કોંગ્રેસે હાર્દિક પટેલને સોંપી ગુજરાતમાં આ મોટી જવાબદારી, વધુ વિગતો જાણો તમે પણ!

કોંગ્રેસમાં ઘણા સમયથી શીર્ષ નેતૃત્વ ગુજરાતમાં પોતાની સત્તા પછી લાવવામાં નિષ્ફળ નીવડી રહ્યું છે. આવા સમયે ગુજરાત રાજ્યમાં સતત તૂટતી જઈ રહેલી ભારતની સૌથી જૂની કોંગ્રેસ પાર્ટીને બચાવવા હાઈકમાન્ડે બાજી સંભાળી લીધી છે અને પ્રથમ વખત પરંપરાગત સિદ્ધાંતો બાજુમાં મુકીનને સાવ નવા નિશાળિયા જેવા 26 વર્ષના હાર્દિક પટેલને પાર્ટીના ગુજરાત એકમના કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે. જોકે આ હાઈકમાન્ડના આ નિર્ણયથી અંદરખાને પક્ષના ઘણા મોટા નેતાઓ નારાજ થયા છે.

Image Source

કોંગ્રેસ હાર્દિક પટેલના ભરોસે તરવા માગે છે

આ વર્ષે અનેક બદલાવ આવ્યા છે, ત્યારે રાજનીતિ પણ આ વર્ષના અંતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી તેમજ 2022ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં અત્યારથી જ શરુ થઇ ગઈ છે. ત્યારે અવનવા અખતરા કરતી પાર્ટીએ હવે આ ચૂંટણીઓ પણ હાર્દિક પટેલના ભરોસે તરવા માગે છે. જો કે આ નિર્ણયના કારણે પક્ષમાં અંદરો અંદર જ નારાજગીનો દાવાનળ ફાટ્યો છે. આવા સમયે ભૂતપૂર્વ ગુજરાત કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, ઘણા ઉંમરલાયક નેતાઓ કોંગ્રેસમાં સાવ અશક્ત ન થઇ જાય ત્યાં સુધી એમને વિવિધ જવાબદારીઓ આપવામાં આવે છે. કોંગ્રેસમાં પચાસ-પંચાવન વર્ષના નેતા પણ રાજનીતિની દ્રષ્ટીએ નવયુવાનની ઉપમા મેળવે છે, એવા સમયે હાર્દિક પટેલને તો હજી દૂધના દાંત પણ ફૂટવાના બાકી છે એમ કહી શકાય. આવા સમયે હાઈકમાન્ડ દ્વારા આ નિર્ણય કરીને જાણે મોટી ભૂલ કરી છે.

Image Source

કોંગ્રેસના હાઈકમાન્ડનો આ નિર્ણય સૂચક

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, વર્તમાન પ્રભારી રાજીવ સાતવ, પ્રમુખ અમિત ચાવડા તેમજ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના દેખાવથી અસતુષ્ટ રહેલા કોંગ્રેસ હાઈકમાન્ડે આ નિર્ણય લીધો હતો. જો કે આવનારા ટૂંકા સમયમાં જ આ બધાય પોતાના કદ પ્રમાણે વેતરાશે. આ નિર્ણય બાબતે જયારે અમિત ચાવડાને પૂછવામાં આવ્યું તો એમણે જણાવ્યું હતું કે, જનહિત માટેની લડાઈ હવે ગુજરાત રાજ્યમાં અમે લોકો સાથે મળીને લડીશું. આવા સમયે ગુજરાત રાજ્યના ભાજપ પ્રવક્તા ભરત પંડયાએ કહ્યું હતું કે, કોંગ્રેસે ગુજરાતમાં મતભેદ, તોફાનો, અશાંતિ અને અપ્રચારો ફેલાવનાર વ્યક્તિને આ પદ આપ્યું છે.

અમિત ચાવડાએ શુભેચ્છાઓ પાઠવી

આ સમાચાર આવ્યા પછી કોંગ્રસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ કાર્યકારી અધ્યક્ષ બનવા બદલ હાર્દિક પટેલને ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી.

Image Source

અગાઉ પણ ચાર આગેવાનોની નિમણુક થઇ હતી

કાલનો દિવસ કોંગ્રેસ માટે બદલાવ કારી રહ્યો છે. કાલના દિવસે હાઈકમાન્ડ દ્વારા અચાનક હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરવાથી કોંગ્રેસના સીનીયર આગેવાનોમાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે ગુજરાતમાં કાયમી પ્રમુખ તરીકે હાર્દિક પટેલ એ એક મજબુત દાવેદાર તરીકે રજુ થાય, તો જુના નેતાઓની પાર્ટીમાંથી બાદબાકી પણ થઇ શકે છે. જો કે આ બાબતે કોંગ્રેસના સભ્યોનું કહેવું છે કે અગાઉ પણ ચાર આગેવાનોની નિમણુક કરવામાં આવી હતી. પરિણામે આયોજન એવું પણ હોઈ શકે છે કે બાકીના ત્રણ કાર્યકારી પ્રમુખ અલગ અલગ ઝોન પ્રમાણે કામગીરી સાથે બનાવવામાં આવી શકે છે. આ બધામાં હાર્દિક પટેલને સૌરાષ્ટ્ર ઝોનના કાર્યકારી પ્રમુક તરીકેની જવાબદારીઓ આપવામાં આવી શકે છે.

Image Source

કાર્યકારી માંથી કાયમી પ્રમુખ પણ બનાવી શકે છે

ઓચિંતા લેવાયેલા આ નિર્ણય બાદ કોંગ્રેસ પક્ષના મોટા નેતાઓ કહી રહ્યા છે કે, પાછળના ઘણા સમયથી કોંગ્રેસ બેઠી થઇ શક્તિ ન હતી. પરિણામે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ સુધરે એમ વિચારીને યુવા નેતા તરીકે હાઈ કમાન્ડે હાર્દિક પટેલને કાર્યકારી માંથી કાયમી પ્રમુખ પણ બનાવી શકે છે. આપને જણાવી દઈએ કે હાર્દિક પટેલ એક પાટીદાર નેતાની સાથે યુવા નેતા તરીકે પણ કોંગ્રેસ પક્ષને આગળ વધારવામાં ઘણા મદદરૂપ થઇ શકે એવી આશા કોંગ્રેસ પક્ષને એમની તરફથી છે. જો કે હવે શું થશે એ બધું તો આવનારા સમય પર જ આધાર રાખે છે.

અન્ય જિલ્લા કોંગ્રેસ પ્રમુખના નામ આ પ્રમાણે છે

આણંદ – મહેન્દ્રસિંહ એચ. પરમાર
સુરત – આનંદ ચૌધરી
દેવભૂમિ દ્વારકા – યાસીન ગજ્જન

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.