ઘરમાં બીજા બધા નહિં પણ સુરક્ષા માટે લગાવો આ CCTV કેમેરા, 8 મેગાપિક્સેલનું ધરાવે છે રિઝોલ્યુશન

માણસ પોતાની માલ મિલકત અને ખુદ પોતાની સલામતી માટે ત્રીજી આંખ એટલે કે ક્લોઝ સર્કિટ ટેલિવિઝન (cctv) નો ઉપયોગ કરતા શીખી ગયો છે. તમે બજારમાં જતા હોવ ત્યારે જો બારીકાઈથી અવલોકન કરશો તો તમને દુકાનો, ગોડાઉન, જાહેર રસ્તા અને શો રૂમ જેવા અનેક સ્થળોએ સીસીટીવી કેમેરા જોવા મળી જશે. સીસીટીવી કેમેરાને કારણે સાર્વજનિક સ્થળોએ થતી ગુનાખોરી પણ ઘટી છે એટલું જ નહીં પણ બીજા સ્થળોએ ગુનાખોરી કરીને નાસી જતા ગુન્હેગારોની સીસીટીવીને કારણે ઓળખ થઈ જાય છે.

image source

આવા અનેક કારણોસર છેલ્લા કેટલાક વર્ષોથી સીસીટીવીના વેંચાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. પહેલા લોકો પોતાના કામના સ્થળે જ સીસીટીવી લગાવતા પણ હવે ઘરે પણ સીસીટીવી લગાવવા લાગ્યા છે. જો કે બજારમાં મળતા મોટાભાગના સીસીટીવી કેમેરાના મેગાપિક્સેલ બહુ ઓછા હોય છે જેથી અણીના સમયે દૂરના દ્રશ્યો બહુ સ્પષ્ટ જોવા નથી મળતા. ત્યારે આજનાં આ લેખમાં અમે તમને એવા સીસીટીવી કેમેરાઓ વિશે જણાવવાના છીએ જે 8 મેગાપિક્સેલના લેન્સ ધરાવે છે.

1. Secureye S-CCI3 Bullet Camera

image source

હોમ સિક્યુરિટીમાં સિક્યોરઆઈનું બહુ મોટું નામ છે. આ કેમેરામાં તમને 8 મેગાપિક્સેલ રિઝોલ્યુશન ધરાવતા લેન્સ મળશે. એ ઉપરાંત તેમાં સ્માર્ટ ડિટેક્શન પણ છે અને સાથે જ ઇન્ફ્રારેડ ફિલ્ટર પણ છે. આ કેમેરા વેધરપ્રુફ પણ છે. વળી, આ કેમેરામાં આઈફોન, આઇપેડ અને એન્ડ્રોઇડ એમ બધા ડિવાઇસ કનેક્ટ કરી શકાય છે.

2. HIKVISION 8MP CCTV BULLET CAMERA

image source

આ સીસીટીવી કેમેરામાં પણ 8 મેગાપિક્સેલનું સેન્સર આપવામાં આવ્યું છે. અને કેમેરાને વોટરપ્રૂફ અને ડસ્ટપ્રુફ માટે IP67 ની રેટીંગ મળી છે. આ કેમેરાને 40° ફેરનહાઈટથી લઈને 140° ફેરનહાઈટના તાપમાનમાં પણ ઓપરેટ કરી શકાય છે. આ કેમેરાનું આઉટપુટ કલર બ્લેક એન્ડ વ્હાઇટ છે.

3. CP-UNC-TB81ZL6-VMDS Camera

image source

CP-UNC-TB81ZL6-VMDS કેમેરા પણ 8 મેગાપિક્સેલ ધરાવતા સીસીટીવી કેમેરા છે. તેની વાઈડ રેન્જ 60 મીટર છે. તેમાં 16 એક્સ ઝૂમ સાથે 4k ના વિડીયો સ્ટ્રીમિંગની સુવિધા પણ છે. વળી, તેને ફોન સાથે પણ કનેક્ટ કરી શકાય છે. સ્ટોરેજની વાત કરીએ તો તે 128 જીબી સુધીનું મેમોરી કાર્ડ સ્પોર્ટ કરે છે.

4. Lorex LNB8005 Security Camera

image source

લોરેકસના LNB8005 Security કેમેરામાં પણ 8 મેગાપિક્સેલના લેન્સ છે. આ એક HD સીસીટીવી છે. આ કેમેરાની મેક્સિમમ રેન્જ 40 મીટરની છે. એ સિવાય તે નાઈટ વિઝન પણ સ્પોર્ટ કરે છે. LNB8005 Security કેમેરાનું વજન 500 ગ્રામ જેટલું થાય છે.