ઘણી ખમ્મા આ ટ્રાફિક પોલીસને, એમ્બ્યુલન્સનો રસ્તો સાફ કરવા માટે દોડ્યો 2 કિલોમીટર, શું તમે જોયો આ વાયરલ વિડીયો?

સોશિયલ મીડિયા સિક્કાના બન્ને બાજુ જેવું છે. તેમાં સારો અને ખરાબ બધો જ સામાન ફરતો રહે છે. એ જ રીતે હવે જે વીડિયો આવ્યો એ જોઈને તમને દિલથી સલામી આપવાનું મન થશે અને વીડિયો શેર કરવાનું પણ મન થશે.

image source

હાલમાં એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ભારે ચર્ચામાં આવ્યો છે અને લોકો એ પોલીસ કોનસ્ટેબલના વખાણ પણ કરી રહ્યા છે. આ વીડિયો તેલંગાણાના હૈદરાબાદનો છે. કે જ્યાં એક ટ્રાફિક કોન્સ્ટેબલનો એમ્બ્યૂલન્સ આગળ દોડતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

મ્બ્યૂલન્સનું સમય પર પહોંચવું જરૂરી હતું

image source

લોકોએ આ ટ્રાફિક જવાનને અસલી હીરો ગણાવીને આ વીડિયો આગળ વાયરલ થઈ રહ્યો છે અને બધા પોલીસની પ્રશંસા કરી રહ્યા છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે એક એમ્બ્યૂલન્સ વાન ટ્રાફિક જામમાં ફસાઈ હતી. દર્દીનો જીવ બચાવવા માટે એમ્બ્યૂલન્સનું સમય પર પહોંચવું જરૂરી હતું. ટ્રાફિક કોન્સ્ટેબલ ટ્રાફિકનો રસ્તો સાફ કરાવવા માટે લગભગ બે કિલોમીટર સુધી દોડ્યો હતો. કોન્સ્ટેબલ જી બાબજીએ જોયું કે સાંજનો સમય છે અને એમ્બ્યૂલન્સમાં દર્દી છે અને તે ટ્રાફિકમાં ફસાઈ ગયા છે.

લગભગ 7 વાગ્યાનો સમય હતો

image source

આ વાતની ખબર પડતાં જ જી બાબજીએ તરત એમ્બ્યૂલન્સની સામે આવીને રસ્તો કરવાનું શરૂ કર્યું. સમય વેડફ્યા વગર ફટાફટ લોકોને એક તરફ કરીને એમ્બ્યૂલન્સ માટે રસ્તો સાફ કરવા લાગ્યા. બાબજીએ કહ્યું કે તેમણે એમ્બ્યૂલન્સનો રસ્તો સાફ કરવા માટે દરેક પ્રયાસ કર્યા. લગભગ 7 વાગ્યાનો સમય હતો, એમ્બ્યૂલન્સ જીપીઓ જંક્શન પહોંચી. મારી નજર એમ્બ્યૂલન્સ પર પડી જે જામમાં ફસાયેલી હતી. મને લાગ્યું કે કાંઈક કરવું પડશે. કેમ કે સમય કિમતી હતો.

લોકોએ તાળીઓ વગાડીને કર્યું અભિવાદન

આગળ વાકત કરી કે, હું આંધ્ર બેન્ક તરફ ભાગ્યો અને એમ્બ્યૂલન્સ માટે થોડી જગ્યા બનાવવા માટે મોટર ચાલકોને નિવેદન કર્યું. કોન્સ્ટેબલની ઈમાનદારી જોઈને મોટર ચાલકોએ પ્રશંસામાં તાળીઓ વગાડવાની શરૂ કરી દીધી. એડિશનલ પોલીસ કમિશનર (ટ્રાફિક) અનિલ કુમારે વીડિયોને ટ્વીટ કરીને ક્લિપ શેર કરતી વખતે કોન્સેટબલની પ્રશંસા કરી હતી. તેમણે લખ્યું, ‘હૈદરાબાદ ટ્રાફિક પોલીસ અધિકારી બાબજી એમ્બ્યુલન્સનો રસ્તો સાફ કરવા દોડી ગયા, વેલ ડન. હૈદરાબાદ ટ્રાફિક પોલીસ હંમેશા લોકો માટે હોય છે.

પોલીસ ક્યારેય થમશે નહીં

સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરનારા લોકોમાં આઈપીએસ અધિકારી દિપાંશુ કાબરા પણ હતા. દિપંશુએ પણ પોલીસકર્મીની પ્રશંસા કરી અને લખ્યું કે, ‘#ખાખી તમારી મદદ માટે મીલો સુધી દોડી જશે, પણ કદી થમશે નહીં’