ગર્ભવતી મહિલાઓ કરવા ચોથના વ્રતમાં ખાસ રાખો આ બાબતોનું ધ્યાન, નહિં તો બાળકને થશે નુકસાન

હિંદુ ધર્મમાં કરવા ચોથનું વિશેષ મહત્વ છે. પત્ની તેમના પતિના દિર્ઘાયુ માટે આ વ્રત રાખે છે. આ વ્રત પરણિત મહિલાઓ તેમજ કુંવારી મહિલાઓ પતિ અથવા મંગેતર માટે રાખતી હોય છે. વ્રતના નિયમો ખૂબજ કઠિન છે. અને મહિલાઓને આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહેવાનું હોય છે. પ્રિ હેલ્થ કંન્ડિશનને ધ્યાને રાખીને કેટલાક હેલ્થ એક્સપર્ટ કેટલીક મહિલાઓને આ વ્રત ન રાખવાની સલાહ આપે છે. એલોપથી ચિકિત્સા મુજબ જો કોઈ મહિલાને ડાયાબિટીસની તકલિફ હોય તો તેમણે આ વ્રત ના રાખવું જોઈએ. આખો દિવસ ભોજન અને પાણી પીધા વિના રહેવાથી હાઈપોગ્લાઈસેમિયાનો શિકાર બનવાની સંભાવના છે. તો ચાલો આજે જાણીએ કે કઈ કઈ પરિસ્થિતિમાં મહિલાઓએ આ વ્રત ન રાખવું જોઈએ.

બીપીની સમસ્યા ધરાવતી મહિલાઓ આ વ્રત ન રાખે

image source

જો કોઈ મહિલાને હાઈ બ્લડપ્રેશર અથવા લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તેણે પણ આ વ્રત ના રાખવાની સલાહ આપવામાં આવે છે. બીપીના દર્દીને વ્રત રાખવાથી દૂર રહેવું જોઈએ. કારણ કે લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી બીપીમાં ઉતાર ચડાવ રહેવાની સમસ્યા હોઈ શકે છે. બીપીનો કન્ટ્રોલ સંપૂર્ણ રીતે દવાઓ અને ડાયટ પર નિર્ભર કરતો હોય છે. ગંભીર રૂપથી બીમાર કોઈ પણ મહિલા આ વ્રત બિલકુલ રાખી શકતી નથી. એવામાં જો કોઈ મહિલાની સારવાર ચાલી રહી હોય તો તે કોઈ પણ પ્રકારની દવાઓનો ઉપયોગ કરતી હોય તો તેણે પણ વ્રત ન રાખવું જોઈએ. એવું કરવું શરીર માટે ખિલવાડ સમાન હોઈ શકે છે.

સ્તનપાન કરાવતી યુવતિઓએ આ વ્રત ન કરવું

image source

ગર્ભમાં પળી રહેલા દિકરા અને મા બંને માટે લાંબા સમય એટલે કે કલાકો સુધી ભૂખ્યા રહેવું સહન કરી શકે તેમ નથી. એટલા માટે ગર્ભવતી મહિલાઓ માટે હેલ્થ જાળવવા માટે કરવાચોથનું વ્રત ન રાખવાની સલાહ આપવામાં આવે છે. નવજાત શિશુને સ્તનપાન કરાવતી મહિલાઓએ પણ આ વ્રત ન કરવું જોઈએ. એવી મહિલાઓને થોડા થોડા અંતરાલ બાદ એક ચોક્કસ માત્રામાં કેલેરી અથવા પોષકતત્ત્વોની જરૂરિયાત હોય છે.

હાઈ ફાઈબર અને પ્રોટીનવાળો ખોરાક ન ખાઓ

image source

ખરાબ હેલ્થ કન્ડિશન અથવા બીમારીના લક્ષણો દેખાવા પર વ્રત રાખ્યા પહેલા મહિલાઓએ એક વખત ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. પ્રિ હેલ્થ કન્ડિશન બાબતમાં જાણતા ડોક્ટરો તમને જોખમ ઉઠાવવાની સલાહ ક્યારેય નહીં આપે. જો ડોક્ટર તમને વ્રત રાખવાની મંજૂરી આપે છે તો તે એમની સાથે કેટલીક સાવધાની રાખવાની વાત જરૂર જણાવશે. વ્રત રાખવાના એક દિવસ પહેલા તમારા ખોરાકનું પૂરતું ધ્યાન આપો. હાઈ ફાઈબર અને પ્રોટીનવાળો ખોરાક ન ખાઓ. શરીરમાં પાણીનો ઘટાડો ક્યારેય ન થવા દો. કોફી અથવા કૈફીન લેવાથી બચો. ફ્રાઈ ફૂડ ખાવાથી બચો. વધુ માત્રામાં મીઠું કે શુગરનું સેવન ટાળો.

જો ગર્ભાવસ્થામાં વ્રત રાખો તો આ વાતનું જરૂરથી ધ્યાન રાખો

image source

ગર્ભાવસ્થામાં વ્રત રાખવા જઇ રહ્યા છો તો ખૂબ જ જરૂરી છે કે તમે તમારા ડૉક્ટરની સલાહ લઇ લો. તમારા ડૉક્ટર તમારા સ્વાસ્થ્યને વધારે જાણે છે. જો સામાન્ય સમસ્યા પણ જણાય છે અને ડૉક્ટર વ્રત રાખવાની પરવાનગી નથી આપી રહ્યા તો વ્રત રાખવાનો વિચાર ત્યાગી દેવો જોઇએ. ગર્ભાવસ્થામાં આખો દિવસ ભૂખ્યા રહીને વ્રત કરવું ન જોઇએ. ભૂખ્યા રહેવું શરીર માટે યોગ્ય નથી એટલા માટે થોડાક ફળ અને સુકો મેવો ખાઇ લેવાથી શરીરમાં ઊર્જા જળવાઇ રહે છે. ફળોનું મીઠા સાથે સેવન ન કરશો.

વ્યસ્ત રહીને દિવસ પસાર કરો

કેટલીક મહિલાઓને આરામ કરવાની વધારે આદર નથી હોતી એવામાં ગર્ભવતી મહિલાઓએ કામ કરવાની જગ્યાએ ટીવી જોઇને, પુસ્તક વાંચીને, પૂજાની તૈયારીઓ કરીને સરળતાથી પોતાનો દિવસ પસાર કરી શકે છે, થાક પણ લાગશે નહીં.

image source

સરળતાથી દિવસ વ્યતીત કરો

ગર્ભવતી મહિલાઓ આરામ કરીને સરળતાથી દિવસ વ્યતીત કરી શકે છે. સવારે સરગી બાદ દિવસભર આરામ કરો અને સાંજે પૂજાના સમયે ઉઠી જાઓ. આ રીતે શરીરમાં થાક પણ રહેશે નહીં અને દિવસ પણ સરળતાથી પસાર થઇ જશે.

દૂધનું સેવન કરો

image source

સરગી દરમિયાન ભૂલથી પણ ચા અથવા કૉફી ન લેશો, આ આખો દિવસ નુકશાન પહોંચાડી શકે છે. ખાલી પેટ તેનું સેવન કરવાથી પેટમાં ગરમી વધી શકે છે આ સાથે જ ગેસની સમસ્યા પણ થઇ શકે છે, એટલા માટે દૂધનું જ સેવન કરો.

વ્રત રાખ્યા પહેલા મહિલાઓએ એક વખત ડોક્ટરની સલાહ જરૂર લેવી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.