જાણો ઘર બનાવતી વખતે છતના વાસ્તુનુ શું રાખવુ જોઇએ ખાસ ધ્યાન

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે લોકો ઘરની અંદરની સાફ સફાઈ અથવા તો ઘરની અંદરના વાસ્તુ તરફ જ ધ્યાન આપે છે. પરંતુ તેમનું ધ્યાન ઘરની છત પર ક્યારેય જતું નથી. એટલા માટે જ તો ઘણા લોકો છતનો ઉપયોગ કચરો રાખવા માટે કરે છે અથવા તો તેની સ્વચ્છતા તરફ ધ્યાન આપતા નથી. આમ કરવાથી તમારા ઘરમાં વાસ્તુ દોષ સર્જાઈ શકે છે. આ દોષ એટલો ગંભીર હોય શકે છે કે તેના કારણે વ્યક્તિને માનસિક, આર્થિક અથવા શારીરિક સમસ્યાનો સામનો કરવો પડે છે.

image source

1. જો તમારું ઘર એક કરતાં વધારે માળ વાળું નથી અને તમે કંઈ નવું નિર્માણ કરાવી રહ્યા છો તો ધ્યાન રાખો કે આ નિર્માણ દક્ષિણ કે દક્ષિણ-પશ્ચિમમાં કરાવવું લાભકારી છે. અગાસીની ખુલ્લી જગ્યા ઉત્તર-પૂર્વ, ઉત્તર અથવા પૂર્વ એમ ત્રણ રીતે હોય તો સારું દક્ષિણ અને પશ્ચિમમાં ખુલી અગાસી ન હોવી જોઈએ.

image source

2. વાસ્તુ વિજ્ઞાન મુજબ દક્ષિણ પશ્ચિમ ખૂણો એટલે કે નૈઋત્ય ખૂણો અન્ય કરતા ઊંચો અને ભારે હોય તે શુભ ગણાય છે. આ દિશામાં છત પર પાણીની ટાંકી મૂકવાથી આ ભાગ અન્ય ભાગો કરતા ઊંચો અને ભારે બને છે. તેથી ઘરની સમૃદ્ધિ માટે દક્ષિણ-પશ્ચિમ દિશામાં પાણીની ટાંકી સ્થાપિત કરવી જોઈએ. ટાંકીને આ દિશામાં રાખતી વખતે ધ્યાનમાં રાખો કે આ દિશાની દિવાલ ટાંકી કરતા કંઈક અંશે ઊંચી હોવી જોઈએ તેનાથી આવક વધે છે અને પરિવારમાં પરસ્પર સંબંધોને મજબૂત બને છે.

image source

3. કોણ જોવાનું છે તેવી વાત મનમાં રાખી અને લોકો છતની સફાઈ પ્રત્યે બેદરકાર બની જાય છે. પરંતુ આમ કરવાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. ઘરની છત પર કોઈપણ પ્રકારની ગંદકી ન રાખવી કે ન તો ત્યાં વધારાની વસ્તુઓ એકત્ર કરવી. લોકોને આદત હોય છે જૂના ફર્નિચરને અગાસી પર રાખી દેતાં હોય છે. જે લોકોના ઘરની છત પર બિન ઉપયોગી ચીજવસ્તુઓ હોય છે ત્યાં નકારાત્મક શક્તિઓ વધુ સક્રિય હોય છે. આવા ઘરમાં રહેતા લોકોના વિચારો પણ નકારાત્મક હોય છે અને પરિવારમાં પણ તેની અસર દેખાય છે.

image source

4. મોટાભાગનાં ઘરમાં અગાસી સપાટ હોય છે. પરંતુ વાસ્તુ અનુસાર અગાસી પર પાણી નીકળે તે માટે ઢાળ રાખવો જરૂરી છે. આ ઢાળ હંમેશાં દક્ષિણ-પશ્ચિમથી ઉત્તર-પૂર્વ તરફનો હોવો જોઈએ. તેના વિપરીત દિશામાં ઢાળ હોય તો વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે અને આર્થિક સમસ્યાઓ થાય છે.

image source

5. અગાસીમાં બગીચો બનાવવાનો શોખ હોય તો અહીં તુલસી, ફુદીના, ગલગોટાના ફૂલ વગેરે રાખી શકાય છે. ઉત્તમ દિશામાં બ્લૂ રંગના ફૂલ આવે તેવા છોડ રાખવા જોઈએ તેનાથી સમૃદ્ધિ વધે છે. વજનદાર કુંડાને દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખવા ઉત્તમ છે. પશ્ચિમ દિશામાં સફેદ ફૂલ આવતા હોય તેવા છોડ રાખવા જોઈએ. બસ અગાસી પર કાંટાવાળા છોડ ન રાખવા. તેનાથી વાસ્તુ દોષ સર્જાય છે.