવો. જો તમે વ્યાયામ કરતા હોવ તો તમારે વધારે પાણી પીવું જોઈએ.
વજન ઘટાડ્યા બાદ પરિનીતિ શું અનુભવે છે ?

વજન ઘટાડ્યા બાદ પરિનીતિ ચિત્તાકર્ષક લાગી રહી છે. તેણીએ પોતાના જીવનમાં પોતાની જાતને આ પહેલાં ક્યારેય આટલી ફીટ નથી અનુભવી ! તેણીએ જણાવ્યું હતું કે તેણી સારું અનુભવે છે કે તેણે ઘણું બધું વજન ઉતાર્યું છે અને પહેલાં કરતાં વધારે પ્રવૃત્તિશીલ બની છે. તેણે પોતાના બધા જ બોડી શેમર્સની બોલતી બંધ કરી દીધી છે. હવે, લોકો તેના આ દૃઢ સંકલ્પના ગુણગાન ગાતા થાકતા નથી. આ ઉપરાંત તેણીની જે ઇચ્છા હતી તે તેણીએ પુરી કરી છે – કોઈ પણ પોશાકમાં આકર્ષખ લાગવું !

ચેતવણી

image source

જે બાબતો પરિનીતિ માટે કામ કરી ગઈ તે બની શકે કે તમારા માટે કામ ન કરે. તેનું કારણ એ છે કે આપણા બધાના શરીર અલગ છે અને તેની જરૂરિયાતો પણ અલગ છે. અને બીજું એ કે પરિનીતિ પોતાના વેઇટ લોસ પ્રોગ્રામ દરમિયાન સતત પ્રશિક્ષિત પ્રોફેશનલ્સની દેખરેખ હેઠળ જ રહી છે અને તેના કારણે તેનું વજન ઝડપથી ઘટી શક્યું છે. તેમ છતાં એટલું તો પાક્કું જ છે કે તેણીએ એવું કશું જ નથી કર્યું જેનાથી તેના સ્વાસ્થ્યને કોઈ હાની થાય. જો તમે પણ વજન ઘટાડવા માગતા હોવ તો તમારા ડાયેટિશિયનની સલાહ લો. એવા ડાયેટ પ્લાનને અનુસરો જે તમારા શરીરની જરૂરિયાતો સાથે મેળ ખાતો હોય. આ ઉપરાંત ક્યારેય કોઈ તરંગી ડાયેટ ફોલો કરવું નહીં. તમારે સ્વસ્થ આહાર તેમજ વ્યાયામ સાથે સંતુલન જાળવવાનું છે. તે તમને તમારી જીવનશૈલી બદલવામાં પણ મદદ કરશે.

તો બહેનો, વજન ઘટાડવાના દિવાસ્વપ્નો જોવાથી કશું જ થવાનું નથી. તમારે ઉભા થવું જ પડશે અને શરૂઆત કરવી જ પડશે ત્યારે જ તમે જીતી શકશો. તમારી જીવશૈલી બદલો, ફિટ બનો, અને બધાને ચકિત કરી મુકો પરિનીતિની જેમ. પાપા પગલી ભરવાનું શરૂ કરો, પણ શરૂઆત તો આજથી કરી જ દો !

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.