બગાસુ ખાતા પતાસુ મળ્યા જેવો ઘાટ, પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરવામાં દીકરાને લાગ્યો 50 કરોડનો જેકપોટ…

અમેરિકાના સિડનીમાં રહેનારા એક શખ્સે લોટરીની ટિકીટ ખરીદી હતી. ટીકિટ ખરીદતા સમયે તેણે માત્ર એક જ વાત ધ્યાનમાં રાખી હતી કે, કે તેનો નંબર એ જ હોય, જે તેના પિતાએ તેમના મૃત્યુ પહેલા બતાવ્યો હતો. તેના પિતા ઈચ્છતા હતા કે, તેઓ મૃત્યુ પામ્યા બાદ તેમનો દીકરો પણ આ જ નંબરની ટિકીટ ખરીદે. આખરે પિતાની ઈચ્છાનું સન્માન કરીને તેણે ટિકીટ ખરીદી, અને તે શખ્સને એટલુ મોટું ઈનામ મળ્યુ કે તે વિશ્વાસ ન કરી શકે. આ વ્યક્તિને 8 મિલિયન ડોલરની લોટર લાગી છે. જે ભારતીય મુદ્રામાં 52,84,40,000 રૂપિયા મૂલ્યા છે. તે જેકપોટ જીતી ગયો હતો. આ ઘટના હજી બે અઠવાડિયા પહેલા આ જેકપોટ લાગ્યુ છે. જેમાં આ વ્યક્તિનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

Western Sydney Woman Wakes Up To Realise Her €�crazy Dream” Is A ...
image source

પિતા 20 વર્ષથી ખરીદતા હતા ટિકીટ

જેકપોટ જીતનારા શખ્સે જણાવ્યું કે, તેના પિતા અંદાજે 20 વર્ષથી એક જ નંબરની લોટરીની ટિકીટ ખરીદી રહ્યા હતા. જ્યારે તેના પિતા અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા, તો તેમણે દીકરા પાસેથી વાયદો લીધો કે, દીકરો પણ તેમની ટિકીટ ખરીદવાની પ્રોસેસને આગલ વધારશે. તેમનો દીકરો એ જ નંબરની લોટરીની ટિકીટ ખરીદશે, જેને વર્ષોથી તેઓ ખરીદતા હતા. દીકરાએ પિતાની અંતિમ ઈચ્છાનુ માન રાખીને તેનું સન્માન કર્યું અને તેને તેનો ફાયદો પણ થયો.

image source

દીકરો બની ગયો કરોડપતિ

જેકપોટ જીતનાર યુવકે કહ્યું કે, તે ભાગ્યશાળી છે કે, તેણે પોતાના પિતાની વાત માની. મેં સપનામાં પણ વિચાર્યું ન હતું, કે મારા પિતાના એક નંબરને કારણે હું આટલી મોટી રકમ જીતી શકીશ. ભલે આજે મારા પિતા આ દુનિયામાં નથી, પંરતુ મારી આ સફળતામાં મારા પિતાનો સૌથી મોટો હાથ છે. 8 મિલિયન જેટલી રકમ જીત્યા બાદ યુવકે કહ્યુ કે, આ રકમનો ઉપયોગ તે તેના પરિવાર માટે કરશે. એ પરિવારની દરેક વ્યક્તિને ખુશ રાખશે.

image source

શખ્સે બતાવ્યું કે, વિનિંગ નંબર્સ 9,5,32,13,33,4 અને 25 હતા, પરંતુ જેકપોટ નંબર 7 હતો. જેના પર હું 8 મિલિયન ડોલર રકમ મેળવી શક્યો હતો. ઉલ્લેખનીય છે કે, જેકપોટ મેળવાનાર આ શખ્સનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું. પરંતુ આ જેકપોટની જાહેરાત હજી એપ્રિલ મહિનામાં જ કરવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.