કોરોના સંકટ: દશામાં અને ગણેશ મહોત્સવ ન કરવાના આદેશથી મૂર્તિકારો પણ બન્યા બેરોજગાર

ગણેશોત્સવ એટલે કે ગણપતિ ચોથ જલ્દી આવી રહી છે. પણ દેશમાં ચાલી રહેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારીના લીધે ઘણી બધી વ્યક્તિઓએ પોતાના ધંધા- રોજગાર ગુમાવવા પડ્યા છે. જેના લીધે દેશના ઘણા બધા મૂર્તિકારો હવે બેરોજગાર બની ગયા છે.

image source

આ વર્ષે માર્ચ, ૨૦૨૦ ના અંતના દિવસોથી ચાલી રહેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારીના લીધે જાહેર ઉત્સવોને આ વર્ષે નહી થઈ શકવાના લીધે મૂર્તિકારોને એક પણ મૂતિ બનાવવાનો ઓર્ડર હજી સુધી મળી શક્યો નથી.

-કોરોના વાયરસ મહામારીના લીધે ધંધા રોજગાર બંધ થઈ ગયા છે.

-મૂર્તિકારો પણ આ વર્ષે બન્યા બેરોજગાર.

image source

-આ વર્ષે ગણેશ મહોત્સવ સાર્વજનિક રીતે નહી કરવાના આદેશ.

આખી દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણના કારણે લાખો લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે. ઉપરાંત કોરોના વાયરસ સંક્રમણના કારણે દુનિયાના મોટાભાગના દેશોના ધંધા- રોજગાર એકાએક અટકી ગયા છે. ગુજરાત રાજ્યમાં અમદાવાદની સાથે જ આખા રાજ્યમાં આવતા ત્રણ મહિના સુધી ઉજવવામાં આવતા જાહેર ઉત્સવો પર રોક લગાવી દેવામાં આવી છે. જેના કારણે આ વર્ષે મૂર્તિકારોને મૂર્તિ બનાવવાના ઓર્ડર મેળવી શક્યા નથી.

image source

આવનાર ઉત્સવોમાં દશામાંના વ્રત ઉત્સવ અને ગણેશ મહોત્સવને પણ સાર્વજનિક નહી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. જેના લીધે મૂર્તિકારોને કોઈ મોટી મૂર્તિ બનાવવાનો ઓર્ડર મળ્યો નથી. જ્યારથી લોકડાઉન લાગુ થયું હોવાના લીધે કામ કરી શક્યા હતા નહી અને હવે લોકડાઉન ધીરે ધીરે અનલોક થઈ રહ્યું ત્યારે પણ મૂર્તિકારોને મૂર્તિ બનાવવાના ઓર્ડર મળ્યા નથી. જેના લીધે ગુલબાઈ ટેકરાના મુર્તીકારોની સ્થિતી હાલમાં ઘણી નબળી થઈ ગઈ છે.

image source

મૂર્તિકારોને દર વર્ષે ગણેશ ઉત્સવ શરુ થયાના ત્રણ મહિના પહેલેથી જ એક મૂર્તિકારને ૫૦ કરતા પણ વધારે મૂર્તિઓ બનાવવાનો ઓર્ડર મળી જતા હતા. પણ આ વર્ષે કોરોના વાયરસ સંક્રમણ મહામારીના લીધે કોઈ ઓર્ડર મળ્યા નથી.

image source

સામાન્ય રીતે મૂર્તિકારો એક જ ઉત્સવ માટે મૂર્તિઓ બનાવીને આખા વર્ષ દરમિયાન પોતાની રોજી- રોટી રળી લેતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના વાયરસ સંક્રમણની મહામારીના કારણે આ વર્ષે મૂર્તિકારોની રોજી- રોટી છીનવાઈ ગઈ છે અને આ વર્ષે કોરોના વાયરસ સંક્રમણના લીધે મૂર્તિકારો પણ હવે બેરોજગાર બની ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span