હાથમાં નારાછડી બાંધવાથી થાય છે ઘણા બધા લાભ, મળે છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના આશીર્વાદ

હિન્દૂ વિધિ પ્રમાણે કોઈપણ પૂજા પાઠ કરતી વખતે હાથમાં નાળાછડી બાંધવામાં આવે છે. નાળાછડીને મૌલિ પણ કહેવામાં આવે છે.
પરંપરા અનુસાર કોઈપણ કાર્યની શરૂઆત કરતી વખતે કે નવી વસ્તુ ખરીદતી વખતે એના પર નાળાછડી બાંધવામાં આવે છે.

image source

એ પાછળનું તાતપર્ય એ છે કે એ વસ્તુ કે કાર્ય આપણા જીવનમાં શુભ ફળદાયક સિદ્ધ થાય. સનાતન પરંપરામાં નાળાછડી બાંધવાની
શરૂઆત દેવી લક્ષ્મી અને રાજા બલીએ કરી હતી. હિન્દૂ ધર્મમાં નાળાછડીએ ફક્ત એક દોરો નથી પણ એની પાછળ ધાર્મિક, વૈજ્ઞાનિક
અને જ્યોતિષીય મહત્વ છુપાયેલું છે.

શાસ્ત્રો અનુસાર નાળાછડીનું મહત્વ.

image source

નાળાછડી કાચા સુતરના દોરાથી બનેલી હોય છે. મૌલિ લાલ રંગ, પીળાં રંગ કે બે રંગ કે પાંચ રંગની હોય છે. શાસ્ત્રો અનુસાર
નાળાછડી બાંધવાની પરંપરાની શરૂઆત દેવી લક્ષમી અને રાજા બલીએ કરી હતી. નાળાછડીને રક્ષા સૂત્ર પણ કહેવામાં આવે છે. એવું
માનવામાં આવે છે કે કાંડા પર એને બાંધવાથી જીવન પર આવતા સંકટ સામે રક્ષા થાય છે.

image source

એનું કારણ એ છે કે નાળાછડી બાંધવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. ધાર્મિક મહત્વ હોવાની સાથે સાથે નાળાછડી બંધવાનું વૈજ્ઞાનિક રૂપે પણ ઘણું જ લાભદાયક છે.

નાળાછડી બાંધવા પાછળનું વૈજ્ઞાનિક કારણ.

image source

નાળાછડી બાંધવું એ સ્વાસ્થ્ય માટે ઘણું જ ફાયદાકારક છે. શરીર વિજ્ઞાન અનુસાર શરીરના ઘણા મુખ્ય અંગો સુધી પહોંચનારી નસો
કાંડામાંથી થઈને પસાર થાય છે. કાંડા પર નાળાછડી બાંધવાથી આ નસોની ક્રિયા નિયંત્રણમાં રહે છે. આનાથી ત્રિદોષ એટલે કે વાત,
પિત્ત અને કફની સમતુલા શરીરમાં જળવાઈ રહે છે. શરીરની સંરચનાનું મુખ્ય નિયંત્રણ કાંડામાં હોય છે. એનો અર્થ એ છે કે કાંડામાં
મૌલિ બાંધવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે. એવું માનવામાં આવે છે કે નાળાછડી બાંધવાથી રક્તચાપ, હૃદય રોગ, ડાયાબિટીસ અને લકવા
જેવી ગંભીર બીમારોમાંથી પણ ઘણી હદ સુધી બચી શકાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નાળાછડી બંધવાનું મહત્વ.

image source

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કાંડામાં લાલ રંગની નાળાછડી બાંધવાથી કુંડળીમાં મંગળ ગ્રહ મજબૂત થાય છે. જ્યોતિસ મંગળ ગ્રહનો
શુભ રંગ લાલ છે. જો વ્યક્તિ પીળા રંગની નાળાછડી બાંધે છે તો એનાથી એની કુંડળીમાં ગુરુ બૃહસ્પતિ મજબૂત થાય છે, જેના
કારણે વ્યક્તિના જીવનમાં સુખ અને સંપનતા આવે છે. અમુક લોકો કાંડામાં કાળા રંગનો દોરો પણ બાંધે છે જે શનિ ગ્રહ માટે શુભ
હોય છે.