ડાયમંડ હોય કે ગોલ્ડ: જ્વેલરી ચમકાવવા અપનાવો આ સરળ ટિપ્સ, વર્ષો સુધી રહેશે ચમકદાર…

કિંમતી આભૂષણોની હંમેશા માર્કેટમાં ડિમાન્ડ રહેતી હોય છે. દરેકના ઘરમાં નાના-મોટા એમ દરેક પ્રકારના આભૂષણો હોય છે. જો કે કોઇના ઘરમાં વધારે હોય તો કોઇના ઘરે ઓછા, પણ દાગીના તો હોય છે જ. આ કિંમતી આભૂષણોની જો તમે સરખી રીતે કાળજી નથી રાખતા તો તે લાંબા સમયે ડલ પડવાના ચાન્સિસ વધી જાય છે. આ આભૂષણોમાં મોતીની વસ્તુ હોય તો તેની ખૂબ જ કાળજી રાખવી પડતી હોય છે, નહિં તો મોતી ઝાંખા પડી જાય છે અને પછી તેનો આખો શો બગડી જાય છે. તો આજે અમે તમને જણાવીશું કે કિંમતી આભૂષણોની કેવી રીતે કાળજી રાખવી…

Diamond vs. Gold
image source

– કિંમતી ઘરેણા પર ક્યારે પણ ડાયરેક્ટ સ્પ્રે ના છાંટો. ડાયરેક્ટ સ્પ્રે તેના પર છાંટવાથી તેનુ ફિનિશિંગ ડલ થઇ જાય છે.

– ડાયમંડ જ્વેલરીને સ્પોન્જ કે પછી કોટન મુકેલા પ્લાસ્ટિક બોક્સમાં રાખો જેથી કરીને તેની લોન્ગ લાઇફ સચવાઇ રહે અને ડાયમંડની ચમક પણ વર્ષો સુધી એવીને એવી જ રહે.

– કોઇ પણ જ્વેલરીને બેસીને જ પહેરવાની આદત રાખો. કારણકે જ્વેલરી એ ખૂબ જ નાજુક વસ્તુ હોય છે. જો તે નીચે પછડાય તો તે તૂટવાના ચાન્સિસ વધી જાય છે અને સાથે-સાથે તે ખોવાઇ જવાનો ડર પણ રહે છે. ખાસ કરીને જ્યારે તમે નાકની ચુની, બુટ્ટી કે પછી કોઇ નાની જ્વેલરી પહેરો છો તો તેનુ ખૂબ જ ધ્યાન રાખો.

image source

– જો તમારી પાસે રિયલ મોતીના સેટ કે પછી બીજા કોઇ પણ દાગીના હોય તો તેને કપડામાં લપેટીને મુકો. કપડામાં લપેટીને મુકવાથી મોતીની ચમક વર્ષો સુધી એવી જ રહે છે અને તે તૂટતા પણ નથી. ગરમીમાં મોતીની જ્વેલરી પહેરવાનુ ટાળો કારણકે ગરમીમાં પરસેવો થવાને કારણે તે જ્વેલરીને નુકસાન કરે છે અને ચમક પણ ઓછી થઇ જાય છે.

– જ્વેલરીને મલ્ટીપલ ખાંચાવાળા બોક્સમાં રાખો જેથી કરીને તમારી જ્વેલરી અલગ-અલગ બોક્સમાં રહે. અલગ-અલગ બોક્સમાં જ્વેલરી મુકવાથી તેમાં સ્ક્રેચ પડતા નથી. આ સાથે બીજો મોટો ફાયદો એ થાય છે કે, જો તમે જ્વેલરીને અલગ-અલગ બોક્સમાં મુકો છો તો તેના તૂટવાની સંભાવના પણ ઓછી થઇ જાય છે.

 

Golden Eye Women Gold and Diamond Jewelry Collection Jewellery ...
image source

– હિરા સિવાયની કોઇ પણ અન્ય જ્વેલરીને સાબુ કે પાણીથી સાફ ના કરો.

– નિયમિત સમયે આભૂષણોને સાફ કરતા રહો. આભૂષણો નિયમિત રીતે સાફ કરવાથી તેની ચમક વર્ષો સુધી એવી જ રહેશે. જ્વેલરીને સાફ કરતી વખતે ખાસ ધ્યાન એ રાખો કે, તેના પર બહુ ભાર આપીને સાફ ના કરો કારણકે જ્વેલરી ખૂબ નાજૂક વસ્તુ હોવાથી તેની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે.

Necklace - Challani jewellery mart
image source

– જમવાનું બનાવતી વખતે, જિમમાં જતી વખતે તેમજ સ્વિમિંગ કરતી વખતે કિંમતી ઘરેણા પહેરવાનું ટાળો.

– કોઈપણ પ્રકારના મેક-અપ પ્રોડક્ટ્સ, પર્ફ્યુમ, લોશન કે અન્ય કોઇ વસ્તુ ઘરેણા પર ના લાગે તેનુ ખાસ ધ્યાન રાખો કારણકે તેનાથી જ્વેલરીને નુકસાન થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.